હિન્દ ન્યુઝ, ગાંધીનગર
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અમેરિકાના મુંબઈ ખાતેના કોન્સ્યુલ જનરલ માઈક હેન્કીએ ગાંધીનગરમાં સૌજન્ય મુલાકાત લીધી હતી.
મુખ્યમંત્રી સાથેની આ મુલાકાતમાં તેમણે ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં વિવિધ ક્ષેત્રે અમેરિકાની સહભાગીતાનો ઉલ્લેખ કર્યો હતો.
મુખ્યમંત્રીએ ગુજરાત ગ્રીન હાઈડ્રોજન અને ગ્રીન એમોનિયા ઉત્પાદન અને નિકાસમાં વૈશ્વિક કેન્દ્ર બનવાના ઉદ્દેશ્ય સાથે ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે તેની ભૂમિકા આપી હતી. આ ઉપરાંત તેમણે ફાર્મા, સેમિકન્ડક્ટર, રિન્યૂએબલ એનર્જી સહિતના વિવિધ ક્ષેત્રોમાં ગુજરાતમાં રહેલી સંભાવનાઓની પણ ચર્ચા કરી હતી.
કોન્સ્યુલ જનરલ માઈકે પણ વાઈબ્રન્ટ ગુજરાત સમિટ-2024માં અમેરિકાની ભાગાદારી અને પરસ્પર સહયોગના મુદ્દે ચર્ચા કરી હતી.
