હિન્દ ન્યુઝ, તાપી જુવેનાઈલ જસ્ટીસ્ટ બોર્ડની કચેરીની ફાળવણી જિલ્લા વહીવટી તંત્ર તાપી દ્વારા જિલ્લા સેવા સદન ખાતે કરવામાં આવી છે. આજ રોજ તા.૦૧ મે ગુજરાત સ્થાપના દિન નિમિતે આ કચેરી કાર્યરત કરતા ઉદ્ઘાટન સમારોહ આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબશ્રી, જુવેનાઇલ જસ્ટિસ બોર્ડના ચેરમેનશ્રી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, જિલ્લા બાળ કલ્યાણ સમિતિના સભ્ય, બાર એસોસિયેશનના પ્રમુખ તેમજ બાળ કલ્યાણ ક્ષેત્રે કાર્યરત અધિકારીઓ, કર્મચારીઓ તેમજ બાળકો અને વાલીઓ હાજર રહ્યા હતા. બાળકોના હિતને ધ્યાનમાં રાખી આ કચેરીની ફાળવણી થતા વધુ સક્ષમ રીતે…
Read MoreDay: May 1, 2025
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અમેરિકાના મુંબઈ ખાતેના કોન્સ્યુલ જનરલ માઈક હેન્કીએ ગાંધીનગરમાં સૌજન્ય મુલાકાત લીધી
હિન્દ ન્યુઝ, ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અમેરિકાના મુંબઈ ખાતેના કોન્સ્યુલ જનરલ માઈક હેન્કીએ ગાંધીનગરમાં સૌજન્ય મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી સાથેની આ મુલાકાતમાં તેમણે ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં વિવિધ ક્ષેત્રે અમેરિકાની સહભાગીતાનો ઉલ્લેખ કર્યો હતો. મુખ્યમંત્રીએ ગુજરાત ગ્રીન હાઈડ્રોજન અને ગ્રીન એમોનિયા ઉત્પાદન અને નિકાસમાં વૈશ્વિક કેન્દ્ર બનવાના ઉદ્દેશ્ય સાથે ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે તેની ભૂમિકા આપી હતી. આ ઉપરાંત તેમણે ફાર્મા, સેમિકન્ડક્ટર, રિન્યૂએબલ એનર્જી સહિતના વિવિધ ક્ષેત્રોમાં ગુજરાતમાં રહેલી સંભાવનાઓની પણ ચર્ચા કરી હતી. કોન્સ્યુલ જનરલ માઈકે પણ વાઈબ્રન્ટ ગુજરાત સમિટ-2024માં અમેરિકાની ભાગાદારી અને પરસ્પર સહયોગના મુદ્દે…
Read Moreસૌરાષ્ટ્ર યુનિવર્સિટીની લાઈબ્રેરીમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવા વિદ્યાર્થીઓના
હિન્દ ન્યુઝ, રાજકોટ “માહિતી નિયામકની કચેરી દ્વારા પ્રકાશિત થતાં વિવિધ પુસ્તિકાઓ અમને ખૂબ ઉપયોગી નીવડે છે.” આ શબ્દો છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની લાઈબ્રેરીમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવા વિદ્યાર્થીઓના માહિતી નિયામકની કચેરી દ્વારા ગુજરાત પાક્ષિક, રોજગાર સમાચાર, દીપોત્સવી અંક સહિત વિવિધ પ્રકીર્ણ પ્રકાશન પ્રકાશિત કરવામાં આવે છે. જે અંતર્ગત પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની લાઈબ્રેરીને ગુજરાત પાક્ષિક, લોક સંસ્કૃતિ અને કલા વૈભવ, વિકસિત ભારત વિકસિત ગુજરાત, આદિવાસી ઓળખ, વિકાસનું પંચામૃત, વન્યજીવન સહિત પુસ્તિકાઓ લાઇબ્રેરીને ભેટ કરવામાં આવી હતી. જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ખૂબ મદદરૂપ થશે.…
Read Moreડાંગ કલેક્ટર સુ શાલિની દુહાનના અધ્યક્ષ સ્થાને પ્રાકૃતિક ખેતી અંગેની સમીક્ષા બેઠક યોજાઇ
હિન્દ ન્યુઝ, ડાંગ ડાંગ કલેક્ટર સુ શાલિની દુહાનના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદન ખાતે પ્રાકૃતિક ખેતી અંગેની એક સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં કલેક્ટરએ પ્રાકૃતિક ખેતી કરતાં ખેડુતોની માહિતી મેળવી સરકાર દ્વારા આપવામાં આવેલ પ્રાકૃતિક ખેતી માટેના તાલીમ સહાય ખર્ચ, દેશી ગાય નિભાવ ખર્ચ, સંપૂર્ણ રસાયણ મુક્ત ડાંગ યોજનામાં થયેલ કામગીરી, પ્રાકૃતિક ખેત પેદાશનાં વેચાણ વ્યવસ્થા માટે કરેલ કાર્યવાહીની સમીક્ષા કરી હતી. ડાંગ જિલ્લાને પ્રાકૃતિક જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે ત્યારે પ્રાકૃતિક ખેતીની પ્રોડક્ટ ડાંગની ઓળખ બને તે માટે વિવિધ સંગઠનો ઊભાં કરવાં, તેમજ પ્રાકૃતિક પ્રોડક્ટને ડાંગની ઓળખ…
Read Moreગુજરાતના 65મા સ્થાપના દિવસની ગોધરા ખાતે ભવ્યાતિભવ્ય ઉજવણી
હિન્દ ન્યુઝ, પંચમહાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે રાજ્યના મંત્રીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં પંચમહાલ જિલ્લામાં રાજ્ય સરકારના વિવિધ વિભાગોના અંદાજે ₹644 કરોડથી વધુના 85 જેટલા જનકલ્યાણના કામોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન શિક્ષણ, આરોગ્ય, વીજળી, પાણી, કૃષિ, ગ્રામ વિકાસ અને રોડ-રસ્તા સહિતની માળખાકીય સુવિધાઓ સાથે ગુજરાતે વર્લ્ડ-ક્લાસ ડેવલપમેન્ટની રાહ અપનાવી છે : મુખ્યમંત્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે આજે ગુજરાત રાજ્યના 65મા સ્થાપના દિવસની ગોધરા ખાતે આયોજિત રાજ્યકક્ષાની ઉજવણી સમારોહ દરમિયાન રાજ્યના મંત્રીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં પંચમહાલ જિલ્લામાં રાજ્ય સરકારના વિવિધ વિભાગોના અંદાજે ₹644 કરોડથી વધુના 85…
Read Moreપંચમહાલ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની પંચામૃત ડેરીનું ખાતમુહૂર્ત
હિન્દ ન્યુઝ, દાહોદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે આજે ગોધરા ખાતે પંચમહાલ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની પંચામૃત ડેરીના 6 લાખ લિટર પ્રતિદિન ક્ષમતાના આધુનિક ટેકનોલોજીથી સજ્જ, સંપૂર્ણ ઓટોમેટિક યુ.એચ.ટી. મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટનું રાજ્યના મંત્રીઓ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ પંચામૃત ડેરી ખાતે વિઝીટર ગેલેરીની મુલાકાત લઈ ગેલેરીમાં પ્રદર્શિત પંચામૃત ફ્રોઝન સિમેન સ્ટેશન, કોર્પોરેટ ઓફિસ બિલ્ડિંગ, ખાંડીયા કેટલફીડ પ્લાન્ટ, રીયરીંગ સેન્ટર ગમન, બારીયાના મુવાડા, અને માલેગાંવ પંચામૃત ડેરી પ્લાન્ટના માહિતીસભર ચિત્રો અને પ્રતિકૃતિઓનું નિરીક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રીએ આ અવસરે અત્યાધુનિક “ગૌશોર્ટ” સેક્સ સોર્ટેડ સીમેન ટેક્નોલોજીના…
Read Moreરોકડિયા પાકનું વાવેતર કરીને રોકડી કમાણીની સાથે કૃષિલક્ષી યોજનાની સહાયના લાભ મેળવીને પ્રગતિ
હિન્દ ન્યુઝ, રાજકોટ ગુજરાત સરકારની વિવિધ કૃષિલક્ષી યોજનાકીય સહાય, પાક પદ્ધતિમાં નવા અભિગમ તેમજ સિંચાઈની સુવિધા થકી અનેક ખેડૂતો સફળ રીતે ખેતી કરીને સમૃદ્ધ થઈ રહ્યા છે. અહીં વાત છે પડધરી તાલુકાના એક એવા ખેડૂત પરિવારની, જે છેલ્લા ત્રણ વર્ષથી માત્ર રોકડિયા પાકનું વાવેતર કરીને રોકડી કમાણીની સાથે કૃષિલક્ષી યોજનાની સહાયના લાભ મેળવીને પ્રગતિ કરી રહ્યો છે. રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના બોડીઘોડી ગામમાં ભાણજીભાઈ ભીમાણીનો પરિવાર ૨૮ વિઘા જેટલી જમીન ધરાવે છે. ભાણજીભાઈના પુત્રો હિતેશભાઈ તથા હરેશભાઈએ છેલ્લા ત્રણ વર્ષથી ખેતીમાં પરંપરાગત પાકને બદલે તરબૂચ, ટેટી, ગલગોટા ફૂલ…
Read Moreઆંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ-૨૦૨૫ની ઉજવણી અંતર્ગત ધાર્મિક સ્થળો પર વિશિષ્ટ સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું
હિન્દ ન્યુઝ, મોરબી વિશ્વભરમાં ઉજવાતા આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ ૨૦૨૫ના ઉપક્રમે સહકારની ભાવના વિકસાવવાના ઉદ્દેશ સાથે સહકાર વિભાગ દ્વારા રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ આજે ૧ મે, ૨૦૨૫ના રોજ, ગુજરાત સ્થાપના દિવસના પાવન અવસરે વિવિધ સહકારી સંસ્થાઓ, જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ – મોરબી, રાજકોટ ડિસ્ટ્રીક્ટ બેંક, મોરબી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી., મોરબી જિલ્લાની તમામ APMC અને પ્રાથમિક સેવા મંડળીઓના સહકારથી મોરબી જિલ્લાના ધાર્મિક સ્થળોએ વિશિષ્ટ સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું. આ અભિયાન અંતર્ગત તાલુકા જિલ્લાના વિવિધ ધાર્મિક સ્થાનોની સાફ-સફાઈના કાર્યક્રમો યોજાયા. ધાર્મિક સ્થળોની પવિત્રતા જાળવવા અને ઉદ્દેશ સ્વચ્છતા પ્રત્યે…
Read Moreભારતીય નૌકાદળનું આધુનિક યુદ્ધજહાજ ‘INS સુરત’ હજીરાના દરિયાકાંઠે આવી પહોંચ્યું
હિન્દ ન્યુઝ, સુરત સાંસદ મુકેશભાઈ દલાલ, રાજ્યસભા સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાએ ‘INS સુરત’ને વેલકમ કર્યું ભારતીય નૌકાદળ દ્વારા યુદ્ધજહાજને અપાયેલા ‘INS સુરત’ નામથી સુરતના પ્રાચીન શિપબિલ્ડીંગના વારસાનું બહુમાન આધુનિક યુદ્ધ તકનિકોથી સજ્જ લડાયક વોરશિપ ‘INS સુરત’ ભારતીય નૌકાદળનું આધુનિક યુદ્ધજહાજ ‘INS સુરત’ ચોર્યાસી તાલુકાના હજીરાના દરિયાકાંઠે અદાણી પોર્ટ પર આવી પહોંચ્યું હતું. આધુનિક યુદ્ધ તકનિકોથી સજ્જ આ લડાયક જહાજને સાંસદશ્રી મુકેશભાઈ દલાલ, રાજ્યસભા સાંસદશ્રી ગોવિંદભાઈ ધોળકિયાએ વેલકમ કર્યું હતું.
Read Moreરાજ્યનાં ખૂણે-ખૂણે વસતાં મહિલાઓની સુષુપ્ત શક્તિને પીછાણવાનો અવસર એટલે સરસ મેળો
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજ્યનાં ખૂણે-ખૂણે વસતાં મહિલાઓની સુષુપ્ત શક્તિને પીછાણવાનો અવસર એટલે સરસ મેળો. રેસકોર્સ મેદાન ખાતે તા. ૪ મે સુધી આયોજિત સરસ મેળામાં ગામે-ગામથી બહેનો પોતાની કલાનાં સંગાથે ભાગ લેવા આવી પહોંચ્યા છે ત્યારે કચ્છ-ભુજનાં લાખોંદ ગામનું શિવ મિશન મંગલમ્ ગ્રુપ રાજકોટ ખાતે પોતાનાં વતનની સુવાસ ફેલાવી રહ્યું છે. આપણે વાત કરી રહ્યાં છીએ કચ્છ જિલ્લાનાં નાનકડાં ગામનાં સખીમંડળની, જેનાં સભ્યશ્રી ગીતાબેન બરાડીયા સરસ મેળામાં ઉત્સાહભેર વસ્તુઓનું વેચાણ કરી રહ્યાં છે. તેઓ જણાવે છે કે, અમારા સખીમંડળમાં બહેનો પોતાનાં કૌશલ્યનાં માધ્યમથી રોજગારી મેળવી પગભર થઇ રહી છે.…
Read More