હિન્દ ન્યુઝ, વાપી
વાપીના વટાર ખાતે જેટકો સબ સ્ટેશનની સામે વાપી પબ્લિક સ્કૂલ નજીક આવેલી સરકાર માન્ય ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે હાલમાં ઓગસ્ટ- ૨૦૨૫,પ્રવેશસત્રની પ્રવેશ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જે આગામી તા. ૩૦/૦૬/૨૦૨૫ સુધી ચાલુ રહેશે. સંસ્થા ખાતે એઓસીપી, ઈલેક્ટ્રીશિયન, વેલ્ડર, વાયરમેન, ફીટર, કોમ્પ્યુટર ગ્રુપ, સ્યુઇંગ ટેકનોલોજી, જેવા વ્યવસાયોમાં પ્રવેશ મેળવવા ધો.૮, ૯, ૧૦ પાસ/નાપાસ ઇચ્છુક ઉમેદવારોએ તાત્કાલિક વાપીના વટાર ખાતે આઈ.ટી.આઈનો સંપર્ક કરવા આચાર્યાશ્રીએ અખબારી યાદીમાં જણાવ્યું છે. વધુ વિગત માટે ફોન નં:૦૨૬૦-૨૪૩૩૩૦૦ અને મો.નં. ૯૯૦૯૫૦૨૨૬૦ પર સંપર્ક કરાવો.
