૨૯ મે ના રોજ વ્યારા નગરપાલિકા વિસ્તારમાં “ઓપરેશન શીલ્ડ” અંતર્ગત સ્વૈચ્છિક બ્લેકઆઉટ થવાનો અનુરોધ

હિન્દ ન્યુઝ, તાપી

      તાપી જિલ્લાની વ્યારા નગરપાલિકા વિસ્તારમાં ૨૯ મે, ૨૦૨૫ના રોજ રાત્રે ૮ થી ૮.૧૫ વાગ્યા સુધી એટલે કે, ૧૫ મિનિટ સુધી “ઓપરેશન શીલ્ડ” અંતર્ગત સ્વૈચ્છિક બ્લેકઆઉટ થવા તથા વ્યારા ઝંડા ચોક અને ઉકાઈ ડેમ હાઈડ્રો પાવર પ્લાન્ટ ખાતે સાંજે 5 કલાકે મોક ડ્રિલનું આયોજન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે.

ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા સિવિલ ડિફેન્સ નિયમો, ૧૯૬૮ની કલમ ૧૯ અંતર્ગત દેશની પશ્ચિમ સરહદે આવેલા તમામ જિલ્લાઓમાં “ઓપરેશન શીલ્ડ” નામની દ્વિતીય સિવિલ ડિફેન્સ એક્સસાઇઝ યોજાઇ રહી છે.

જેના ભાગરૂપે, તાપી જિલ્લા વહીવટ તંત્ર દ્વારા તમામ નાગરિકો, સરકારી-અર્ધસરકારી કચેરીઓ, વેપારીઓ, તેમજ વિવિધ સંસ્થાઓને અનુરોધ કરવામાં આવે છે કે, ૨૯ મે, ૨૦૨૫ના રોજ રાતે ૮ વાગ્યે થી ૧૫ મિનિટ સુધી સ્વૈચ્છિક રીતે લાઈટો બંધ રાખી,બ્લેકઆઉટમાં સહભાગી થાય.

 આ સાથે એક્સસાઈઝના ભાગરૂપે સાંજે ૫ કલાકે વ્યારા ઝંડા ચોક અને ઉકાઈ ડેમ હાઈડ્રો પાવર પ્લાન્ટ ખાતે મોક ડ્રિલ (અભ્યાસ રિહર્સલ)નું આયોજન કરાયું છે. જેમાં વિવિધ પ્રકારની આપત્તિ વ્યવસ્થાપન કામગીરીનું પ્રેક્ટિકલ ટ્રેનિંગ આપવામાં આવશે.આ બને મોકડ્રીલ માં ૨૦ લોકોને રેસ્ક્યુ કરવામાં આવશે તેમજ ઇમેર્જેન્સીને ધ્યાને લઈ ૩૦ બૉટલ બ્લડની જોગવાઈ કરવામાં આવશે.

જિલ્લા વહીવટ તંત્ર તાપી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે કે, તમામ નાગરિકોનેઆ સિવિલ ડિફેન્સની રાષ્ટ્રીય લેવલની સીમાવર્તી સુરક્ષાની વ્યૂહરચનાના પ્રયાસમાં સહભાગી બની, પોતાની નાગરિક ફરજ બજાવે.

Related posts

Leave a Comment