લડાઇના વિદ્યાર્થીઓએ ગ્રામજનો પાસેથી રૂ.૫૧ હજાર એકત્ર કરી સૈનિક કલ્યાણ કચેરી ભુજને સુપ્રત કર્યા

હિન્દ ન્યુઝ, ભુજ

         આપણા જવાનો દેશ સેવાની ભાવના અપનાવી લડાઈના મોરચે પોતાના પ્રાણની પરવા કર્યા વિના કલ્પના ન કરી શકાય તેવી પરિસ્થિતિમાં અદભૂત ખમીર બતાવી પવિત્ર માતૃભુમિના રક્ષણ કરે છે. ભારત દેશને અખંડિત રાખવા, આપણા ખમીરવંતા આદર્શોનું રક્ષણ કરવા, આપણને હર ક્ષેત્રે વિજયી બનાવી તથા આપણા મસ્તક ઉન્નત રાખવા સૈનિકો પોતે બધાજ દુ:ખો ભોગવીને આપણને સ્વતંત્રતાનું સુખ આપવા તૈયાર હોય છે, તેઓના તથા શહીદોના નિરાધાર પરિવારોની યોગ્ય કદર કરનાર સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાળા, લોડાઈના વિદ્યાર્થીઓએ સ્થાનિક ગ્રામજનોનો સંપર્ક કરી એક જ દિવસમાં રૂ. ૫૧,૦૦૦/- (રૂપિયા એકાવન હજાર પુરા) જેવી માતબાર રકમ સૈનિક કલ્યાણ કચેરી, ભુજને સુપ્રત  કરી હતી.

        ઉપરોક્ત ભંડોળ સુપ્રત કર્યાના યાદગારી રૂપે સ્મૃતિ ચિહ્ન એનાયત કરી જિલ્લા કલેક્ટરએ તેમજ  મદદનીશ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી ભરતસિંહ ચાવડાએ આચાર્ય તથા સ્કૂલના સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ અને સમગ્ર ગ્રામજનોનો ખૂબ જ આભાર વ્યક્ત કર્યો હતો.  આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી, શાળાના આચાર્ય શિવુભા ભાટી તેમજ NSS યુનિટના સભ્યો હાજર રહ્યા હતા.

Related posts

Leave a Comment