હિન્દ ન્યુઝ, રાધનપુર
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે અવારનવાર નગરપાલિકા ની બેદરકારી સામે આવી છે. જ્યારે પણ ન્યુઝ પેપર જોઈએ ત્યારે ગટર,રોડ,રસ્તા નાં પ્રશ્નો અવારનવાર જોવા મળે છે. ત્યારે રાધનપુર ની પ્રજા છેલ્લા ઘણા સમય થી રોડ રસ્તા, પાણી અને સફાઈ ને લઈ હેરાન પરેશાન થાય છે જે સતત રાધનપુર વિસ્તાર માં જોવા મળ્યું છે. લોકો દ્વારા અનેકવાર નગરપાલિકા માં રજૂઆતો કરવાં છતાં કામગીરી કરવામાં આવતી ન હતી ત્યારે નગર પાલિકા માં રેગ્યુલર ચીફ ઓફિસર આવતા કામગીરી માં સારો એવો સુધારો જોવા મળ્યો છે.
રાધનપુર શહેર માં સાફ સફાઈ, ગટર વ્યવસ્થા ની સમસ્યા બહુજ ગંભીર થતી જોવા મળી છે. ગઈ કાલે રાજગઢી થી ગટર ઉભરાતા તેનું ગંદુ પાણી પટણી દરવાજા થી ગાંધીચોક ચારેબાજુ ફરી વળ્યું હતું. જેને લઈ રાહદારીઓને ભારે મુશ્કેલીઓ નો સામનો કરવો પડ્યો હતો. ત્યારે આ ઉભરાયેલી ગટર ની સમસ્યા ની ચીફ ઓફિસર ને રજુઆત કરતાં તાત્કાલિક ધોરણે ગટર ઉપર રાખેલ પથ્થરો હટાવી સફાઈ કામ ચાલું કરાવ્યું હતું તેમજ તાત્કાલિક સાફ સફાઈ કામગીરી ચાલું કરાતા લોકો દ્વારા ચીફ ઓફિસર ની કામગીરી ને બિરદાવી હતી. ચાલું કામગીરી માં એસ.આઈ.ઠાકોર, મુકડદમ સતત હાજર રહ્યા હતાં, ત્યારે આ કામગીરી જોતા લોકો ને આશા જાગી હતી કે હવે રાધનપુર ના જે પડતર પ્રશ્નો છે જેમકે રોડ રસ્તા, પાણી, સફાઈ વગેરે પ્રશ્નો થી લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા.લોકો નાં પ્રશ્નો નો હવે નિકાલ આવશે તેવુ જોવા મળી રહ્યું છે.
રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર