હિન્દ ન્યુઝ, ધોલેરા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનથી વર્લ્ડ કલાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે આકાર પામી રહેલા ધોલેરા SIR અને સ્માર્ટ સિટીના વિવિધ વિકાસ કામોનું આજે સ્થળ નિરીક્ષણ કર્યું હતું તેમજ વિવિધ પ્રોજેક્ટસની પ્રગતિની સમીક્ષા માટે રીવ્યુ બેઠક યોજીને તમામ કામગીરી સમયબદ્ધ અને ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ થાય તે માટે મહત્ત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું. મુખ્યમંત્રી સમક્ષની બેઠકમાં માળખાકીય સુવિધાના અગત્યના પ્રોજેક્ટસ અંગેની વિગતો આપતાં જણાવવામાં આવ્યું હતું કે, અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવેની 95% કામગીરી તથા 300 મેગાવૉટ સોલાર પાર્ક સહિત રોડ-અંડરગ્રાઉન્ડ સુવિધાઓ, પ્લગ એન્ડ પ્લે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલીટીઝ પૂર્ણ…
Read MoreDay: May 4, 2025
જિલ્લાના કેબલ ઓપરેટરોને પીજીવીસીએલ તથા બીએસએનએલ નેટવર્ક થાંભલાનો ઉપયોગ ન કરવા ફરમાન
હિન્દ ન્યુઝ, ભુજ કચ્છ જિલ્લામાં કેબલ ટી.વી.ઓપરેટરો દ્વારા કોઇપણ પ્રકારની મંજૂરી લીધા વગર પી.જી.વી.સી.એલ.ની વીજ કનેક્શન લાઇન નેટવર્ક તથા બી.એસ.એન.એલ.ના થાંભલાનો ઉપયોગ કરી પોતાના કેબલો ગેરકાયદેસર લંબાવીને ગ્રાહકોને ટી.વી.કેબલ/ઈન્ટરનેટ કનેકશન આપવામાં આવે છે. આ બાબત જાહેર જનતાના જાન-માલની સલામતી માટે અત્યંત જોખમી છે. ભૂતકાળમાં પણ આ કારણે ઘણા અકસ્માતના બનાવો બનેલા છે. જેમાં માનવ મૃત્યુના બનાવો પણ નોંધાયેલા છે. આમ જાહેર જનતાના જાન-માલની સલામતી માટે પી.જી.વી.સી.એલ. નેટવર્ક તથા બી.એસ.એન.એલ.ના થાંભલા પરથી ટીવી/ઈન્ટરનેટના કેબલ દૂર કરવા અત્યંત જરૂરી છે. કચ્છ જિલ્લા મેજિસ્ટ્રેટ આનંદ પટેલ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની…
Read Moreમુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રતિનિધિમંડળે ગાંધીનગર ખાતે મુલાકાત
હિન્દ ન્યુઝ, છત્તીસગઢ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની છત્તીસગઢ રાજ્યના કવર્ધા જિલ્લાતંત્રના અધિકારીઓ, પદાધિકારીઓ અને ગ્રામીણ ખેડૂતોના 26 સભ્યોના પ્રતિનિધિમંડળે ગાંધીનગર ખાતે મુલાકાત લીધી હતી. આ પ્રતિનિધિમંડળ છત્તીસગઢ રાજ્યમાં જિલ્લા સંકલિત ગ્રામીણ વિકાસ વ્યૂહરચના અંતર્ગત ગુજરાત મોડલ પર તેમના રાજ્યમાં ગ્રામીણ વિકાસમાં ઇનોવેશન અને અસરદાર યોજનાકીય અમલના વ્યાપ અને વિસ્તરણ માં ટેકનોલોજીના ઉપયોગ અંગેના અભ્યાસ નિરીક્ષણ માટે એક સપ્તાહની ગુજરાત મુલાકાતે આવેલું છે. મુખ્યમંત્રીએ આ મુલાકાત બેઠક દરમિયાન જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં ગુજરાત ટેકનોલોજી ડ્રિવન ગવર્નન્સ અને લોક કલ્યાણ અને વિકાસ યોજનાઓના અસરકારક તથા સેચ્યુરેશન લેવલના અમલથી…
Read Moreજિલ્લામાં ત્રાસવાદી અને અસામાજીક પ્રવૃતિ રોકવા હોટેલ માલિકોએ તકદારીનાં પગલાંનો અમલ કરવા કલેકટરનું જાહેરનામું જારી કરાયું
હિન્દ ન્યુઝ, ભુજ ગુપ્તચર સંસ્થાના અહેવાલો અને અમુક બનાવોના પગલે જિલ્લામાં ત્રાસવાદી અને અસામાજીક તત્વો આશરો મેળવી જાહેર સલામતી અને શાંતિનો ભંગ કરે કે માનવ જિંદગીની ખુવારી થાય અને લોકોની સંપતિને નુકશાન પહોંચાડવાની કોશિશ કરે તેમ છે. આવા તત્વો મહત્વના શહેરોમાં ગેસ્ટહાઉસ, હોટલ, લોજમાં રોકાણ કરતા હોય છે અને શહેરનો સર્વે કરી સ્થાનિક પરિસ્થિતિથી વાકેફ થઇ ત્રાસવાદી કે અસામાજીક પ્રવૃતિને અંજામ આપતા હોય છે. આવી પરિસ્થિતિના નિવારણ અને અંકુશ માટે રાષ્ટ્રીય સુરક્ષા અને જાહેર વ્યવસ્થા અને સલામતી માટે ભયજનક તત્વોને પકડવા કે તેમને લગતી માહિતી મેળવવા માટે તેમની…
Read Moreઔધોગિક એકમો/ઠેકેદારોએ મજૂરો માટે પાણી, વીજળી, રહેણાંક અને શૌચાલય તેમજ પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી પડશેઃ જાહેરનામું જારી કરાયું
હિન્દ ન્યુઝ, ભુજ રાજયમાં બાંધકામ હેઠળના ઈમારતમાં મહિલા મજૂરો ઉપર બળાત્કારના બનાવ બનેલા છે. જે ગુન્હાની તપાસ દરમ્યાન જાણવા મળેલ છે કે બળાત્કારના ભોગ બનનાર મહિલાઓ અને મજૂરોને સબંધિત મજુર ઠેકેદાર દ્વારા બાંધકામના સ્થળે પીવાના પાણી,વીજળી, શૌચાલય વિગેરે પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવતી નથી. જેથી આ પ્રકારના પ્રાથમિક સુવિધાથી વંચિત મહિલા મજૂરો અને તેમના નાબાલિક બાળકો બળાત્કારના ભોગ બને તેવી સંભાવના રહે છે. જિલ્લામાં ભૂકંપ પછી મોટી સંખ્યામાં ઔધોગિક એકમોના આગમનથી પરપ્રાંતિય શ્રમિકો મોટી સંખ્યામાં વસવાટ કરે છે. તેઓને પાણી, વીજળી, રહેણાંક અને શૌચાલયની પ્રાથમિક સુવિધાઓ કોન્ટ્રાકટરો તરફથી…
Read Moreસૈન્યના વસ્ત્રો કે અન્ય ચીજવસ્તુઓના બિનઅધિકૃત રીતે વેચાણ અને ઉપયોગ કરવા પર પ્રતિબંધ
હિન્દ ન્યુઝ, ભુજ જિલ્લામાં વિવિધ શહેરોમાં/ગામોમાં સૈન્ય તથા અન્ય સશસ્ત્ર દળોના ગણવેશ તથા તેની સામ્યતા ધરાવતા વસ્ત્રોનું વેચાણ તથા ઉપયોગ થતો હોય છે. આવા વસ્ત્રો ધારણ કરી અસામાજિક તત્વો દ્વારા દેશદ્રોહી/ગેરકાયદેસર પ્રવૃતિઓ માટે ઉપયોગ થવાનો સંભવ રહે છે. જેના કારણે રાષ્ટ્રીય સુરક્ષાને ગંભીર ખતરો ઉદભવી શકે છે. ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૧૬૮, ૨૦૪ અને ૨૦૫માં આ બાબતે જોગવાઇ કરવામાં આવેલી છે. આ બાબત સુરક્ષાના પરીપ્રેક્ષ્યમાં ઘણી ગંભીર પ્રકારની હોઇ, બજારમાં બિનઅધિકૃત રીતે વેચાતા અને ઉપયોગમાં લેવાતા સશસ્ત્ર દળોના ગણવેશ (પોશાક) તથા અન્ય ચીજવસ્તુઓ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. કચ્છ…
Read Moreખાનગી ટયુશન કલાસીસો સવારે ૮ કલાકથી સાંજે ૧૯ કલાક સુધી ચાલુ રાખી શકાશે, તે સિવાયના સમયમાં ટ્યુશન કલાસીસ ચલાવવા પર પ્રતિબંધ
હિન્દ ન્યુઝ, ભુજ કચ્છ જિલ્લામાં તાલુકા મથકો પર વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે અને આવી શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પૂરક અને વધુ તાલીમ માટે દરેક તાલુકા મથકો ઉપર વિવિધ ખાનગી ટ્યુશન કલાસીસ અસ્તિત્વમાં આવેલ છે. આ ટ્યુશન કલાસીસ રાત દિવસ ધમધમતા હોય છે. ઘણા ટ્યુશન કલાસમાં વિદ્યાર્થી- વિદ્યાર્થીનીઓ રાત્રિના સમયમાં કે વહેલી સવારે ટ્યુશન કલાસ ભરવા જતા હોવાનું ધ્યાને આવેલ છે. અને તે દરમિયાન ઘણી વિદ્યાર્થીનીઓ સાથે છેડતી કે બીજા કાયદો વ્યવસ્થાને લગતા પ્રશ્નો ઉપસ્થિત થતા હોવાનું ધ્યાને આવેલ છે. આ ઉપરાંત જિલ્લામાં…
Read MoreUPSC (IAS/IPS) તેમજ GPSCની પરીક્ષામાં સફળ થઈ ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસીસ તેમજ ગુજરાત જાહેર વહીવટી સેવામાં પસંદગી પામેલા પાટીદાર યુવાનોને સન્માનિત કર્યા
હિન્દ ન્યુઝ, અમદાવાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદ સ્થિત સરદારધામ ખાતે તાલીમ પ્રાપ્ત કરીને UPSC (IAS/IPS) તેમજ GPSCની પરીક્ષામાં સફળ થઈ ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસીસ તેમજ ગુજરાત જાહેર વહીવટી સેવામાં પસંદગી પામેલા પાટીદાર યુવાનોને સન્માનિત કર્યા હતા. મુખ્યમંત્રીએ આ અવસરે સરદારધામ સંસ્થાના દાતાશ્રીઓ તેમજ સંસ્થા દ્વારા આપવામાં આવતી સ્કોલરશીપના માધ્યમથી સફળતા પ્રાપ્ત કરેલ વિધાર્થીઓને પણ સન્માનિત કર્યા હતા. મુખ્યમંત્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં નવી ટેકનોલોજીની સાથે દરેક ક્ષેત્રમાં આત્મનિર્ભર બનીને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના મંત્રને સાર્થક કરવાનો છે. તેમણે યુવાઓના યોગદાન દ્વારા વિકસિત…
Read Moreસીમકાર્ડના ખરીદ વેચાણ ઉપર કાનૂની નિયંત્રણ- જાહેરનામું જારી કરાયું
હિન્દ ન્યુઝ, ભુજ રાજ્યમાં બનતા ગુનાઓમાં મોબાઈલ ફોન તેમજ ખોટા નામે લીધેલ સીમકાર્ડના ઉપયોગ થાય છે. મોબાઈલ ફોન નેટવર્ક ધરાવતી દરેક કંપનીઓ તરફથી સીમકાર્ડ વેંચવા કે ખરીદવા પર કોઈ ચોક્કસ પ્રકારની નીતિનું પાલન કરવામાં આવતું નથી. આ અંગે મોબાઈલ કંપનીને સોંપવાના થતા દસ્તાવેજોની પણ યોગ્ય ખરાઈ કરવામાં આવતી નથી. સ્થાનિક પોલિસ તરફથી અવાર નવાર મોબાઈલ સીમકાર્ડ વેચતા ડીલરો, ફેરીયાઓને ચેક કરવામાં આવતા તેઓ પાસે સીમકાર્ડ વેચાણ અંગેના કોઈ દસ્તાવેજી આધારો પોતા પાસે રાખતા નથી કે ક્યા દસ્તાવેજ ધારકને ક્યુ સીમકાર્ડ આપવામાં આવેલ છે તે અંગેની માહિતી તેઓ પાસે…
Read Moreબોર કુવા/ટયૂબ વેલનું બાંધકામ શરૂ કરતાં પહેલા જગ્યાના માલિકે સ્થાનિક સત્તામંડળ તથા પોલીસને ૧૫ દિવસ પહેલાં જાણ કરવાની રહેશે
હિન્દ ન્યુઝ, ભુજ કચ્છ કચ્છ જિલ્લા મેજિસ્ટ્રેટ આનંદ પટેલ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે ફરમાવેલ હુકમ મુજબ કચ્છ જિલ્લાની મહેસૂલી હદમાં બોર-કુવા બનાવવા પહેલાં તથા બનાવ્યા બાદ બોરવેલ/ટયૂબ વેલના માલિક/ઉપયોગ કર્તા/ડ્રીલીંગ એજન્સીએ બોર વેલ/ટયૂબ વેલનું બાંધકામ શરૂ કરતા પહેલા જગ્યાના માલિકે સત્તામંડળ તથા સ્થાનિક પોલીસને ૧૫ દિવસ પહેલા જાણ કરવાની રહેશે. તમામ સરકારી, અર્ધ સરકારી, પ્રાઇવેટ ડ્રીલીંગ એજન્સીએ સ્થાનિક સતામંડળ પાસે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. બોર વેલ/ ટયૂબ વેલનું બાંધકામ અથવા સમારકામ ચાલુ હોય ત્યારે એજન્સીની વિગતો સાથે સલામતી સૂચક સાઇનબોર્ડ લગાવવાનું રહેશે. બોર વેલ/ટયૂબ વેલના બાંધકામ…
Read More