ચોમાસા દરમિયાન બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી વખતે ખેડૂતોએ રાખવાની થતી કાળજી અંગે માર્ગદર્શિકા

હિન્દ ન્યુઝ, જામનગર      રાજ્યના તમામ ખેડૂતોને ચોમાસુ સીઝન માટે જરૂરી બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી કરતી વખતે રાખવાની થતી કાળજી અંગે જામનગર નાયબ ખેતી નિયામક વિસ્તરણની યાદીમાં જણાવાયુ છે કે, બિયારણ વિશ્વાસુ પરવાનેદાર(લાઈસન્સ હોલ્ડર) પાસેથી સીલ બંધ પૈકીંગમાં જ ખરીદવાનો આગ્રહ રાખવો તેમજ સરકાર માન્ય તેમજ વૈજ્ઞાનીકો દ્વારા કરેલ ભલામણ મુજબના બિયારણ ખરીદવાનો આગ્રહ રાખવો અને બિયારણની ખરીદીનું પાકુ બિલ લેવું.  સરકાર માન્ય ન હોય તેવું બિયારણ પરવાનેદાર પાસેથી, અનાધિકૃત વિક્રેતાઓ પાસેથી અથવા તો સગાવાલા પાસેથી ખરીદી ન કરવી તથા વિતેલ મુદતવાળું બિયારણ ન ખરીદવું તેમજ બિયારણ બીજ…

Read More

ધો.૧૦ અને ધો.૧૨માં પ્રથમ ત્રણ ક્રમે ઉતીર્ણ થયેલા સફાઇ કામદારોના બાળકોને ઇનામ તથા પ્રશસ્તિ પત્રથી પ્રોત્સાહિત કરાશે

હિન્દ ન્યુઝ, જામનગર     ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા ધોરણ-૧૦ અને ધોરણ-૧૨માં વર્ષ ૨૦૨૫માં સમગ્ર રાજયના સફાઇ કામદારો અને સફાઇ કામદારના આશ્રિત બાળકોમાં ઉતીર્ણ થયેલાં બાળકોને ઇનામ અને પ્રશસ્તિપત્રથી પ્રોત્સાહિત કરવાની યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજના હેઠળ નીચે દર્શાવ્યા મુજબ ઇનામની રકમ અને પ્રશસ્તિ પત્ર ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ દ્વારા આપવામાં આવશે. ધોરણ – ૧૦ માં ઉત્તિર્ણ થયેલ પ્રથમ ક્રમે આવનાર વિદ્યાર્થીને રૂ.૪૧૦૦૦, બીજા ક્રમે આવનાર વિદ્યાર્થીને રૂ.૨૧૦૦૦, ત્રીજા ક્રમે આવનાર વિદ્યાર્થીને રૂ.૧૧૦૦૦ તથા ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ/સામાન્ય પ્રવાહમાં પ્રથમ ક્રમે આવનાર વિદ્યાર્થીને રૂ. ૩૧૦૦૦, બીજા ક્રમે…

Read More

સફાઈ કામદારો અને તેઓના આશ્રિતો ડૉ. આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજનાનો લાભ લેવા અરજી કરી શકશે

હિન્દ ન્યુઝ, જામનગર      સરકાર દ્વારા રાજયના સફાઇ કામદારો અને તેઓના આશ્રિતો માટે કે જેઓ ખુલ્લો પ્લોટ અથવા કાચું મકાન ધરાવતા હોય તેવા અરજદારોને પાકા આવાસ બનાવવા માટે ડૉ. આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના અમલમાં છે. આ યોજનાનો લાભ સફાઇ કામદારો અને તેઓના આશ્રિતોને મળવાપાત્ર છે. આ યોજના હેઠળ વ્યકિતગત રૂ.૧,૭૦,૦૦૦/-ની સહાય ચાર હપ્તામાં આપવાની જોગવાઇ છે. નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમ્યાન આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તેવા અરજદારોએ https://esamajkalvan.gujarat.gov.in પર ઓનલાઇન અરજી ફોર્મ ભરવાના રહેશે. ઓનલાઇન અરજી કરતા સમયે પોર્ટલ પર ઉપલબ્ધ માર્ગદર્શક સુચનાઓ મુજબ જરૂરી સાધનિક કાગળો અરજદારશ્રીઓએ…

Read More

કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને કાલાવડ ખાતે તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો 

હિન્દ ન્યુઝ, જામનગર      જામગર જીલ્લા કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને મામલતદાર કચેરી કાલાવડ ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કલેક્ટરએ અરજદારોને રૂબરૂ મળી તેઓના પ્રશ્નો સાંભળ્યા હતા અને તે પ્રશ્નોના નિરાકરણ અંગે જરૂરી ચર્ચા કરી લગત વિભાગોને યોગ્ય કાર્યવાહી કરવા સૂચનો આપ્યા હતા.  તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજદારોના ૯ પ્રશ્નો પૈકી ૮ પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ આવ્યું હતું. જે પ્રશ્નોમાં ભૂગર્ભ ગટરનો પ્રશ્ન, સ્મશાન બનાવવા માટે જગ્યાની ફાળવણી, જમીન માપણી, પાણીની પાઈપલાઈન નાખવા અંગે, પીએમ કિસાન યોજનાને લગત પ્રશ્નો અરજદારોએ રજૂ કર્યા હતા જે પ્રશ્નોનું…

Read More

ભાવનગરમાં પાનવાડી ખાતે તા.૨૩ મે ના રોજ ભરતી મેળો યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર       ભાવનગર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા તા.૨૩-૦૫-૨૦૨૫ને શુક્રવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે ડૉ. આંબેડકર ભવન, એસ.ટી.બસ સ્ટેશન પાસે, પાનવાડી ખાતે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખાનગીક્ષેત્રનાં અંદાજીત ૦૫ એકમ (કંપની)માં ધો.૧૦ પાસ /૧૨ પાસ /આઈ.ટી.આઈ /ડિપ્લોમા મેકેનિકલ /બી.ટેક / સ્નાતક તથા બી.ઈ.મિકેનિકલની લાયકાત ધરાવતા ઉમેદવારો માટે પ્લાન્ટ ઓપરેટર, મશીન ઓપરેટર, સી.એન.સી/વી.એમ.સી. ઓપરેટર, સેલ્સ ઓફિસર, ફ્લોર મેનેજર, પરચેઝ ઓફિસર, કેશિયર, સ્ટોક ઇન્ચાર્જ, હેલ્પર, કાઉન્સેલર વગેરે જેવી જગ્યાઓ ભરવાની છે. નિયત કરેલી શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુઓને ભરતીમેળામાં રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની ૫ (પાંચ)…

Read More

તા.૨૯મીએ ડિપ્લોમા ઇજનેરી અભ્યાસક્રમની ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા અંગે માર્ગદર્શન સેમિનારનું આયોજન

હિન્દ ન્યુઝ, સુરત     વર્તમાન વર્ષ ૨૦૨૫-૨૦૨૬ માટે ડિપ્લોમા ઇજનેરી અભ્યાસક્રમની પ્રવેશ પ્રક્રિયા સંપૂર્ણ ઓનલાઇન કરવામાં આવી છે. ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયાની માહિતી, તે અંગેના ક્રમિક પગલાં તથા ઉમેદવારો અને વાલીઓના પ્રવેશ પ્રક્રિયાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે કન્યાઓ માટેની સરકારી પોલીટેકનીક, સુરત ખાતેની પ્રવેશ સમિતિના અધિકારીઓ દ્વારા તા.૨૯/૫/૨૦૨૫ના રોજ સવારે ૧૧.૩૦ વાગે વિવેકાનંદ હૉલ, કન્યાઓ માટેની સરકારી પોલિટેકનિક, અઠવાગેટ, સુરત ખાતે સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં પ્રવેશ પ્રક્રિયાની સંપૂર્ણ માહિતી નિશુલ્ક પૂરી પાડવામાં આવશે. જેથી વિધાર્થીઓ અને વાલીઓએ મહત્તમ લાભ લેવા આચાર્ય અને નોડલ ઓફિસરની યાદીમાં જણાવાયું છે.

Read More

ઉમરપાડા તાલુકાના નસારપોર ગામના ખેડૂતની હળદરની સફળ ખેતી: હળદરના મૂલ્યવર્ધનથી લાખ્ખોની કમાણી

હિન્દ ન્યુઝ, સુરત ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ: નોકરીના બદલે ખેતીમાં રસ પડતા ખેતી અને પશુપાલનથી સમૃદ્ધ બન્યા ખેતીમાં આત્મનિર્ભર બની ત્રણેય દીકરીઓને બી.એડ, Bsc સુધીનો ઉચ્ચ અભ્યાસ કરાવી રહ્યો છું: ખેડૂત મનજીભાઈ ચૌધરી કેન્દ્ર સરકારે હળદરના તેની બનાવટોના વિકાસ અને માર્કેટિંગ માટે રાષ્ટ્રીય હળદર બોર્ડની રચના કરી છે        ઉમરપાડા તાલુકાના નસારપોર ગામના ખેડૂત મનજીભાઈ ચૌધરીએ પિતાની પરંપરાગત ખેતી અપનાવીને હળદરની ખેતીમાં સફળતા હાંસલ કરી છે. ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કરનાર મનજીભાઈને નોકરીના બદલે ખેતીમાં રસ પડતા ખેતી અને પશુપાલનથી સમૃદ્ધ બન્યા છે. તેઓ હળદરની ખેતી અને તેનું મૂલ્યવર્ધન કરી…

Read More

આદિજાતિના શિક્ષિત યુવક-યુવતિઓને પાયલોટ તાલીમ માટે રૂ.૨૫ લાખની મર્યાદામાં લોન મળે છે

હિન્દ ન્યુઝ, સુરત      રાજ્યના આદિજાતિના શિક્ષિત યુવક-યુવતિઓને પાયલોટ તાલીમ માટે રૂ.૨૫ લાખની મર્યાદામાં ૪ ટકાના દરે લોન આપવામાં આવે છે. આ યોજના હેઠળ આવક મર્યાદા ધ્યાનમાં લેવામાં આવતી નથી. આ યોજનામાં વિદ્યાર્થીની તાલીમ પૂર્ણ થયા બાદ છ માસ પછી લોનની રકમ કુલ ૬૦ હપ્તામાં ભરપાઈ કરવાની રહે છે. અરજદાર અનુસુચિત જનજાતિનો લાયક ઉમેદવાર હોવો જોઈએ. અરજદારે હાયર સેકન્ડરી સાયન્સ અથવા ઈન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ કે તેની સમકક્ષ પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. સંબંધિત કોમર્શિયલ પાયલોટ ઈન્સ્ટીટ્યુટમાં પ્રવેશ મેળવેલ હોવા જોઈએ.           આ પાયલોટ તાલીમ લોન…

Read More

બાગાયતી ખેતી કરતા ખેડુતોએ બાગાયતની ત્રણ યોજનાઓનો લાભ લેવાની તક

હિન્દ ન્યુઝ, સુરત      બાગાયતી પાકોની ખેતી કરતા ખેડુતોએ બાગાયત ખાતાની કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ, મિશન મધમાખી કાર્યક્રમ અને પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ (વજનકાંટા તથા પ્લાસ્ટિક ક્રેટસ) જેવી યોજનાઓનો લાભ મેળવવા માટે તા.૧૫/૬/૨૦૨૫ સુધીમાં વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in પર પોતાની અરજી કરી શકશે. આ માટે ૭/૧૨, ૮-અ, આધાર કાર્ડ અને બેંક વિગતો જેવા જરૂરી દસ્તાવેજો સાથે ઈ-ગ્રામ સેન્ટર અથવા બાગાયત કચેરી, ઓલપાડી મહોલ્લો, અઠવાલાઇન્સ, સુરત ખાતે અરજી કરી પ્રિન્ટ સાચવી રાખવી. વધુ વિગતો માટે ૦૨૬૧-૨૬૫૫૯૪૮ સંપર્ક સાધવા સુરત નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવાયું છે.

Read More

ગાંધીધામ આઈ.આઈ.ટી. દ્વારા નિઃશુલ્ક સમર સ્કિલ વર્કશોપનું આયોજન

હિન્દ ન્યુઝ, ભુજ      ગાંધીધામ ઔદ્યોગિક તાલીમ સંસ્થા દ્વારા શાળાના વિદ્યાર્થીઓ માટે તા.૦૨ જૂન થી ૧૩ જૂન દરમિયાન ૧૦ કલાકના નિઃશુલ્ક સમર સ્કિલ વર્કશોપનું ગાંધીધામ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ૮ ધોરણ પાસ કરેલા કોઈ પણ વિદ્યાર્થી રજીસ્ટ્રેશન કરાવી ભાગ લઈ શકે છે. આ વર્કશોપમાં ભાગ લેવાથી વિદ્યાર્થીઓને વિવિધ ટેકનિકલ અને નોન-ટેકનિકલ કૌશલ્યોનો પરિચય, કારકિર્દી માર્ગદર્શન, નવીનતમ ટેકનોલોજીની જાણકારી અને વેકેશનનો રચનાત્મક ઉપયોગ કેવી રીતે કરવો તેની માહિતી પુરી પાડવામાં આવશે. આ વર્કશોપમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત હાલ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. રસ ધરાવતા વિદ્યાર્થીઓ…

Read More