હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ જિલ્લા ગાયત્રી પરિવાર ની જનરલ મીટીંગ દાહોદ શક્તિપીઠ ખાતે બોલાવવામાં આવી. જેમાં તાલુકા સંયોજકો પાસેથી ત્રિમાસિક રિપોર્ટ અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. ખાસ કરીને જ્યોતિ કળશનું આગમન થવાનું હોય તેની રૂપરેખા તૈયાર કરવા માટેની વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી તેમજ પરમ પૂજ્ય ગુરુદેવના સાત આંદોલન વિશે વિશેષ ચર્ચાઓ કરવામાં આવી હતી. આ મિટિંગમાં જિલ્લામાં સંયોજક ચંદાણા, ઉપઝોન સંયોજક રામજીભાઈ ગરાસીયા, જિલ્લા યુવા સંયોજક અમૃતભાઈ ગોપીચંદ ભુરીયા, તમામ તાલુકાના વરિષ્ઠ પરિજન ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર : ગોવિંદભાઈ પટેલ, દાહોદ
Read MoreDay: May 24, 2025
આણંદ સર્કિટ હાઉસ ખાતે જિલ્લા કલેક્ટર પ્રવિણ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રિ-મોન્સુન બેઠક યોજાઇ
હિન્દ ન્યુઝ, આણંદ આણંદ સર્કિટ હાઉસ ખાતે જિલ્લા કલેક્ટર પ્રવિણ ચૌધરીના અધ્યક્ષસ્થાને આણંદ જિલ્લામાં આગામી ચોમાસાની ઋતુમાં સંભવિત પૂર,વાવાઝોડું,ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા માટે પૂર્વ તૈયારીઓના ભાગરૂપે જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં વિવિધ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. કલેકટર પ્રવીણ ચૌધરીએ જણાવ્યું કે આણંદ જિલ્લામાં આગામી ચોમાસાની ઋતુને ધ્યાને લઈ દરેક જિલ્લા તેમજ તાલુકા મથકોએ ૨૪ કલાક કાર્યરત નિયંત્રણ કક્ષ શરૂ કરવામાં આવશે.આ ઉપરાંત અન્ય વિભાગો દ્વારા પણ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવશે. સંભવિત પૂર અસરગ્રસ્ત ગામડાઓમાં સસ્તા અનાજનો પુરવઠો આગોતરા પહોચાડવામાં આવશે. કલેકટરએ…
Read Moreઆણંદ જિલ્લામાં વિશ્વ પર્યાવરણ દિવસ અંતર્ગત ૫ મી જુન સુધી જનજાગૃતિ પખવાડિયાની ઉજવણી
હિન્દ ન્યુઝ, આણંદ વિશ્વ પર્યાવરણ પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે ભારત સરકાર દ્વારા પર્યાવરણની જાળવણી સાથે સમગ્ર દેશ પ્રદુષણ મુક્ત બને તે માટે લોકોમાં જાગૃતિ આવે તેવા શુભ આશય સાથે પર્યાવરણ દિવસ-૨૦૨૫ નિમિત્તે ENDING PLASTIC POLLUTION ની થીમ પર ખાસ ઝુંબેશ ચલાવી, તા.૨૨ મે થી ૦૫ મી જૂન સુધી સમગ્ર આણંદ જિલ્લાને પ્લાસ્ટિક ફ્રી બનાવવા, આણંદ જીલ્લાના તમામ ગામોમાં પ્લાસ્ટિક મુક્ત ગામ બનાવવાના નિર્ધાર સાથે પ્લાસ્ટીક ની કોથળીઓ ની જગ્યા એ કાપડ તેમજ કાગળ ની થેલી વાપરવા અને બની સકે ત્યાં સુધી ઘરેથી જ કાપડની થેલીનો ઉપયોગ કરે તે માટે…
Read Moreઆણંદ જિલ્લામાં તાલુકા મથકે, ગ્રામ્ય વિસ્તારમાં પર્યાવરણ પખવાડિયા નિમિત્તે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું
પર્યાવરણ પખવાડિયું હિન્દ ન્યુઝ, આણંદ આણંદ જિલ્લામા ઉમરેઠ, બોરસદ તથા પેટલાદ તાલુકાના વિવિધ ગામોમાં પર્યાવરણ પખવાડિયાની ઉજવણી નિમિત્તે ગ્રામ્ય વિસ્તારોમાં પ્લાસ્ટિકના કચરાની સાફ સફાઈ કરવામાં આવી હતી. તદુપરાંત, પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા માટે પોસ્ટરો તથા ભિંત ચિત્રો થકી ગામવાસીઓને સમજ આપવામાં આવી હતી. આ તમામ ગામોમાં સાફસફાઈ કરીને પ્લાસ્ટિકમુકત કરવામાં આવ્યા હતા. સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા માટે પણ ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામજનોને જાગૃત કરાયા હતા.
Read Moreતાવ, ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ, થાક, સ્નાયુઓમાં દુખાવો, માથાનો દુખાવો, ગળામાં દુખાવો, સ્વાદ અથવા ગંધ ગુમાવવી, નાક બંધ થવું, ઉલટી થતી હોયતો તાત્કાલિક તબીબી સલાહ લેવા અનુરોધ
કોવિડ-૧૯ અન્વયે લેવાની થતી તકેદારીઓ હિન્દ ન્યુઝ, આણંદ કોવિડ-૧૯ અન્વયે લેવાની થતી તકેદારીઓ માં નિયમિતપણે હાથ ધોવા, ઓછામાં ઓછા ૨૦ સેકન્ડ સુધી સાબુ અને પાણીથી હાથ ધોવા, ખાસ કરીને ઉધરસ ખાધા, છીંક ખાધા, કે નાક સાફ કર્યા પછી, જો સાબુ અને પાણી ઉપલબ્ધ ન હોય, તો આલ્કોહોલ-આધારિત હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરવો. કોમર્બીડ વ્યક્તિઓ : જેમને ગંભીર બિમારી જેવી કે, હૃદય, કિડની, કેન્સર, ડાયાબીટીસ, હાયપર ટેન્શન હોય તેઓએ કામ સિવાય ભીડભાડ વાળી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ અને બને ત્યાં સુધી ઘરમાંજ રહેવું જોઈએ. ચહેરો સ્પર્શ કરવાનું ટાળો: ધોયા વગરના…
Read Moreઆણંદ કૃષિ યુનિવર્સિટીમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રવિવારે પ્રાકૃતિક કૃષિ રીફ્રેશર તાલીમ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે
હિન્દ ન્યુઝ, આણંદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તા. ૨૫ મે, રવિવારના રોજ સવારે ૯.૦૦ કલાકે આણંદ કૃષિ યુનિવર્સિટીના બી.એ.સી.એ. ઓડિટોરિયમ હોલમાં આત્મા અને આણંદ કૃષિ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે યોજાનાર પ્રાકૃતિક કૃષિ રીફ્રેશર તાલીમ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ પ્રાકૃતિક કૃષિ રીફ્રેશર તાલીમ કાર્યક્રમમાં અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર અને બોટાદ સહિત પાંચ જિલ્લાના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, તાલુકા બાગાયત અધિકારી, કર્મીઓ અને આણંદ જિલ્લાની કૃષિ સખી, કોમ્યુનિટી રિસોર્સ પર્સન સહિત એક હજાર જેટલા અધિકારી – કર્મચારીઓ
Read Moreપ્રાકૃતિક કૃષિની પધ્ધતીથી વાવેતર કરેલ ટામેટા થકી રૂપિયા ૨ લાખની આવક મેળવતા સોજીત્રાના મનોજભાઈ પરમાર
હિન્દ ન્યુઝ, આણંદ આણંદ જિલ્લો જે બાગાયત ખેતીમાં અગ્રેસર છે. એમાં સોજીત્રા ગામના પ્રગતિશીલ ખેડૂત મનોજભાઇ તુલસીભાઈ પરમાર કે જે છેલ્લા છ વર્ષ થી પ્રાકૃતિક ખેતી પધ્ધતી સાથે સંકળાયેલા છે. તેઓએ પ્રાકૃતિક કૃષિના વિવિધ આયામો જેવા કે જીવામૃત, ઘનજીવામૃત, બીજામૃતનો ઉપયોગ કરીને શાકભાજી પાકો જેવા કે ટામેટા, ફૂલાવર, કાકડી જેવા પાકોનું વાવેતર કરી રહ્યા છે. ચાલુ વર્ષે મનોજભાઈએ પ્રાકૃતિક કૃષિની પધ્ધતીથી પોતાની ૮ વીઘા જમીનમાં ટામેટાની ખેતી કરેલ હતી. આ વર્ષે તેઓને એક વીઘામાથી દસ ટન ટામેટાનું ઉત્પાદન મળેલ હતું.જેના થકી તેઓએ કુલ રૂપિયા ૨ લાખની આવક મેળવી હતી.…
Read Moreઆણંદ જિલ્લામાં આવેલ વિવિધ તાલુકા મથકે પર્યાવરણ પખવાડિયા નિમિત્તે પ્લાસ્ટિકના કચરાની સાફ-સફાઈ કરવામાં આવી
પર્યાવરણ પખવાડિયું હિન્દ ન્યુઝ, આણંદ આણંદ જિલ્લામાં આવેલ ઉમરેઠ,બોરસદ તથા પેટલાદ તાલુકાના વિવિધ ગામોમાં પર્યાવરણ પખવાડિયાની ઉજવણી નિમિત્તે ગ્રામ્ય વિસ્તારોમાં પ્લાસ્ટિકના કચરાની સાફ સફાઈ કરવામાં આવી હતી. તદુપરાંત, પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા માટે પોસ્ટરો તથા ભિંત ચિત્રો થકી ગામવાસીઓને સમજ આપવામાં આવી હતી. આ તમામ ગામોમાં સાફસફાઈ કરીને પ્લાસ્ટિકમુકત કરવામાં આવ્યા હતા. સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા માટે પણ ગ્રામ્ય વિસ્તારોમાં સમજૂત કરાયા
Read Moreધોરણ ૧૦/૧૨ની બોર્ડની પરીક્ષામાં ૧ થી ૩ ક્રમે ઉતિર્ણ થયેલ બાળકોને ઈનામ/પ્રશસ્તિ પત્રથી પ્રોત્સાહિત કરાશે
હિન્દ ન્યુઝ, આણંદ માર્ચ ૨૦૨૫માં લેવાયેલ ધોરણ ૧૦/૧૨ની બોર્ડની પરીક્ષામાં રાજ્યના સફાઈ કામદાર અને તેમનાં આશ્રિત બાળકોને ૧ થી ૩ ક્રમે ઉતિર્ણ થયેલ બાળકોને ઈનામ/પ્રશસ્તિ પત્રથી પ્રોત્સાહિત કરવાની યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. આ યોજનાનું અરજી ફોર્મ નિગમની વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in પર તા.૩૦ જુન ૨૦૨૫ સુધીમાં અરજદારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ યોજના હેઠળ ધોરણ ૧૦માં ઉતિર્ણ થયેલ પ્રથમ ક્રમે આવનાર વિદ્યાર્થીને રૂ.૪૧,૦૦૦, બીજા ક્રમે આવનાર વિદ્યાર્થીને રૂ.૨૧,૦૦૦અને ત્રીજા ક્રમે આવનાર વિદ્યાર્થીને રૂ.૧૧,૦૦૦ જેટલી રકમ અને પ્રશસ્તિ પત્ર તથા ધોરણ-૧૨માં ઉતિર્ણ થયેલ પ્રથમ ક્રમે આવનાર વિદ્યાર્થીને રૂ.૩૧,૦૦૦, બીજા ક્રમે આવનાર…
Read Moreટેકાના ભાવે ઘઉંની ખરીદીમાં રાજ્ય સરકાર આપશે બોનસ
હિન્દ ન્યુઝ, આણંદ ખેડૂતોને તેઓના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સરકાર દ્વારા ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ મારફતે રવિ માર્કેટિંગ સિઝન ૨૫-૨૬ અંતર્ગત લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવામાં આવી રહી છે. ભારત સરકાર દ્વારા ઘઉંની ખરીદી માટે ટેકાનો ભાવ રૂ.૨,૪૨૫ પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવેલ છે. તા. ૩૧/૦૫/૨૦૨૫ સુધી ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવામાં આવશે. આ ટેકાના ભાવ પર હવે રાજ્ય સરકાર દ્વારા ઘઉંના પ્રતિક ક્વિન્ટલે રૂ.૧૫૦ બોનસ આપવામાં આવશે, જેનો લાભ લેવા આણંદ જિલ્લાના ખેડૂત મિત્રોને જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા અનુરોધ કરાયો છે.
Read More