વારાહી લક્કી મોબાઇલ દુકાનદાર ઈસમ ને જાહેરનામા ભંગ બાબતે પકડી પાડતી એસ.ઓ.જી ટીમ પાટણ

હિન્દ ન્યુઝ, રાધનપુર

       પાટણ જિલ્લાના વારાહી ખાતે લક્કી મોબાઇલ દુકાનદાર ઈસમ ને જાહેરનામા નાં ભંગ બાબતે એસ.ઓ.જી ટીમ પાટણ એ પકડી પાડી કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવી. પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલિયા ,સરહદી વિસ્તાર રેન્જ,ભુજ તથા પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વિજય કુમાર પટેલ જાહેરનામા ભંગ બાબતે કેશો શોધી કાઢવા કરેલ સૂચના નાં આધારે આરજી ઉનાગર ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એસ.ઓ.જી શાખા પાટણ નાં માગૅદશૅન હેઠળ એક્શન પ્લાન બનાવી એસ.ઓ. જી ની ટીમ વારાહી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ માં હતી તે દરમ્યાન વારાહી પોલીસ સ્ટેશન વિસ્તાર નાં ગેમલજી કોમ્પલેક્ષ માં આવેલ લક્કી મોબાઇલ નામની દુકાન વાળા ઈસમ ને જાહેરનામા ભંગ બાબતે પકડી પાડી વારાહી પોલીસ મથકે 188 કલમ મુજબ ગુન્હો રજી.કરાવવામાં આવ્યો છે.

પકડાયેલ આરોપી નું નામ: સિપાઈ રસુલભાઈ જેઠાભાઈ, રહે, લખાપુરા,તા: સાંતલપુર, જી:પાટણ

   જિલ્લા મેજસ્ટ્રેટ પાટણ તરફથી બહાર પાડવામાં આવેલ જાહેરનામા જેમાં જૂના, નવા મોબાઇલ તેમજ સીમકાર્ડ નું વેચાણ કરતા દુકાનદારો એ ગ્રાહકો ની માહિતી રાખવી તેમજ નમૂના મુજબ નું રજીસ્ટર નિભાવવું તેમ જણાવેલ છે.તેમજ પરપ્રાંતીય ઈશમો ને મકાન ભાડે આપેલ હોય તો જેતે પોલીસ સ્ટેશન માં જાણ કરવી તેવુ જણાવેલ હોઈ આ જાહેરનામા નો ભંગ કરનાર ઈસમો વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવશે જેની જાહેર જનતા એ નોંધ લેવા બાબત નાં જાહેરનામા નો ભંગ જણાતા વારાહી વિસ્તાર માં લક્કી મોબાઇલ દુકાનદાર ને પાટણ એસ.ઓ.જી ટીમ દ્વારા પકડી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર

Related posts

Leave a Comment