હિન્દ ન્યુઝ, તાપી
જિલ્લાની આરોગ્ય કામગીરી, માતા-બાળ સંભાળ અને રસીકરણ વિષયક યોજનાઓની સમીક્ષા કરાઇ
કલેક્ટરએ સગર્ભા સ્ત્રીઓની સંપૂર્ણ નોંધણી સુનિશ્ચિત કરવા સૂચના આપી
તાપી જિલ્લામાં આરોગ્ય ક્ષેત્રે કાર્યરત વિવિધ યોજનાઓ અને આરોગ્ય સેવાઓની અસરકારક અમલવારી માટે કલેક્ટર ડૉ. વિપિન ગર્ગની અધ્યક્ષતા તથા જિલ્લા વિકાસ અધિકારી રામનિવાસ બુગાલિયાની પ્રેરક ઉપસ્થિતમાં ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી તાપીની ગવર્નિંગ બોડી કમિટીની બેઠક મળી હતી.
