શ્રી સરદાર વલ્લભભાઇ પટેલ  ની સંકલ્પ ભૂમિ સોમનાથ ખાતે તેમના નિર્વાણ  દિને સરદાર વંદના અને પૂષ્પાંજલી કરવામાં આવેલ

 હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

     13 નવેમ્બર 1947,ના દિવસે સમુદ્ર જળ હાથમાં રાખી સોમનાથ મંદિર ના પૂનઃનિર્માણ નો સંકલ્પ સરદાર વલ્લભ ભાઇ પટેલ દ્વારા લેવામાં આવેલ,  કાળક્રમે સરદાર નવનિર્મિત સોમનાથ મંદિર તૈયાર થયું ત્યારે સરદાર આપણી સૌ વચ્ચે થી વિદાય લઇ ચુક્યા હતા, પણ સોમનાથ મહાદેવના નિત્ય દર્શન સરદારની આંખો કરી શકે તે માટે ખાસ સરદાર ની પ્રતિમા સોમનાથ મંદિર ના પ્રાંગણ માં સ્થાપીત કરવામાં આવેલ છે. આજરોજ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રી સરદાર વલ્લભભાઇ પટેલ શ્રી ના  નિર્વાણ દિન નીમીત્તે  સરદાર વંદના અને પૂષ્પાંજલી કરવામાં આવી. જેમાં શ્રી સોમનાથ ટ્રસ્ટના ઇનચાર્જ જી.એમ અજય દુબે સાહેબ સાથે અધિકારી/કર્મચારી, પુજારી, તેમજ તિર્થ પૂરોહિતો જોડાયા હતા.

Related posts

Leave a Comment