રાજકોટ ખાતે મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે ખાતમુહૂર્ત- લોકાર્પણ

હિન્દ ન્યુઝ, રાજકોટ

        ગુજરાત રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા તેમજ મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે રાજકોટના પાળ ગામ ખાતે મવડી-પાળ બ્રિજ તથા બોક્સ કલ્વર્ટ રાજપરા-ભાડુઇ-સર રોડના કુલ રૂા. ૯.૮૮ કરોડના કામો તથા તાલુકા પંચાયત, લોધીકા હસ્તકના વિવિધ વિકાસના કુલ રૂા. ૮૦.૨૯ લાખના કામોનું ખાતમુહૂર્ત- લોકાર્પણ અને મફત ઘરથાળના ૧૦૦ ચો.વારના પ્લોટના સનદ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પાળ- રાવકી- માખાવડ ખાતેના ૫૯ પરિવારોને સનદ વિતરિત કરવામાં આવી હતી.

Related posts

Leave a Comment