રાજકોટ શહેર જીલ્લામાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા ડોર-ટુ-ડોર સર્વે કરાયો – મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલ

રાજકોટ, રાજકોટ શહેર તા.૨૯.૪.૨૦૨૦ ના રોજ કોરોના વાઇરસની મહામારી સંક્રમણને રોકવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં જંગલેશ્વર વિસ્તાર સિવાય આરોગ્યની અલગ અલગ ટીમો દ્વારા ડોર-ટુ-ડોર એક્સ્ટ્રીમ ઇન્ટેન્સિવ ચકાસણી કરવામાં આવી હતી. આ ટીમો દ્વારા ઘરે ઘરે જઈને કોરોના અંગેના લક્ષણોની ચકાસણી કરવામાં આવે છે. જો કોઈ ઘરે લક્ષણો ધરાવતા વ્યક્તિ મળી આવે તો તેને જરૂરી માર્ગદર્શન અથવા રીફર કરવામાં આવશે. લક્ષણો પરથી જરૂરી જણાય તો જે તે વ્યક્તિનો રીપોર્ટ પણ કરવામાં આવશે. તેમ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલએ જણાવ્યું હતું. આ ટીમો દ્વારા જંગલેશ્વર સિવાય શહેરના ધૃવનગર, શ્યામનગર, જંકશન, પંચનાથ પ્લોટ,…

Read More

રાજકોટ શહેર જંગલેશ્વર વિસ્તારમાંથી કોરોના વાયરસના ૩ કેસ પોઝિટિવ નોંધાયા છે

રાજકોટ, રાજકોટ શહેર તા.૨૯.૪.૨૦૨૦ ના રોજ રાજકોટ મ્યુ. કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર કોરોન્ટાઈન કરાયેલા વ્યકિતઓમાંથી ત્રણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ તમામ દર્દીઓના નામ (1) રેશ્માબેન હબીબમીયા સૈયદ, અંકુર સોસાયટી, જંગલેશ્વર ઉ-૪૭, (૨) ઇબ્રાહિમભાઇ કાસમભાઇ બાદી. ઉ-૫૫ પરવેઝ હુસેન પટણી, જંગલેશ્વર ઉ-૧૪ ને આ તમામ વ્યકિતઓ કોરોના પોઝીટીવ હોવાનું જાહેર થયું હતું. હાલ જંગલેશ્વર વિસ્તારમાં પોઝીટીવ કેસ આવે છે. તેના કોન્ટેકટને આરોગ્યની ટીમ દ્વારા સઘન તપાસ અને ચકાસણી બાદ દરેકને સરકારી ફેસીલીટી ખાતે કવોરેન્ટાઇન કરવામાં આવે છે. આનો મુખ્યત્વે હેતુ પોઝીટીવ કેસના સંપર્કમાં આવેલ લોકોને કોરોના ચેપ લાગવાની…

Read More

જામનગર ખાતે આવેલ સિઘ્ધ વિનાયક મિત્ર મંડળ દ્વારા લોકડાઉન ચાલશે ત્યાં સુધી તૈયાર જમવાની સેવા

જામનગર, જામનગર ખાતે આવેલ સિઘ્ધ વિનાયક મિત્ર મંડળ દ્વારા રણજીત સાગર રોડ જામનગર જેના પ્રમુખ શૈલેષભાઈ કુબાવત અને તેના મિત્ર મંડળ દ્વારા તારીખ ૨૩-૦૩-૨૦૨૦ થી લોકડાઉન ચાલશે ત્યાં સુધી તૈયાર જમવાની સેવા ભોજન મા પુરી-શાક-ભાત, રોટલી-શાક-ભાત, લાપસી, બુન્દી, ગાઠીયા ફરતુ ફરતુ તૈયાર ભોજન સવારે ૧૦:૦૦ થી બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધી તેમજ બપોરે ૦૩:૦૦ થી ૦૭::૩૦ વાગ્યા સુધી ગોકુલ દર્શન રેસિડંશી ઝોન, ફેઝ ૩ એપ્લ કેમ્પ ની સામે, સિલ્વર પાર્ક,: રોયલ ફેક્ટરી ની સામે, સેટેલાઈટ પાર્ક વિસ્તાર માં વિતરણ કરવામાં આવે છે. તેમજ કોઈ પણ નાના મોટા દાતાશ્રીઓએ આ સેવા માં…

Read More

રાજકોટ શહેર સરકારે નક્કી કરેલી ૩૦ ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવારનો ખર્ચ સરકાર ભોગવશે

રાજકોટ, રાજકોટ શહેર તા.૨૯.૪.૨૦૨૦ ના કોરોનાની મહામારી સામે સમગ્ર વિશ્વ જંગ લડી રહ્યું છે. ત્યારે ગુજરાત સરકાર પણ કોરોના વાયરસને નાથવા અસરકારક પગલા લેવાઇ રહ્યા છે. ત્યારે કોરોનાના દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર મળે તે માટે અગાઉ વિચારણા હાથ ધરી હતી. કોવિડ-૧૯ મહામારી સામે સરકારી હોસ્પિટલોમાં સારવાર ઉપલબ્ધ છે. રાજ્ય સરકારે નક્કી કરેલી ગુજરાત રાજ્યની ૩૦ જેટલી ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવાર વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવાનું નક્કી થયાનું જાણવા મળે છે. જેની સત્તાવાર જાહેરાત ટુંક સમયમાં થશે. ગુજરાતમાં સરકારે નક્કી કરેલી ૩૦ ખાનગી હોસ્પિટલોની નામાવલી એક-બે દિવસમાં જાહેર થનાર હોવાનું પણ જાણવા મળે…

Read More

રાજકોટ શહેરની ક્રાઇસ્ટ હોસ્પિટલમાં હવે કોરોનાના દર્દીઓની વિનામૂલ્યે સારવાર કરવા હોસ્પિટલના મેનેજમેન્ટ નિર્ણય જાહેર કર્યો છે

રાજકોટ, રાજકોટ શહેર તા.૨૯.૪.૨૦૨૦ ના રોજ ક્રાઇસ્ટ હોસ્પિટલમાં હવે કોરોનાના દર્દીઓની વિનામૂલ્યે સારવાર કરવા હોસ્પિટલના મેનેજમેન્ટ નિર્ણય જાહેર કર્યો છે. વિનામૂલ્યે કોરોનાની સારવાર કરનાર ક્રાઇસ્ટ હોસ્પિટલ રાજયની પ્રથમ ખાનગી હોસ્પિટલ બની છે. રાજયમાં કોરોનાનો કહેર શરૂ થયા બાદ રાજકોટ જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા કોરોના સામે લડવા માટે કોરોનાના ખાસ આઇસોલેશન બોર્ડ ઉભા કરવામાં આવ્યા છે. તેમાં સરકારી તથા ખાનગી હોસ્પિટલમાં આવા વોર્ડ તૈયાર કરાયા છે. જિલ્લા મથકે આવા ૧૦૦ બેડ તૈયાર કરાયા છે. રાજકોટની ખાનગી ક્રાઇસ્ટ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે પ૦ બેડનો ખાસ આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયો છે. હોસ્પિટલમાં ૭૦…

Read More

રાજકોટ શહેર ૧૫૦ ફૂટ રિંગ રોડ કરાયો બંધ, વાહન હંકારી ગોંડલ ચોકડીથી સીધા માધાપર ચોકડી અને માધાપર ચોકડીથી સીધા ગોંડલ ચોકડી સુધી પહોંચી જતા હતા

રાજકોટ, રાજકોટ શહેર તા.૨૯.૪.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરના ૧૫૦ ફૂટ રીંગ રોડ પર કેટલાક વાહન ચાલકો બ્રીજ પર વાહન હંકારી ગોંડલ ચોકડીથી સીધા માધાપર ચોકડી અને માધાપર ચોકડીથી સીધા ગોંડલ ચોકડી સુધી પહોંચી જતા હતા. અને બ્રીજ ઉપરથી પસાર થવાના લીધે તે પોલીસના ચેકીંગથી છટકી જતા હતા. આ બાબત ઘ્યાને આવતા ચેકીંગ સઘન કરવાના ભાગરૂપે ૧૫૦ ફૂટ રીંગ રોડ પરના ત્રણેય ઓવરબ્રીજ બંધ કરી દેવામાં આવ્યા છે. ઓવરબ્રીજ બંધ કરી દેવાથી હવે વાહન ચાલકોને B.R.T.S. રૂટ પરથી ફરજીયાત પસાર થવાનું રહેશે જેથી અહીંથી પસાર થતા વાહન ચાલકોનું સઘન ચેકીંગ કરી…

Read More

ચોટીલા તાલુકાનું ગામ તાજપર ની આજુબાજુ ના ગામોમાં જોરદાર પવન સાથે કમોસમી વરસાદ

ચોટીલા, ચોટીલા તાલુકાનું ગામ તાજપર ની આજુબાજુ ના ગામોમાં જોરદાર પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. અને જોરદાર પવનની લીધે વૃક્ષો ધરાશયી થયા હતા. જ્યારે વરસાદ અને પવન ને લીધે ખેડૂતોના ઉભા પાકોને નુકસાન થયુ હતું. અને પવનની સાથે કમોસમી વરસાદ પડતા જ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા. રીપોર્ટર: વિનુભાઈ ખેરાળીયા રાજકોટ

Read More

ધારી તાલુકા ના ભાડેર ગામે આરોગ્ય રસીકરણ બાબતે કાર્યક્રમ

ધારી, ધારી ના ભાડેર ગામ સીસીસી નીચે આવતાં ગામ એક થી પાંચ વર્ષ ના બાળકોને રસીકરણ કરવામાં આવેલ તેમજ સગર્ભા બહેનોની તપાસ કરવામાં આવી, અત્યારે ધારી વસાહત આંગણવાડી મા કાર્ય ચાલુ છે. કોરોના વાઇરસ ના કારણોસર જાણકારીઓ આપી માસ્ક ફરજીયાત પહરવા સુચનાઓ આપવામાં આવે છે. રીપોર્ટર : સંજય વાળા, ધારી

Read More

ના પ્રથમ કોરોના સંક્રમિત દર્દીએ કોરોનાને આપી મ્હાત, મુખ્યમંત્રી એ કચ્છીમાં દર્દીના ખંબર અંતરની પૃચ્છા કરી તબિયત સાચવવા કહયું.

કચ્છ, ‘‘ ‘હાણે આજી તબિયતજી ખ્યાલ રખજા’’ આ સંવેદનાસભર ખબર અંતરના શબ્દો છે, રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના આજરોજ કચ્છ-ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાંથી કોરોના વાયરસ કોવીડ-૧૯ના પ્રથમ સંક્રમિત દર્દી આશાલડી ગામના રહીમાબાઇની મોબાઇલ દ્વારા મુખ્યમંત્રીએ કચ્છી ભાષામાં ખબર અંતર પૂછી તેમની સંવેદના પ્રગટ કરી હતી. બહેને જયારે તેમનો આભાર માન્યો ત્યારે મુખ્યમંત્રીએ કહયું કે, ‘‘તમે બધા ગુજરાતની શાન છો. તમારે આભાર ના માનવાનો હોય હવે તબિયત સાચવશો અને ઘરમાં પણ બધાની તબિયત જાળવજો હું લખપત આવીશ તો મળીશ તમને.’’ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં તબીબ ડો.દીપ ઠકકરના મોબાઇલ પર મુખ્યમંત્રીએ રહીમાબેન સાથે વાત કરી તેમજ…

Read More

રાજકોટ શહેર વોર્ડનં.૧૮માં ભાજપ યુવા મોરચાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ ૧૦,૦૦૦ થી વધુ માસ્કનું વિતરણ કર્યું

રાજકોટ, રાજકોટ શહેર તા.૨૮.૪.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણીના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર યુવા ભાજપ પ્રમુખ, ડો.પ્રદીપ ડવ, મહામંત્રી પરેશ પીપળીયા, પૃથ્વીરાજસિંહ વાળા આગેવાની હેઠળ રાજકોટ શહેરના વોર્ડનં.૧૮ માં યુવા મોરચાના હોદેદારો તથા કાર્યકર્તાઓ દ્વારા અંદાજે ૧૦.૦૦૦ થી વધુ માસ્કનું વિતરણ કરાયેલ આ તકે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, ડે.મેયર.અશ્વિનભાઈ મોલિયા, શાસકપક્ષ નેતા દલસુખભાઈ જાગણી સહિત ના ઉપસ્થિત રહી રાજકોટ શહેરના પ્રજાજનોને માસ્ક વિતરણ કરાયું હતું. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Read More