સમય ની સાથે તાલ મીલાવવા માટે ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી કટિબદ્ધ

હિન્દ ન્યુઝ, ભાવનગર

આજના સમયમાં બદલાયેલી શિક્ષણની વ્યાખ્યા સાથે સતત બદલાતી શિક્ષણ ની મૂલ્ય સાપેક્ષતા ને ધ્યાને લઈને “એજ્યુકેશન ફોર ઓલ” ના ધ્યેય સાથે આગળ ધપી રહેલી ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના કુલપતિ પ્રો.(ડો.) અમીબેન ઉપાધ્યાય ભાવનગર રિજ્યોનલ સેન્ટર હેઠળના ભાવનગર, અમરેલી અને બોટાદમાં કાર્યરત યુનિવર્સિટીના કોલેજ કેન્દ્રોના સંચાલકો, પ્રાધ્યાપકો,અધ્યાપકો તમામને સમાન શિક્ષણનો લાભ આપવા માટે સતત પ્રયત્નશીલ રહેવા માર્ગદર્શન આપ્યું હતું.

ભાવનગર શહેરના વાઘાવાડી રોડ સ્થિત મ. કૃ. ભાવ.યુનિ.ના જુના કેમ્પસમાં આવેલ શામળદાસ કોલેજ નજીકના પ્રિન્સિપાલ બંગલો ખાતે કાર્યરત થયેલાં ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિ.ના રિજ્યોનલ સેન્ટરની યુનિ.ના કા.કુલપતિ પ્રો.(ડૉ.) અમીબેન ઉપાધ્યાયે મુલાકાત લીધી હતી.

આ તકે ભાવનગર રિજ્યોનલ સેન્ટર હેઠળના ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લામાં કાર્યરત કોલેજ સેન્ટરના સંચાલકો, પ્રાધ્યાપકો અને અધ્યાપકો તથા શિક્ષણવિદો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કા.કુલપતિશ્રી પ્રો.(ડૉ) અમીબેન ઉપાધ્યાયની અધ્યક્ષતામાં ” એજ્યુકેશન ફોર ઓલ ” ના શિર્ષક હેઠળ શિક્ષણ સંગોષ્ઠિ યોજાઇ હતી. ગંગોષ્ટિના પ્રારંભે ભાવનગરના ડાયરેક્ટર ડૉ. પ્રીતિબેન જોષીએ સ્વાગત કર્યું હતું.

આ તકે કા. કુલપતિ પ્રો.(ડૉ) અમીબેન ઉપાધ્યાયે જણાવ્યું હતું કે  આજના આધુનિક સમયમાં શિક્ષણ એ પાયાની જરૂરિયાત બની ગઈ છે. આજનો યુવા વર્ગ શિક્ષણ મેળવવા કાર્યશીલ થયો છે ત્યારે ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિ. આવા એજ્યુકેશન ને લગતા પ્રશ્નોના સુખદ ઉકેલ લઈને સમગ્ર રાજ્યમાં કામ કરી રહી હોવાનું જણાવ્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે તમામને સમાન શિક્ષણ નો હક્ક છે. તેને ચરિતાર્થ કરવાની ફરજ સૌની હોવાનું કહ્યું હતું.

તેમણે કોલેજ સેન્ટર સંચાલકો, પ્રાધાયકો તથા અધ્યાપકોને સંબોધતા ઉમેર્યું કે, ભાવનગર અમરેલી અને બોટાદ વિસ્તારના વિદ્યાર્થી વર્ગને યુનિ.માં ચાલતાં સ્નાતક,અનુસ્નાતક અને ડિપ્લોમા જેવા રોજગાર સહિતના બહુવિધ આયામી અભ્યાસક્રમ અંગે અવગત કરી તેમાં જોડાવા પ્રયત્નશીલ બનાવવા આહ્વાન કર્યું હતું.

અંતમાં ભાવનગર રિજ્યોનલ સેન્ટરના ધર્મેન્દ્રસિંહ ગોહિલ એ આભારવિધિ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન આસીસ્ટન્ટ રીજયોનલ ડાયરેક્ટર વૈભવભાઈ મહેતાએ કર્યું હતું. શિક્ષણ સંગોષ્ઠિના અંતે તેમણે ભાવનગર રિજ્યોનલ સેન્ટર હસ્તક ચાલતી વિવિધ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

બ્યુરો ચીફ (ભાવનગર) : ડો. હકીમ ઝવેરી

Related posts

Leave a Comment