રાજકોટ શહેરના મેટોડા ઔદ્યોગિક વસાહતના પરપ્રાંતીય શ્રમિકો સાથે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કર્યો સંવેદનાસભર સંવાદ

રાજકોટ,

રાજકોટ શહેર તા.૧૩.૪.૨૦૨૦ ના રોજ ગુજરાત રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સી.એમ. ડેસ્કબોર્ડના જનસંવાદ કેન્દ્રના માધ્યમથી રાજકોટના મેટોડા ઔદ્યોગિક વસાહતમાં આવેલ ઓટોમોબાઇલ પાર્ટસના ઉત્પાદન સાથે જોડાયેલ ફેક્ટરીમાં કામ કરી રહેલા અને ત્યાંજ વસવાટ કરતા પરપ્રાંતીય કર્મયોગીઓ સાથે સંવાદ કરેલો હતો. મુખ્યમંત્રીએ આ શ્રમિકો માટે ઉદ્યોગોએ કરેલી આવાસ, ભોજન, નિવાસ વ્યવસ્થાઓ, આરોગ્ય સગવડો તેમજ સોશિયલ ડિસ્ટનસિંગના નોર્મ્સ જાળવણી અંગેની માહિતી આ શ્રમયોગીઓ સાથે સંવાદ કરીને મેળવી હતી. મુખ્યમંત્રીએ આ બધા જ શ્રમિકોને નિયમિત મેડીકલ ચેકઅપ, સેનેટાઈઝર, માસ્ક, બે ટાઈમનું પુરતું ભોજન વગેરેની વ્યવસ્થા અંગે વિસ્તૃત ચર્ચા કરીને વિગતો મેળવી હતી. ઉદ્યોગકારો તેમજ શ્રમિકોએ રાજ્ય સરકાર તથા જિલ્લા વહીવટી તંત્રએ કરેલી આ ઉત્તમ વ્યવસ્થાથી સંતોષ વ્યક્ત કરી કોરોનાની મહામારી સામેના જંગમાં તેઓ પણ રાજ્ય સરકારની સાથે પોતાના યથાયોગ્ય યોગદાનથી જોડાઈને વિજય મેળવશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રી સાથેની વાતચીતમાં દર્શાવ્યો હતો.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment