અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો કલેક્ટર કચેરીના અધિકારીઓ – કર્મચારીઓએ ઉત્સાહભેર કર્યું રક્તદાન અમદાવાદ જિલ્લા પંચાયત ખાતે ‘બ્લડ ડોનેશન કેમ્પ’ યોજાયો જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરેના માર્ગદર્શનમાં યોજાયો બ્લડ ડોનેશન કેમ્પ જિલ્લા પંચાયતના કર્મીઓએ સહભાગી થઈ રક્તદાન કર્યું ‘મિશન સિંદુર – એક રક્તદાન દેશ કે નામ’ અંતર્ગત વિરમગામ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો વિરમગામ ધારાસભ્ય, પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા પંચાયત પ્રમુખ વગેરેએ રક્તદાન કરીને ઉત્સાહ વધાર્યો ધોળકા સેવા સદન ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો ‘મિશન સિંદૂર – એક રક્તદાન દેશ કે નામ’ અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પમાં લોકોએ ઉત્સાહપૂર્વક…
Read MoreDay: May 15, 2025
મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન – સમર યોગ કેમ્પ
હિન્દ ન્યુઝ, પંચમહાલ પંચમહાલ જિલ્લાના ૭ થી ૧૫ વર્ષની વયના બાળકો માટે સમર યોગ કેમ્પનું આયોજન તા.૧૬ મે થી આગામી તા.૩૦ મે સુધી જિલ્લાના પાંચ સ્થળોએ બાળકો માટે યોગ અને સંસ્કાર શિબિર યોજાશે. આ સમર યોગ કેમ્પનો હેતુ બાળકોને સ્વસ્થ અને મેદસ્વિતા મુક્ત બનાવી, બાળકોના તન અને મન તંદુરસ્ત બનાવવાનો છે. યોગ બાળકને મેધાવી, તેજસ્વી,એકાગ્ર અને યાદશક્તિમાં વધારો કરી, બાળકોની ક્ષમતા અને શરીરના લચીલાપણામાં વૃદ્ધિ કરે છે. Nપંચમહાલ જિલ્લામાં ગોધરા તાલુકામાં શારદા મંદિર સ્કૂલ અને રેલવેડાઉન યાર્ડ ખાતે, હાલોલ તાલુકામાં વી.એમ.સ્કૂલ ખાતે,…
Read Moreવલસાડ વેજીટેબલ માર્કેટના બાંધકામમાં અડચણ ન પડે અને કોઈ જાનહાનિ ન થાય તે માટે માર્કેટની બહારના રસ્તાઓ પર લારી-પાથરણા પર પ્રતિબંધ
હિન્દ ન્યુઝ, વલસાડ જિલ્લા મેજીસ્ટ્રેટ વલસાડની હકુમત હેઠળના વલસાડ નગરપાલિકા વિસ્તારમાં આવેલ ફાઈનલ પ્લોટ નં. ૧૦૪ તથા લાગુ ફાઈનલ પ્લોટ નં. ૧૦૩માં આવેલ મોરારજી દેસાઈ વેજીટેબલ માર્કેટના નવા બિલ્ડીંગનું બાંધકામ હાલ પ્રગતિ હેઠળ છે. પરંતુ ઉક્ત બિલ્ડીંગની બાંધકામ સાઈટની ચારે બાજુ ફરતે આવેલ જાહેર રસ્તામાં નાના-મોટા શાકભાજી વિક્રેતાઓ તથા લારી કે પાથરણા દ્વારા અન્ય પરચુરણ વસ્તુઓનું વેચાણ કરતા ફેરિયાઓના કારણે કામગીરીમાં વિક્ષેપ ઉભો થઈ રહ્યો છે. તેથી ઉકત ફેરિયાઓના કારણે જાહેર જનતાની અવર-જવર પણ વધારે રહે છે જેના કારણે શાકભાજી માર્કેટના નવા બિલ્ડીંગના બાંધકામ દરમિયાન…
Read Moreસાવચેતી સાથે સારવાર એટલે ડેન્ગ્યુનો સફાયો
હિન્દ ન્યુઝ, વલસાડ રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસઃ વલસાડ જિલ્લા આરોગ્ય તંત્રની અસરકારક કામગીરીને પગલે જીવલેણ ડેન્ગ્યુને નાથવામાં મળી સફળતા વર્ષ ૨૦૨૫માં રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની થીમઃ ‘‘Check clean cover : steps to defeat dengue’’ રાખવામાં આવી એડીસ મચ્છર કરડવાના ૫ થી ૬ દિવસ બાદ ડેન્ગ્યુનો તાવ વ્યકિતમાં જોવા મળે છે, જે લીવર અને કિડનીને પણ અસર કરી શકે છે વહેલુ નિદાન, ત્વરિત સારવાર- મચ્છર નિયંત્રણ એ સરકારની સાથે સમાજની પણ વિશેષ જવાબદારી
Read Moreવલસાડ જિલ્લાના બિલ્ડરો, કોન્ટ્રાકટરો અને ઔદ્યોગિક એકમોએ તેમના મજૂરોની વિગત સંબંધિત પોલીસ સ્ટેશનમાં ૧૫ દિવસમાં આપવા જાહેરનામુ બહાર પડાયુ
હિન્દ ન્યુઝ, વલસાડ પરપ્રાંતીય કોન્ટ્રાક્ટરોના કર્મચારી/કારીગરો/મજુરો અંગેની સચોટ અને પુરતી માહિતી તેમના માલિકો દ્વારા પોલીસને સમયસર પુરી પડાતી નથી કેટલાક મજૂરો જિલ્લામાં બેરોકટોક વસવાટ કરી ગુનાહિત કૃત્ય કરી નાસી જાય ત્યારે તેઓના માલિક/ઠેકેદારો પાસે પુરતી માહિતી ન હોવાથી પોલીસ તેઓ સુધી પહોંચી શકતી નથી
Read Moreકમોસમી વરસાદને પગલે નુકસાન થયેલા મકાનોના વળતરની રકમ ચૂકવામાં આવી
હિન્દ ન્યુઝ, તાપી તાપી જિલ્લામાં તા.05 મે થી 9 મે દરમિયાન થયેલા કમોસમી વરસાદને લીધે નુકસાન થયેલા મકાનોની સર્વે કામગીરી હાથ ધરવામાં આવી હતી. તમામ ૭ તાલુકાઓમાં અંશત પાકા મકાનના સર્વે અંતર્ગત કુલ ૧૮૦ મકાનોની નુકસાનીની વળતર રકમને મંજૂર કરવામાં આવેલ છે. આ માટે રૂપિયા ૧,૦૯,૭૦૦ મંજૂર કરવામાં આવ્યા છે, જ્યારે અંશત કાચા મકાનના સર્વે કામગીરીમાં કુલ ૧૦૯ મકાનો સર્વે હાથ ધરી મંજૂર કરવામાં આવ્યા છે. જેના અંતર્ગત ૭૮,૨૦૦ જેટલી રકમની ફાળવણી કરવામાં આવી છે. સંપૂર્ણ કાચા હોય તેવા મકાનોમાં એક મકાનની નુકસાની મંજૂર કરવામાં આવી છે. જેની…
Read Moreતાપી જિલ્લાના તમામ બાગાયતી ખેતી કરતાં ખેડૂતોને કુલ ૮૮ ઘટકો માટે સહાય મેળવવા પોર્ટલ ઓપન કરવામાં આવેલ છે
હિન્દ ન્યુઝ, તાપી બાગાયત ખાતાની વિવિધ યોજનાઓની સહાય મેળવવા માટે I-khedut 2.0 (www.ikhedut.gujarat.gov.in) પર પ્રથમ તબક્કા બાદ હવે તા.૦૮/૦૫/૨૦૨૫ થી વધુ ૨૧ ઘટકો અને તા. ૧૨/૦૫/૨૦૨૫ થી વધુ ૨૦ ઘટકો સહિત કૂલ ૮૮ જેટલા ઘટકોમાં બાગાયતી પાકોની યોજનાઓમાં સહાય મેળવવા માટે તાપી જિલ્લાના ખેડૂતોએ તા. ૩૧/૦૫/૨૦૨૫ સુધી અરજી કરવા માટે ખુલ્લી મૂકવામાં આવે છે. મુખ્ય ઘટકો જેવા કે ફળ પાક વાવેતર આંબા, ટિશ્યુ કેળ, ટિશ્યુ ખારેક, કમલમ, પપૈયા, નાળિયેરી, જામફળ, લીંબુ, દાડમ વગેરે. ફળપાક પ્લાન્ટીંગ મટીરીયલ, શાકભાજીની પ્રાકૃતિક ખેતી પધ્ધતિથી વાવેતર, હાઇબ્રિડ બિયારણ, સરગવાની ખેતી,પાણીના ટાંકા, કૃષિ યાંત્રિકીકરણ…
Read Moreબોર્ડના પરિણામો આવતા સરકારના માહિતી ખાતા દ્વારા વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૫ની ભેટ
હિન્દ ન્યુઝ, તાપી ધો.૧૦ અને ધો.૧૨ (સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ – સાયન્સ કોમર્સ, આર્ટ્સ) બાદ વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દીનું ઘડતર કરી શકે તે માટે તેમને માર્ગદર્શન મળી રહે તે ઉદ્દેશ્ય સાથે ગુજરાત રાજ્ય સરકારના માહિતી ખાતા દ્વારા વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૫ તૈયાર કરવામાં આવ્યો છે. કારકિર્દી ઘડતર માટે કયા ક્ષેત્રમાં આગળ વધવું જોઈએ? કયો અભ્યાસક્રમ ક્યા સ્થળે કરી શકાય છે? ક્યો અભ્યાસક્રમ ક્યા સ્થળેથી કરવો? ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ અને રોજગારી મેળવવા માટે ક્યો વિકલ્પ પસંદ કરવો? વગેરે જેવા અનેક સવાલો બાબતે વિદ્યાર્થી અને વાલીઓને આ અંક મારફતે દિશાદર્શન…
Read Moreઆઈ.આઈ.પી.એચ.જી. અને આઈસીડીએસ તાપી, સુરત ઝોનના સંયુક્ત ઉપક્રમે LEAD વર્કશોપ: મુખ્ય સેવિકા અને સીડીપીઓની ક્ષમતા નિર્માણ તરફ દૃઢ પગલા
હિન્દ ન્યુઝ, તાપી તાપી જિલ્લાના વ્યારા ખાતે તારીખ ૧૪ અને ૧૫ મે ૨૦૨૫ ના રોજ એક પરિવર્તનકારી ક્ષમતા નિર્માણ માટે “ લર્ન, એક્સપ્લેન એન્ડ ડેવલપ”( LEAD)વર્કશોપ યોજાયો. જેનો ઉદ્દેશ આઈ. સી. ડી. એસ મુખ્ય સેવિકા (MS) અને બાળ વિકાસ યોજના અધિકારીઓ (CDPOs) ની સોફ્ટ સ્કિલ (soft skills) માં ક્ષમતા નિર્માણ કરવાનો છે. આ પહેલનો પ્રારંભ તાપી જિલ્લાના જિલ્લા કલેક્ટર ડો. વિપિન ગર્ગ ના હસ્તે થયો હતો, આ વર્કશોપ ગ્રામ્ય સ્તરે ક્ષમતા નિર્માણને સમર્થન આપશે. આ એક વ્યૂહાત્મક પહેલનું આયોજન ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ ગાંધીનગર (IIPHG) ના…
Read Moreકેન્દ્ર અને રાજ્ય સરકારના દિશાનિર્દેશ અનુસાર નાગરિક સંરક્ષણ દળમાં માનદ્દ સેવા આપવા માંગતા, દળમાં જોડાવા માંગતા નાગરિકો જોગ સંદેશ/આહવાન
હિન્દ ન્યુઝ, તાપી નાગરિક સંરક્ષણ દળ (સિવિલ ડિફેન્સ) નાગરિકોનું બનેલું સ્વયંસેવક દળ છે. નાગરિક સંરક્ષણનો ઉદ્દેશ્ય કુદ૨તી તથા માનવસર્જિત ઘટનાઓ/આપદાઓના સમયમાં સમાજના આમ નાગરિકોને જાગૃત કરી મદદ કરવાનો છે. પૂર હોનારત, વાવાઝોડા, ભૂંકપ તથા યુદ્ધ જેવી પરિસ્થિતિમાં નાગરિક સંરક્ષણના સ્વંયસેવકો ખડેપગે રહીને સમાજને મદદ ક૨તાં હોય છે. તાજેતરમાં સર્જાયેલ પરિસ્થિતિ ધ્યાને લઇ સમાજમાં લોકોને જાગૃત ક૨વા તેમજ પરિસ્થિતિ સાથે લડવા નાગરિક સંરક્ષણ હેઠળ આમ નાગરિકો દ્વારા નાગરિક સંરક્ષણની માનદરસેવામાં જોડાવું ખુબજ અનિવાર્ય બન્યું છે. ત્યારે તાપી જિલ્લામાં આ નાગરિક સંરક્ષણની માનદસેવામાં જોડાવવા સૌ નાગરિકોને નમ્ર આહવાન છે અને…
Read More