હિન્દ ન્યુઝ, રાણપુર રાણપુર તાલુકાનો ‘તાલુકા સ્વાગત કાર્યક્રમ’ મામલતદાર કચેરી ખાતે બોટાદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકના અધ્યક્ષ સ્થાને આગામી તા. ૨૧/૦૫/૨૦૨૫ બુધવારના રોજ સવારનાં ૧૧-૦૦ કલાકે યોજાનાર છે. રાણપુર તાલુકાનાં જાહેર ફરિયાદ નિવારણ (“સ્વાગત“) કાર્યક્રમમાં રાણપુર તાલુકાનાં નાગરીકો તેમને રોજીંદા જીવનને સ્પર્શતા પ્રશ્નો, લાંબા સમયથી પડતર પ્રશ્નો, નિતિ વિષયક પ્રશ્નો કે તે સિવાયની અન્ય તકલીફો કે જેનો સ્થાનિક તંત્ર દ્વારા અરજી કરવા છતાં નિકાલ ન કરવામાં આવતો હોય તેવાં પ્રશ્નો રજૂ કરી શકાય છે. …
Read MoreDay: May 2, 2025
મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન- બોટાદ જિલ્લો
હિન્દ ન્યુઝ, બોટાદ વર્તમાન સમયમાં મેદસ્વિતા એક ગંભીર સમસ્યા બની ગઈ છે. શરીરનું વજન વધારે હોય તો અનેક બીમારીનો ભોગ બનવાનો ખતરો રહે છે. વધારે વજનને કારણે શરીરમાં અનેક સમસ્યા થવા લાગે છે, અને શરીર બીમારીઓનું ઘર બની જાય છે. તેવામાં મેદસ્વિતા દૂર કરવી જરૂરી છે. તમામ નાગરિકો સ્વસ્થ રહે અને તેમના રોજિંદા જીવનમાં તંદુરસ્ત આરોગ્યને પ્રોત્સાહન આપે તે હેતુથી ગુજરાત સરકારશ્રીએ ‘મેદસ્વિતા મુક્ત ગુજરાત’નું ખાસ અભિયાન શરૂ કર્યું છે. જે અન્વયે બોટાદ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.બી.એ.ધોળકીયા જિલ્લાવાસીઓને અનુરોધ કરતા જણાવ્યું હતું કે, “રાજ્ય સરકારનું મેદસ્વિતા અભિયાન આવકાર્ય છે. આપણે…
Read Moreબરવાળા તાલુકાનો ‘તાલુકા સ્વાગત કાર્યક્રમ’ તા. ૨૧ મેના રોજ યોજાશે
હિન્દ ન્યુઝ, બોટાદ બરવાળા તાલુકાનો ‘તાલુકા સ્વાગત કાર્યક્રમ’ મામલતદાર કચેરીના સભાખંડમાં, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, બોટાદના અધ્યક્ષ સ્થાને આગામી તા. ૨૧/૦૫/૨૦૨૫ બુધવારના રોજ સવારનાં ૧૧-૦૦ કલાકે યોજાનાર છે. બરવાળા તાલુકાનાં જાહેર ફરિયાદ નિવારણ (“સ્વાગત“) કાર્યક્રમમાં બરવાળા તાલુકાનાં નાગરીકો તેમને રોજીંદા જીવનને સ્પર્શતાં પ્રશ્નો, લાંબાં સમયથી પડતર પ્રશ્નો, નિતિ વિષયક પ્રશ્નો કે તે સિવાયની અન્ય તકલીફો કે જેનો સ્થાનિક તંત્ર દ્વારા અરજી કરવા છતાં નિકાલ ન કરવામાં આવતો હોય તેવાં પ્રશ્નો રજૂ કરી શકાય છે. …
Read Moreગુજરાત રાજ્યના સ્થાપના દિવસે બોટાદ જિલ્લાના મોટી વાવડી ગામ ખાતે ‘રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સાર્વજનિક પુસ્તકાલય’નું લોકાર્પણ
હિન્દ ન્યુઝ, બોટાદ ગુજરાત રાજ્યના સ્થાપના દિવસે બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના મોટી વાવડી ગામ સ્થિત શ્રી મોટી વાવડી પ્રાથમિક શાળા ખાતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સાર્વજનિક પુસ્તકાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ શાળાનું નામકરણ પણ ઝવેરચંદ મેઘાણીની પુણ્યસ્મૃતિમાં કરવામાં આવશે. ઝવેરચંદ મેઘાણીની કર્મ-નિર્વાણભૂમિ બોટાદ જિલ્લો હોવાથી આનું સવિશેષ મહત્વ છે. નવી પેઢી આપણી ગૌરવવંતી સંસ્કૃતિ-સાહિત્યની મહામૂલી વિરાસતથી પરિચિત-પ્રેરિત થાય તેમજ રાષ્ટ્ર-ભાવના અને જીવન-મૂલ્યોનું સંસ્કાર-સિંચન થાય તે આશયથી રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી…
Read Moreગીર સોમનાથ જિલ્લામાં હથિયારબંધી
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ પ્રભાસ પાટણ ખાતે સુપ્રસિધ્ધ ભગવાન સોમનાથ મહાદેવનું મંદિર આવેલું છે. જેથી સવિશેષ તકેદારી રાખવી જરૂરી છે. વિવિધ સમુદાયના લોકોના ધાર્મિક તહેવાર દરમિયાન ધાર્મિક સ્થળો, જાહેર સ્થળો, વગેરે સ્થળોએ મોટી સંખ્યામાં લોકો એકઠા થતા હોવાથી કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે તેમજ વિવિધ કાર્યક્રમો દરમિયાન કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ તકેદારી રાખવી ખૂબ જ આવશ્યક છે. ગીર સોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા તથા જાહેર સુલેહશાંતિ જળવાઈ રહે તે હેતુસર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ રાજેશ આલ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામાં અનુસાર કોઈ પણ વ્યક્તિએ…
Read Moreગીર સોમનાથમાં સભા-સરઘસબંધી
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પ્રવર્તમાન સ્થિતિ ધ્યાનમાં રાખી સભા, સરઘસ, ધરણા અને વિરોધ પ્રદર્શન સંદર્ભે પરવાનગી વગર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ રાજેશ આલ દ્વારા કોઇપણ સભા, સરઘસ ન યોજવા માટે જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામાં અનુસાર ગીર સોમનાથ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં પરવાનગી વગર કોઈપણ સભા, સરઘસ, ધરણા અને વિરોધ પ્રદર્શન માટે મનાઈ હુકમ ફરમાવવામાં આવ્યો છે. આ હુકમ ફરજ ઉપર હોય તેવી ગૃહરક્ષણ મંડળીઓને, સરકારી નોકરીએ અવર-જવર કરતી હોય તેવી વ્યકિતઓને, કોઈ લગ્નના વરઘોડાને, સ્મશાન યાત્રામાં જોડાનાર વ્યકિતઓને, સક્ષમ અધિકારીની કાયદેસર…
Read Moreજિલ્લામાં નીટ-૨૦૨૫ની પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે હેતુથી જાહેરનામું પ્રસિદ્ધ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લામાં આગામી તા.૦૪/૦૫/૨૦૨૫ના રોજ રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી દ્વારા નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET-UG) ૨૦૨૫ની લેખિત પરીક્ષા બપોરે ૧૪.૦૦ થી ૧૭.૦૦ કલાક દરમિયાન યોજાશે. નીટ-૨૦૨૫ની પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે હેતુથી જિલ્લા મેજિસ્ટ્રેટ દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી પરીક્ષાના દિવસે સવારે ૧૦.૦૦થી ૧૯.૦૦ કલાક સુધી પ્રતિબંધાત્મક આદેશ જાહેર કરવામાં આવ્યાં છે. આ પરીક્ષા દરમિયાન ગીર સોમનાથ જિલ્લાના વિવિધ પરીક્ષા કેન્દ્ર ખાતે પરિક્ષાર્થીઓ નિર્ભિક રીતે શાંતિપૂર્વક તેમજ એખલાસભર્યા વાતાવરણમાં પરીક્ષા આપી શકે તેમજ પરીક્ષા કેન્દ્રોની આજુબાજુનાં વિસ્તારોમાં અસામાજિક તત્વો એકઠા થઇ પરિક્ષાર્થીઓને…
Read Moreઆણંદ ખાતે તા.૧૭ મી મેના રોજ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળશે
હિન્દ ન્યુઝ, આણંદ જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને આગામી તા.૧૭ મે ૨૦૨૫ના શનિવારના રોજ સવારના ૧૧-૦૦ કલાકે સરકીટ હાઉસ, આણંદ ખાતેના સભાખંડમાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળશે. સંકલન અને ફરિયાદ સમિતિની ભાગ-૧ ની બેઠક યોજાયા બાદ તરત જ સંકલન સમિતિના ભાગ-૨ ની બેઠક યોજાશે. જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની મળનાર આ બેઠકમાં સંબંધિત તમામ અધિકારીઓએ સમયસર ઉપસ્થિત રહેવા આણંદ, નિવાસી અધિક કલેકટરએ એક યાદીમાં જણાવ્યું છે.
Read Moreઆરોગ્ય વિભાગ દ્વારા સમયસર અને વિનામૂલ્યે સારવાર મળતા મારા દીકરાને નવજીવન મળ્યું અને હું આર્થિક સંકડામણનો શિકાર બનતા બચી ગયો : આકાશભાઈ ગોહેલ
હિન્દ ન્યુઝ,આણંદ ’’એક મહિના સુધી ખાનગી હોસ્પીટલમાં સારવાર લેવા છતાં મારો દિકરો સ્વસ્થ ન થયો, પરંતુ બોરસદ તાલુકાના સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, નાપામાં ગણતરીના દિવસોમાં વિનામૂલ્યે સારવાર થઈને હાલ તે સંપૂર્ણ સ્વસ્થ છે… આ શબ્દો છે, ૯ માસના હિમાંશુના પિતા આકાશભાઈ ગોહેલના. વાત એમ છે કે, નાનકડા હિમાંશુને શ્વાસનળીના ચેપ સહીત કુપોષણ તથા એનિમિયાની બીમારીની સારવાર માટે તેના પિતા આકાશભાઈ આણંદની ખાનગી હોસ્પીટલમાં સારવાર માટે લઈ ગયા હતા. ત્યાં એક મહિનો સુધી હિમાંશુની સારવાર ચાલી હતી તથા આઈ.સી.યુ. માં દાખલ પણ કરવામાં આવ્યો હતો. આમ, વધારે સમય દરમ્યાન ખાનગી…
Read Moreઆણંદ જિલ્લામાં તા. ૨૧ મી મે ના રોજ તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે
હિન્દ ન્યુઝ, આણંદ આણંદ જિલ્લામાં તાલુકા કક્ષાનો તાલુકા સ્વાગત કાર્યક્રમ આગામી તા.૨૧/૦૫/૨૦૨૫ ને બુધવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે સંબંધિત તાલુકાની મામલતદાર કચેરીઓ ખાતે તેમજ આણંદ તાલુકા શહેર/ગ્રામ્ય કક્ષાનો કાર્યક્રમ તાલુકા પંચાયત કચેરી, આણંદ ખાતે યોજાશે. આણંદ જિલ્લાના નાગરિકો/અરજદારો/પ્રજાજનોએ ફરિયાદ નિવારણ કાર્યક્રમ (સ્વાગત) માટે આગામી તા.૧૦/૦૫/૨૦૨૫ સુધીમાં સબંધિત કચેરીમાં અરજીઓ રજૂ કરવાની રહેશે. આ ઉપરાંત અરજદારો સ્વાગત કાર્યક્રમના પોટૅલ swagat.gujarat.gov.in પર પણ ઓનલાઈન અરજી કરી શકશે. અરજદારોએ એક અરજીમાં ફક્ત એક જ ફરિયાદ/પ્રશ્ન રજૂ કરવાનો રહેશે. અરજી બે નકલમાં ટૂંકમાં, સ્પષ્ટ અને સુવાચ્ય અક્ષરમાં કરવાની રહેશે. અરજદારોએ પ્રશ્નના કવર તેમજ…
Read More