હિન્દ ન્યુઝ, તાપી
તાપી જિલ્લામાં તા.05 મે થી 9 મે દરમિયાન થયેલા કમોસમી વરસાદને લીધે નુકસાન થયેલા મકાનોની સર્વે કામગીરી હાથ ધરવામાં આવી હતી. તમામ ૭ તાલુકાઓમાં અંશત પાકા મકાનના સર્વે અંતર્ગત કુલ ૧૮૦ મકાનોની નુકસાનીની વળતર રકમને મંજૂર કરવામાં આવેલ છે. આ માટે રૂપિયા ૧,૦૯,૭૦૦ મંજૂર કરવામાં આવ્યા છે, જ્યારે અંશત કાચા મકાનના સર્વે કામગીરીમાં કુલ ૧૦૯ મકાનો સર્વે હાથ ધરી મંજૂર કરવામાં આવ્યા છે. જેના અંતર્ગત ૭૮,૨૦૦ જેટલી રકમની ફાળવણી કરવામાં આવી છે. સંપૂર્ણ કાચા હોય તેવા મકાનોમાં એક મકાનની નુકસાની મંજૂર કરવામાં આવી છે. જેની ₹૧૮૦૦૦ રકમ મંજૂર કરવામાં આવી છે આ તમામ મકાનોની મોજણી પૈકી કુલ ૮૯ કેસોની ચુકવણી ચાલુ છે જ્યારે અન્ય મકાનોની ચુકવણી થઈ ગયેલ છે.
