હિન્દ ન્યુઝ, વલસાડ
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત વલસાડ જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ, અતુલ ફાઉન્ડેશન અને SBI ફાઉન્ડેશન દ્વારા Waste No more અને #beatplasticpollution જેવા પ્રોજેક્ટ ગ્રામીણ કક્ષાએ ચાલુ કરવામાં આવ્યા છે. જેમાં ઘરે ઘરે જઈને લોકોને માર્ગદર્શન આપવામાં આવી રહ્યુ છે. (૧) કચરાને સળગાવવાથી અને ગમે ત્યાં ફેંકવાથી પર્યાવરણ તેમજ શારીરિક નુકશાન, (૨) પ્લાસ્ટિકનો ઉપયોગ રોજિંદા જીવનમાંથી અટકાવવા અને (૩) કચરો સેગ્રિગેટ કરવા લાભ વિશે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અને અતુલ ફાઉન્ડેશનની ટીમ દ્વારા અલગ અલગ ગામોમાં IEC એક્ટિવિટી અને પ્લાસ્ટિક પોલ્યુશન ઘટાડવા માટે ઝુંબેશ ચાલુ કરવામાં આવી છે. જેમાં રોડ રસ્તાની સફાઈ, ડોર ટુ ડોર કલેક્શન, શેડ ઉપર દરેક કચરાનું સેગ્રિગેશન અને કચરાના રિસાઈકલની વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે.
