હિન્દ ન્યુઝ, વલસાડ
વલસાડના લીલાપોર ખાતે નાના પુલ પાસે ઔરંગા રોડ પર સ્થિત ઔદ્યોગિક તાલીમ સંસ્થા (મ) ખાતે પ્રવેશ સત્ર ઓગસ્ટ -૨૦૨૫ અન્વયે આઇ.ટી.આઇ.માં ચાલતા વિવિધ વ્યવસાયોમાં પ્રથમ તબક્કાના બેઠકો પર પ્રવેશ ફોર્મ ભરવાની કામગીરી ચાલુ થઇ ગઇ છે. જેથી પ્રવેશાચ્છુક ઉમેદવારો વેબસાઇટ https://itiadmission.gujarat.gov.in પર જઇ ફોર્મ ભરી શકશે. વિના મુલ્યે ફોર્મ ભરવા માંગતા ઉમેદવારોને વલસાડ ITIની મુલાકાત લેવા તથા ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરવાની, ચોઇસ ફિલિંગ કરવાની તથા પ્રવેશ ફોર્મમાં હેલ્પ સેન્ટર ખાતેથી સુધારા- વધારા કરવાની છેલ્લી તારીખ આગામી તા. ૩૦/૦૬/૨૦૨૫ રહેશે એવુ આચાર્યશ્રી ઔદ્યોગિક તાલીમ સંસ્થા, વલસાડ દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.

