હિન્દન્યુઝ, વલસાડ
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી દર વર્ષે 5 મી જૂને કરવામાં આવે છે. જેમાં આ વર્ષે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત લાવવાના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો છે. ગામે ગામ “સિગલ-યુઝ પ્લાસ્ટિકને ના” કહેવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી રહી છે. ગ્રામ પંચાયતોમાં સિંગલ યુઝ પ્લાસ્ટીકનો ઉપયોગ બંધ કરવાનો ઠરાવ પસાર કરવામાં આવી રહ્યા છે. આ સંદર્ભે આજે બુધવારે વલસાડ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોતે વલસાડ તાલુકાના મગોદ અને મગોદ ડુંગરી ગામની મુલાકાત લીધી હતી. તલાટીકમમંત્રી/વહીવટદારને વિશ્વ પર્યાવરણ દિવસ કેમ્પેઇન 2025 અંતર્ગત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ નહિવત કરવા સૂચના આપી હતી. સાથે દૈનિક ધોરણે જાહેર રસ્તાઓની ગ્રામ્ય વિસ્તારની શેરીઓની આજુબાજુ સાફ સફાઈ માટે વ્હીકલનો ઉપયોગ કરવા વિગતવાર માહિતી આપી હતી.
