ના પ્રથમ કોરોના સંક્રમિત દર્દીએ કોરોનાને આપી મ્હાત, મુખ્યમંત્રી એ કચ્છીમાં દર્દીના ખંબર અંતરની પૃચ્છા કરી તબિયત સાચવવા કહયું.

કચ્છ,

‘‘ ‘હાણે આજી તબિયતજી ખ્યાલ રખજા’’ આ સંવેદનાસભર ખબર અંતરના શબ્દો છે, રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના આજરોજ કચ્છ-ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાંથી કોરોના વાયરસ કોવીડ-૧૯ના પ્રથમ સંક્રમિત દર્દી આશાલડી ગામના રહીમાબાઇની મોબાઇલ દ્વારા મુખ્યમંત્રીએ કચ્છી ભાષામાં ખબર અંતર પૂછી તેમની સંવેદના પ્રગટ કરી હતી. બહેને જયારે તેમનો આભાર માન્યો ત્યારે મુખ્યમંત્રીએ કહયું કે, ‘‘તમે બધા ગુજરાતની શાન છો. તમારે આભાર ના માનવાનો હોય હવે તબિયત સાચવશો અને ઘરમાં પણ બધાની તબિયત જાળવજો હું લખપત આવીશ તો મળીશ તમને.’’ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં તબીબ ડો.દીપ ઠકકરના મોબાઇલ પર મુખ્યમંત્રીએ રહીમાબેન સાથે વાત કરી તેમજ સમગ્ર સ્ટાફને ઘન્યવાદ આપ્યા હતા.

આ સમયે જિલ્લા કલેકટર પ્રવિણા ડી.કે., અધિક નિવાસી કલેકટર કુલદીપસિંહ ઝાલા, જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશી, ભુજ પ્રાંત અધિકારી મનીષ ગુરવાણી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પ્રેમકુમાર કન્નર, સીવીલ સર્જન ડો.કશ્પય બુચ, એડીશનલ મેડીકલ સુપ્રિ.ડો.નરેન્દ્ર હિરાણી તેમજ અગ્રણી દિલીપભાઇ ત્રિવેદી તેમજ સ્ટાફ અને રહીમાબેનના પતિ પણ હાજર રહયા હતા. રહીમાબેનના પતિએ હોસ્પિટલની વ્યવસ્થા, સ્ટાફની સેવા અને રાજય સરકારનો ગદ ગદ થઇ આ તકે આભાર માન્યો હતો. કચ્છની જી.કે.જનરલ હોસ્પિટલમાંથી કોરોના વાયરસ કોવીડ-૧૯ના પ્રથમ સંક્રમિત દર્દી ૫૯ વર્ષના રહીમાબાઇ ઇબ્રાહિમ જતને કોરોનામુકત થતા આજે હર્ષભેર અભિવાદન સાથે હોસ્પિટલ સ્ટાફે વિદાય આપી હતી. કચ્છના લખપત તાલુકાના આશાલડી ગામના આ મહિલા પોતાના પતિ સાથે ૨૨/૨/૨૦૨૦ના રોજ ઉમરાહ પઢવા માટે મક્કા મદીના ગયેલા અને તા.૧૫/૩/૨૦૨૦ના રોજ ઘરે પરત ફર્યા હતા.

રિપોર્ટર : રામજી સોધરા, કચ્છ

Related posts

Leave a Comment