રાજકોટ શહેરમાં સસ્તા અનાજની ૫૨ દુકાને તાળાં. વિતરણના પ્રથમ દિવસે જ અફડાતફડી બોલી

રાજકોટ,

રાજકોટ શહેર તા.૧૩.૪.૨૦૨૦ ના રોજ પુરવઠા વિભાગના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ ૨૦૧૨થી એ.પી.એલ–૧ નવા રેશનકાર્ડ અમલમાં આવ્યા છે. અને ત્યારબાદ અત્યાર સુધીમાં માત્ર રાજકોટ શહેરમાં જ ૫૨ જેટલા સસ્તા અનાજના દુકાનદારોએ રાજીનામા આપવાથી અથવા તેમના પરવાના રદ થવાથી આવી દુકાનો બધં છે. વાસ્તવમાં આ અંગેનું લિસ્ટ કલેકટર તત્રં દ્રારા બે દિવસ અગાઉ જાહેર થઈ જવું જોઈએ અને રેશનકાર્ડમાં દર્શાવેલ કઈ દુકાન બધં થઈ છે. અને તેના બદલે હવે સસ્તા અનાજની કઇ દુકાનેથી લોકોને માલ મળશે. તેની સ્પષ્ટ્રતા કરવી જોઈએ. પરંતુ આ ચોખવટ મોડેમોડે કરવામાં આવતા આજે લોકો ભારે હેરાન પરેશાન થયા હતા. આજે પ્રથમ દિવસે રેશનકાર્ડમાં જેમના છેલ્લા બે ડિજીટ ૧ અથવા ૨ હોય તેમને ૧૦ કિલો ઘઉં, ૩ કિલો ચોખા, ૧ કિલો ખાંડ અને ૧ કિલો દાળ અથવા તો ચણા આ બેમાંથી જે ઉપલબ્ધ હશે તે આપવાનું શક્ય કરાયું છે. રાજકોટ શહેર અને જિલ્લામાં કુલ ૫,૮૨,૦૦૦ રેશનકાર્ડ ધારકો છે. અને ૨૧ લાખ લોકોને અનાજ આપવાનું થાય છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment