હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
“વિશ્વ પર્યાવરણ દિવસ” પહેલા પ્રિ-ઈવેન્ટ તરીકે ગીર સોમનાથ જિલ્લામાં અનેક કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. જે અંતર્ગત સુત્રાપાડા નગરપાલિકા દ્વારા વેપારી એસોશિએશન સાથે પ્લાસ્ટીક મૂક્ત અભિયાન અંતર્ગત સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વેપારીઓ અને નાગરિકોને પ્લાસ્ટીકનો ઉપયોગ ના કરવા શપથ લેવડાવ્યા હતાં.
સુત્રાપાડા નગરપાલિકાના ચીફ ઓફિસ મૌલિક વૈંશે જણાવ્યું હતું કે, “Ending Plastic Pollution Globally” ઝુંબેશ અંતર્ગત સુત્રાપાડા નગરપાલિકા દ્વારા વેપારી એસોશીએશન સાથે સિંગલ યુઝ પ્લાસ્ટિક બેન વિષય ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૂત્રાપાડા નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, વોર્ડના સભ્યો, નગરપાલિકા સ્ટાફ, વેપારી એસોશીએશન પ્રમુખ, વેપારીઓ તેમજ નાગરિકો હાજર રહ્યાં હતાં અને સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપયોગ ના કરવા પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.
