હિન્દન્યુઝ, વલસાડ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી દર વર્ષે 5 મી જૂને કરવામાં આવે છે. જેમાં આ વર્ષે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત લાવવાના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો છે. ગામે ગામ “સિગલ-યુઝ પ્લાસ્ટિકને ના” કહેવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી રહી છે. ગ્રામ પંચાયતોમાં સિંગલ યુઝ પ્લાસ્ટીકનો ઉપયોગ બંધ કરવાનો ઠરાવ પસાર કરવામાં આવી રહ્યા છે. આ સંદર્ભે આજે બુધવારે વલસાડ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોતે વલસાડ તાલુકાના મગોદ અને મગોદ ડુંગરી ગામની મુલાકાત લીધી હતી. તલાટીકમમંત્રી/વહીવટદારને વિશ્વ પર્યાવરણ દિવસ કેમ્પેઇન 2025 અંતર્ગત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ નહિવત કરવા સૂચના આપી હતી. સાથે…
Read MoreDay: May 28, 2025
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત વલસાડ જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન
હિન્દ ન્યુઝ, વલસાડ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત વલસાડ જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ, અતુલ ફાઉન્ડેશન અને SBI ફાઉન્ડેશન દ્વારા Waste No more અને #beatplasticpollution જેવા પ્રોજેક્ટ ગ્રામીણ કક્ષાએ ચાલુ કરવામાં આવ્યા છે. જેમાં ઘરે ઘરે જઈને લોકોને માર્ગદર્શન આપવામાં આવી રહ્યુ છે. (૧) કચરાને સળગાવવાથી અને ગમે ત્યાં ફેંકવાથી પર્યાવરણ તેમજ શારીરિક નુકશાન, (૨) પ્લાસ્ટિકનો ઉપયોગ રોજિંદા જીવનમાંથી અટકાવવા અને (૩) કચરો સેગ્રિગેટ કરવા લાભ વિશે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અને અતુલ ફાઉન્ડેશનની ટીમ દ્વારા અલગ અલગ ગામોમાં IEC એક્ટિવિટી અને પ્લાસ્ટિક પોલ્યુશન ઘટાડવા માટે ઝુંબેશ ચાલુ…
Read Moreસરકાર માન્ય ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે હાલમાં ઓગસ્ટ- ૨૦૨૫,પ્રવેશસત્રની પ્રવેશ કાર્યવાહી શરૂ
હિન્દ ન્યુઝ, વાપી વાપીના વટાર ખાતે જેટકો સબ સ્ટેશનની સામે વાપી પબ્લિક સ્કૂલ નજીક આવેલી સરકાર માન્ય ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે હાલમાં ઓગસ્ટ- ૨૦૨૫,પ્રવેશસત્રની પ્રવેશ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જે આગામી તા. ૩૦/૦૬/૨૦૨૫ સુધી ચાલુ રહેશે. સંસ્થા ખાતે એઓસીપી, ઈલેક્ટ્રીશિયન, વેલ્ડર, વાયરમેન, ફીટર, કોમ્પ્યુટર ગ્રુપ, સ્યુઇંગ ટેકનોલોજી, જેવા વ્યવસાયોમાં પ્રવેશ મેળવવા ધો.૮, ૯, ૧૦ પાસ/નાપાસ ઇચ્છુક ઉમેદવારોએ તાત્કાલિક વાપીના વટાર ખાતે આઈ.ટી.આઈનો સંપર્ક કરવા આચાર્યાશ્રીએ અખબારી યાદીમાં જણાવ્યું છે. વધુ વિગત માટે ફોન નં:૦૨૬૦-૨૪૩૩૩૦૦ અને મો.નં. ૯૯૦૯૫૦૨૨૬૦ પર સંપર્ક કરાવો.
Read Moreવલસાડના લીલાપોર ખાતે નાના પુલ પાસે ઔરંગા રોડ પર સ્થિત ઔદ્યોગિક તાલીમ સંસ્થા (મ) ખાતે આઇ.ટી.આઇ પ્રવેશ ફોર્મ ભરવાની કામગીરી શરૂ
હિન્દ ન્યુઝ, વલસાડ વલસાડના લીલાપોર ખાતે નાના પુલ પાસે ઔરંગા રોડ પર સ્થિત ઔદ્યોગિક તાલીમ સંસ્થા (મ) ખાતે પ્રવેશ સત્ર ઓગસ્ટ -૨૦૨૫ અન્વયે આઇ.ટી.આઇ.માં ચાલતા વિવિધ વ્યવસાયોમાં પ્રથમ તબક્કાના બેઠકો પર પ્રવેશ ફોર્મ ભરવાની કામગીરી ચાલુ થઇ ગઇ છે. જેથી પ્રવેશાચ્છુક ઉમેદવારો વેબસાઇટ https://itiadmission.gujarat.gov.in પર જઇ ફોર્મ ભરી શકશે. વિના મુલ્યે ફોર્મ ભરવા માંગતા ઉમેદવારોને વલસાડ ITIની મુલાકાત લેવા તથા ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરવાની, ચોઇસ ફિલિંગ કરવાની તથા પ્રવેશ ફોર્મમાં હેલ્પ સેન્ટર ખાતેથી સુધારા- વધારા કરવાની છેલ્લી તારીખ આગામી તા. ૩૦/૦૬/૨૦૨૫ રહેશે એવુ આચાર્યશ્રી ઔદ્યોગિક તાલીમ સંસ્થા, વલસાડ…
Read More🚨 રાજકોટમાં નાગરિક સંરક્ષણ કવાયત (સિવિલ ડિફેન્સ મૉકડ્રિલ) ૨૯ મેના રોજ યોજાશે 🚨
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજ્ય સરકારની સૂચના અનુસાર શહેરના માધાપર વિસ્તારમાં ૨૯ મે, ગુરુવારના સાંજે નાગરિકોની સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી માટે એક મહત્ત્વપૂર્ણ મૉકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે. 👉 રાજકોટ કલેક્ટર પ્રભવ જોષીએ જણાવ્યું કે, દેશની પશ્ચિમી સરહદોને સુરક્ષિત રાખવા માટે ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા તમામ વિસ્તારોમાં “ઓપરેશન શિલ્ડ” હેઠળ નાગરિક સંરક્ષણ કવાયત હાથ ધરાઈ રહી છે. 📍 સ્થળ: માધાપર વિસ્તાર (ઉત્તર – રેલવે ટ્રેક, દક્ષિણ – રાજકોટ-જામનગર હાઇવે, પૂર્વ – રાજકોટ-મોરબી બાયપાસ, પશ્ચિમ – નાગેશ્વર રોડ) ⏰ સમય: રાત્રે ૮:૩૦ વાગ્યે સાઈરન વગાડવામાં આવશે. 🚨 આ મૉક…
Read More૨૯ મે ના રોજ વ્યારા નગરપાલિકા વિસ્તારમાં “ઓપરેશન શીલ્ડ” અંતર્ગત સ્વૈચ્છિક બ્લેકઆઉટ થવાનો અનુરોધ
હિન્દ ન્યુઝ, તાપી તાપી જિલ્લાની વ્યારા નગરપાલિકા વિસ્તારમાં ૨૯ મે, ૨૦૨૫ના રોજ રાત્રે ૮ થી ૮.૧૫ વાગ્યા સુધી એટલે કે, ૧૫ મિનિટ સુધી “ઓપરેશન શીલ્ડ” અંતર્ગત સ્વૈચ્છિક બ્લેકઆઉટ થવા તથા વ્યારા ઝંડા ચોક અને ઉકાઈ ડેમ હાઈડ્રો પાવર પ્લાન્ટ ખાતે સાંજે 5 કલાકે મોક ડ્રિલનું આયોજન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા સિવિલ ડિફેન્સ નિયમો, ૧૯૬૮ની કલમ ૧૯ અંતર્ગત દેશની પશ્ચિમ સરહદે આવેલા તમામ જિલ્લાઓમાં “ઓપરેશન શીલ્ડ” નામની દ્વિતીય સિવિલ ડિફેન્સ એક્સસાઇઝ યોજાઇ રહી છે. જેના ભાગરૂપે, તાપી જિલ્લા વહીવટ તંત્ર…
Read Moreતાપી જિલ્લામાં આરોગ્ય સેવાઓની સમીક્ષા માટે ગવર્નિંગ બોડી કમિટીની બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, તાપી જિલ્લાની આરોગ્ય કામગીરી, માતા-બાળ સંભાળ અને રસીકરણ વિષયક યોજનાઓની સમીક્ષા કરાઇ કલેક્ટરએ સગર્ભા સ્ત્રીઓની સંપૂર્ણ નોંધણી સુનિશ્ચિત કરવા સૂચના આપી તાપી જિલ્લામાં આરોગ્ય ક્ષેત્રે કાર્યરત વિવિધ યોજનાઓ અને આરોગ્ય સેવાઓની અસરકારક અમલવારી માટે કલેક્ટર ડૉ. વિપિન ગર્ગની અધ્યક્ષતા તથા જિલ્લા વિકાસ અધિકારી રામનિવાસ બુગાલિયાની પ્રેરક ઉપસ્થિતમાં ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી તાપીની ગવર્નિંગ બોડી કમિટીની બેઠક મળી હતી.
Read Moreવ્યારા ખાતે ૩૧ મે ના રોજ યોજાનાર સાયક્લોથોનના આયોજન અંગે કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, તાપી તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારામાં આવેલ સયાજી ગ્રાઉન્ડ ખાતે આગામી ૩૧મી મે, ૨૦૨૫ ના રોજ સવારે ૫:૩૦ કલાકે સાયક્લોથોનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેના આયોજન અંગે કલેક્ટર ડૉ. વિપિન ગર્ગની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક મળી હતી. બેઠકમાં કલેક્ટરએ પ્લાસ્ટિક પ્રદૂષણ અટકાવવા અને પર્યાવરણ જાળવવાની અગત્યતા ઉપર ભાર મૂકી, વધુમાં વધુ નાગરિકો સહિત સરકારી વિભાગોને સાયક્લોથોનમાં સહભાગી થવા અપીલ કરી હતી. આ બેઠકમાં વિવિધ આયોજન તેમજ સુવ્યવસ્થા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં આરોગ્ય, નાસ્તા-પાણી સહિત એનર્જી ડ્રિંકની સુવિધા, સાયક્લોથોનના રૂટ પર ટ્રાફિક નિયંત્રણ, કાયદો અને…
Read Moreઆવતીકાલ તા.29 મેના રોજ જામનગરમાં ફરી એક વાર સિવિલ ડિફેન્સની ‘ઓપરેશન શિલ્ડ’ મોકડ્રીલ યોજાશે
હિન્દ ન્યુઝ, જામનગર ઓપરેશન સિંદૂરની સફળતા બાદ આગોતરી તૈયારીના ભાગરૂપે એરફોર્સ સ્ટેશન ખાતે સાંજે 5.00 કલાકે મોકડ્રીલનું આયોજન સમગ્ર જિલામાં રાત્રે 8.00 થી 8.30 કલાક દરમિયાન તંત્ર દ્વારા બ્લેકઆઉટ કરાશે જેમાં નાગરિકોને સહયોગ આપવા કલેક્ટર કેતન ઠક્કર દ્વારા કરાઈ અપીલ
Read Moreજિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે બાલાચડી ગ્રામ પંચાયતની મુલાકાત લઈ પંચાયત રેકર્ડની ચકાસણી કરી
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે બાલાચડી ગ્રામ પંચાયતની મુલાકાત લઈ પંચાયત રેકર્ડની ચકાસણી કરી હતી. મુલાકાત દરમિયાન કલેક્ટરશ્રીએ ગ્રામજનોના પ્રશ્નો અને રજૂઆતો સાંભળ્યા હતા તેમજ ગ્રામ પંચાયતના કાર્યભારની સમીક્ષા કરી હતી. મુલાકાત દરમિયાન કલેક્ટરએ ગ્રામજનો સાથે સીધો સંવાદ કર્યો હતો અને તેમના રોજગારી, રોડ રસ્તા, તળાવ સહિતના વિવિધ પ્રશ્નો અને રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળ્યા હતા. અને ગ્રામજનોને ખાતરી આપી હતી કે આ પ્રશ્નોના નિરાકરણ માટે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત, કલેક્ટરએ ગ્રામ પંચાયતના રેકર્ડની પણ ઝીણવટભરી ચકાસણી કરી હતી. જેમાં e-kyc, આયુષ્માન કાર્ડ, પ્રાથમિક…
Read More