વ્યારા ખાતે ૩૧ મે ના રોજ યોજાનાર સાયક્લોથોનના આયોજન અંગે કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, તાપી 

    તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારામાં આવેલ સયાજી ગ્રાઉન્ડ ખાતે આગામી ૩૧મી મે, ૨૦૨૫ ના રોજ સવારે ૫:૩૦ કલાકે સાયક્લોથોનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેના આયોજન અંગે કલેક્ટર ડૉ. વિપિન ગર્ગની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક મળી હતી.

બેઠકમાં કલેક્ટરએ પ્લાસ્ટિક પ્રદૂષણ અટકાવવા અને પર્યાવરણ જાળવવાની અગત્યતા ઉપર ભાર મૂકી, વધુમાં વધુ નાગરિકો સહિત સરકારી વિભાગોને સાયક્લોથોનમાં સહભાગી થવા અપીલ કરી હતી.

આ બેઠકમાં વિવિધ આયોજન તેમજ સુવ્યવસ્થા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં આરોગ્ય, નાસ્તા-પાણી સહિત એનર્જી ડ્રિંકની સુવિધા, સાયક્લોથોનના રૂટ પર ટ્રાફિક નિયંત્રણ, કાયદો અને વ્યવસ્થા જાળવવા, રુઠ નકકી કરવા તેમજ સમગ્ર કાર્યક્રમના પ્રચાર-પ્રસાર માટે બેનરો લગાવવાની કામગીરી સહિતની કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી.

આ સાયક્લોથોનમાં કોઈપણ નાગરિક ભાગ લઈ શકશે. સહભાગી થવા માટે https://forms.gle/G5yn6d1Sc6g5bmNy8 આ ઓનલાઈન લિંક પર રજીસ્ટ્રેશન કરવું રહેશે.

નોંધનિય છે કે, કાર્યક્રમના ભાગરૂપે સાયક્લોથોનના રૂઠ પર આવતા જનક સ્મારક હોસ્પિટલ ખાતે પ્લાસ્ટિક પ્રદૂષણ અટકાવવા અને પર્યાવરણ બચાવવાના સંકલ્પ સાથે સફાઇ અભિયાન હાથ ધરવામાં આવશે.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી રામનિવાસ બુગાલિયા, નિવાસી અધિક કલેકટર આર.આર.બોરડ, પ્રાંત અધિકારી સંદિપ ગાયકવાડ સહિત વિવિધ વિભાગના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment