ગુજરાતના 65મા સ્થાપના દિવસની ગોધરા ખાતે ભવ્યાતિભવ્ય ઉજવણી

હિન્દ ન્યુઝ, પંચમહાલ

    મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે રાજ્યના મંત્રીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં પંચમહાલ જિલ્લામાં રાજ્ય સરકારના વિવિધ વિભાગોના અંદાજે ₹644 કરોડથી વધુના 85 જેટલા જનકલ્યાણના કામોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન 

શિક્ષણ, આરોગ્ય, વીજળી, પાણી, કૃષિ, ગ્રામ વિકાસ અને રોડ-રસ્તા સહિતની માળખાકીય સુવિધાઓ સાથે ગુજરાતે વર્લ્ડ-ક્લાસ ડેવલપમેન્ટની રાહ અપનાવી છે : મુખ્યમંત્રી

    મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે આજે ગુજરાત રાજ્યના 65મા સ્થાપના દિવસની ગોધરા ખાતે આયોજિત રાજ્યકક્ષાની ઉજવણી સમારોહ દરમિયાન રાજ્યના મંત્રીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં પંચમહાલ જિલ્લામાં રાજ્ય સરકારના વિવિધ વિભાગોના અંદાજે ₹644 કરોડથી વધુના 85 જેટલા જનકલ્યાણના કામોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રીએ સૌને ગુજરાત ગૌરવ દિવસની શુભેચ્છાઓ પાઠવતાં માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતની અવિરત અને સર્વગ્રાહી વિકાસ યાત્રાનું વર્ણન કર્યું હતું તથા શિક્ષણ, આરોગ્ય, વીજળી, પાણી, કૃષિ, ગ્રામ વિકાસ અને રોડ-રસ્તા સહિતની માળખાકીય સુવિધાઓ સાથે ગુજરાતે વર્લ્ડ-ક્લાસ ડેવલપમેન્ટની રાહ અપનાવી હોવાનું જણાવ્યું હતું. 

મુખ્યમંત્રીએ અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી બેલ્ટમાં થયેલ વિકાસનો ઉલ્લેખ કરતાં પંચમહાલ જિલ્લામાં થનાર વિકાસકાર્યોની રૂપરેખા આપી હતી. તેમણે આદિજાતિ સહિતના દરેક સમાજ અને વિસ્તારમાં સર્વાંગીણ વિકાસના સુદ્રઢ આયોજન દ્વારા તેમજ માનનીય વડાપ્રધાનએ વિકસિત રાષ્ટ્રના નિર્માણ માટે આપેલ નવ સંકલ્પને અનુસરીને ‘વિકસિત ગુજરાત, વિકસિત ભારત’ બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

Related posts

Leave a Comment