હિન્દ ન્યુઝ, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર અમિત અરોરાએ આજે તા. ૧૪-૧૨-૨૦૨૨ના રોજ વરિષ્ઠ અધિકારીઓ અને એજન્સીના પ્રતિનિધિઓને સાથે રાખી શહેરના વોર્ડ નં.-૦૬ માં ગોવિંદબાગ શાક માર્કેટ પાસે બની રહેલ નવી લાઈબ્રેરી તથા કબીર વન મેઈન રોડ કબીર વન બગીચા પાસે આવેલ જુના આરોગ્ય કેન્દ્ર અને તેની બાજુની વોટર વર્કસની ઓફીસ ઙીસ્મેન્ટલ કરી નવું આરોગ્ય કેન્દ્ર (U.H.C.) બનાવવાનું જે કામ ચાલી રહ્યું છે તે સાઈટની મુલાકાત લીધી હતી.
મ્યુનિ. કમિશનરએ આ બંને સાઈટની મુલાકાત લઈ ચાલુ કામગીરીની સમીક્ષા કરી હતી તથા કાર્ય સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે સતત કામગીરી કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. આ વિઝિટ દરમ્યાન મ્યુનિ. કમિશનર અમિત અરોરા સાથે નાયબ મ્યુનિ. કમિશનર આશિષ કુમાર, સિટી એન્જિનિયર પરેશ અઢીયા, પી.એ. (ટેક.) ટુ કમિશનર હિમાંશુ દવે, તેમજ સંબંધિત અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
ગોવિંદબાગ શાક માર્કેટ પાસે આશરે રૂ. ૮ કરોડના ખર્ચે બની રહેલ નવી લાઈબ્રેરીથી કનક નગર, ગઢીયાનગર, સંજયનગર, મહેશનગર, રાજારામ સોસા. ન્યુ શક્તિ સોસા. ભોજલરામ સોસા, બ્રાહ્મણીયાપરા, શ્રીરણછોડનગર, આર્યનગર, કૈલાશધારા સોસા., આકાશદીપ સોસા, ગોકુલનગર, આંબાવાળી કબીરવન સોસા. ભાગ-૧, કબીરવન સોસા. ભાગ-૨, સદગુરુ રણછોડ નગર, શક્તિ કો.ઓ.હાઉસીંગ સોસા. સિલ્વર નેસ્ટ, રણછોડ નગર, નારાયણનગર, રઘુવીર પાર્ક, અલકાપાર્ક, ગાંધીસ્મૃતિ-૧, ગાંધીસ્મૃતિ-૨, મારુતીનગર,સેટેલાઈટ સોસા. વિગેરે વિસ્તારો ને લાભ મળશે.
-:લાઈબ્રેરીમાં સુવિધાઓ:-
ગ્રાઉન્ડ ફ્લોર:-
૧) પાર્કિંગ :- આશરે ૫૦ ટુ વ્હીલર અને ૩ ફોર વ્હીલ માટે પાર્કિંગ સુવિધા
૨) સિક્યુરિટી રૂમ
૩) લીફ્ટ અને સીડી
૪) જનરલ ટોઇલેટ
૫) લગેજ રૂમ – આશરે ૨૮૦ વ્યક્તિઓ માટે લગેજ બોક્ષ્
૬) ડેકોરેટીવ પ્લાન્ટેશન
૭) જનરેટર અને ઇલેક્ટ્રિક પેનલ રૂમ
૮) શુ રેક
ફર્સ્ટ ફ્લોર:-
૧).રીસેપ્શન કાઉન્ટર એરિયા
૨) વોટર ફાઉન્ટેન અને માં સરસ્વતી મૂર્તિ
૩) લાઈબ્રેરિયન ઓફીસ વિથ એટેચ્ડ ટોઇલેટ
૪) સ્ટાફ રૂમ વિથ એટેચ્ડ ટોઇલેટ
૫) લેડીસ અને જેન્ટ્સ ટોઇલેટ યુનીટ
૬) સ્ટોરેજ રૂમ
૭) કિડ્ઝ પ્લે એરિયા ( ટોય સ્ટોરેજ, બુક સ્ટોરેજ, મેઈન કાઉન્ટર, આકર્ષક ટ્રી, ટોય ટ્રેન)
૮) આસી. લાઈબ્રેરિયન ઓફીસ
૯) મીટીંગ રૂમ વિથ સ્માર્ટ ટીવી.
૧૦) રીડીંગ અને સોરેજ એરિયા
૧૧) ડેકોરેટીવ બ્રિક પાર્ટીશન વોલ
૧૨) ન્યુઝ પેપર અને મેગેઝીન રીડીંગ એરિયા વિથ હેન્ગીંગ લાઈટ્સ
૧૩) મેગેઝીન ડિસ્પ્લે યુનીટ
૧૪) મલ્ટી મીડિયા રૂમ વિથ WI-FI કનેક્ટીવીટી વિથ કોમ્પ્યુટર
૧૫) સીડી ડીવીડી ડિસ્પ્લે યુનીટ
૧૬) કિયોસ્ક
સેકંડ ફ્લોર:- (મહિલાઓ માટે )
૧) બુક સ્ટોરેજ એરિયા (વોલ માઉન્ટેડ અને રેક ટાઈપ)
૨) જનરલ રીડીંગ એરિયા અને બોક્ષ્ ટાઈપ રીડીંગ અને રાઈટિંગ યુનીટ
થર્ડ ફ્લોર:- (ભાઈઓ માટે )
૧) કોન્ફરન્સ રૂમ વિથ પ્રોજેક્ટર વિથ પોડિયમ ટેબલ્સ ચેર્સ અને સ્ક્રીન
૨) બુક સ્ટોરેજ એરિયા (વોલ માઉન્ટેડ અને રેક ટાઈપ)
૩) જનરલ રીડીંગ એરિયા અને બોક્ષ્ ટાઈપ રીડીંગ અને રાઈટિંગ યુનીટ
કોમન ફેસેલીટી
૧) તમામ ફ્લોર પર ફાયર સેફ્ટી વિથ વોટર સ્પ્રીંકલર નું પ્રોવિઝન
૨) લીફ્ટની સુવિધા
૩) સ્મોક ડિટેકટર
૪) જનરેટર
૫) સેન્ટ્રલી એર કંડીશનર
૬) આકર્ષક લાઈટ્સ અને પંખાઓ
૭) સેન્સર ટાઈપ સ્લાઈડિંગ ગ્લાસ ડોર
૮) આર્ટ વર્ક
૯) આઉટ ડોર ગેલેરી રીડીંગ એરિયા
૧૦) સીસીટીવી કેમેરા
૧૧) WI FI સુવિધા
૧૨) વોટર પ્યુરીફાયર અને વોટર કુલર
કબીરવન બગીચા પાસે નવા આરોગ્ય કેન્દ્રમાં સુવિધાઓ:-
કબીર વન બગીચા પાસે આશરે રૂ. ૭૯ લાખના ખર્ચે બની રહેલ નવું આરોગ્ય કેન્દ્ર કનક નગર, ગઢીયાનગર, સંજયનગર, મહેશનગર, રાજારામ સોસા. ન્યુ શક્તિ સોસા. ભોજલરામ સોસા, બ્રાહ્મણીયાપરા, શ્રીરણછોડનગર, આર્યનગર, કૈલાશધારા સોસા., આકાશદીપ સોસા, ગોકુલનગર, આંબાવાડી, કબીરવન સોસા. ભાગ-૧, કબીરવન સોસા. ભાગ-૨, સદગુરુ રણછોડ નગર, શક્તિ કો.ઓ.હાઉસીંગ સોસા. સિલ્વર નેસ્ત, મયુરનગર, બાલકૃષ્ણ સોસા., મનહરપરા, સીતારામ નગર અંબિકા સોસા વિગેરે વિસ્તારોનાં નાગરિકોને ઉપયોગી બનશે.
ગ્રાઉન્ડ ફ્લોર:-
૧) રીસેપ્શન એરિયા આરોગ્ય કેન્દ્ર માં આવતા દર્દીઓ માટે કેઈસ કઢાવવા માટે ટેબલ આશરે ૪૦ થી ૫૦ લોકોમાટે વેઇટિંગ એરિયા બેસવાની વ્યવસ્થા તથા વોટર કુલર અને પ્યુરીફાયર માટેની વ્યવસ્થા
૨) દર્દીઓને તપાસવા માટે એટેચ્ડ ટોઇલેટ સાથે મેડીકલ ઓફિસર માટે કન્સલ્ટિંગ રૂમ.
૩) મહિલાઓ માટે ઓ.પી.ડી. રૂમ અને કોપર-ટી બેડની વ્યવસ્થા સાથેનો નર્સિંગ રૂમ.
૪) દર્દીઓ માટે લેડીસ અને જેન્ટ્સ ટોઇલેટસની તેમજ રોગ નિદાન માટે સેમ્પલ કલેક્શન માટે ની અલગ અલગ વ્યવસ્થા
૫) ભવિષ્ય માટે લીફ્ટ નું પ્રોવિઝન રાખેલ છે.
૬) એટેચ્ડ ટોઇલેટ સાથેનો વેક્સીનેશન રૂમ ની વ્યવસ્થા.
૭) દર્દીઓ નાં રોગોના નિદાન માટે અલગ અલગ નમૂનાના પરીક્ષણ માટે લેબોરેટરી રૂમની વ્યવસ્થા.
૮) આરોગ્યને લાગત જુદા જુદા સાધન સામગ્રી અને દવાઓ રાખવા માટે સ્ટોર રૂમની વ્યવસ્થા.
૯) પાર્કિંગ એરિયા અને આરોગ્ય કેન્દ્રમાં જવાની એન્ટ્રી.
૧૦) દિવ્યાંગ દર્દીઓ માટે રેમ્પની સુવિધા.
ફર્સ્ટ ફ્લોર:-
૧) સ્ત્રીઓને લગતા રોગોની ચકાસણી અને સારવાર અર્થે નો ગાયનેક રૂમ.
૨) આર.બી.એસ.કે.(રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ) રૂમ બાળકોના સર્વાંગી વિકાસ માટે તથા સ્વાસ્થ્ય સુધારણા માટેની યોજના અંતર્ગત રૂમ.
૩) કોન્ફરન્સ રૂમ, આરોગ્ય સ્ટાફને લગત મીટીંગ માટે મેડીકલ રૂમ સાથેનો કોન્ફરન્સ રૂમ.
૪) પીડીયાટ્રીશિયન રૂમ, બાળકોને તપાસવા માટેના ડોક્ટરનો એટેચ્ડ ટોઇલેટ સાથે નો કન્સલ્ટિંગ રૂમ.
૫) આશરે ૪૦ થી ૫૦ લોકોમાટે વેઇટિંગ એરિયા બેસવાની વ્યવસ્થા.
