તુરખામાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

હિન્દ ન્યુઝ, બોટાદ              બોટાદ જિલ્લાનાં તુરખા ગામે તા. ૧૬ મે ૨૦૨૫ ને શુક્રવારના રોજ બ્લડ બેંક, ભાવનગર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તુરખાના સંયોજનથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તુરખા ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તુરખા અને તેમાં સમાવિષ્ટ ગામમાંથી કુલ ૭૭ યુનિટ બ્લડ ડોનેશન કરવામાં આવ્યું છે આ કામગીરીને સફળ બનાવવામાં મેડિકલ ઓફિસર ડો. આશિષ વેદાણી અને ડો. કિરીટ અણીયાળીયાના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તુરખાની સમગ્ર ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

Read More

ઉપયોગી/બિન ઉપયોગી બારદાનના નિકાલ અંગેની જાહેર નિવિદા

હિન્દ ન્યુઝ, બોટાદ       બોટાદ ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમીટેડ,બોટાદ જિલ્લાના તમામ ગોડાઉન કેન્દ્રો (બોટાદ,ગઢડા) ઉપર ઉપલબ્ઘ ૫૦ કિલોની ભરતીવાળા અનાજના શણના બિન ઉપયોગી ખાલી બારદાનનો તથા ૫૦ કિલો પ્લાસ્ટીકના બિન ઉપયોગી બારદાનનો તા.૩૦/૦૪/૨૦૨૫ સુધીના ગોડાઉન પર ઉપલબ્ઘ તમામ બારદાનો જાહેર હરાજીથી નિકાલ કરવાનો હોય,રસ ઘરાવતી પાર્ટીઓએ આ અંગે અન્ય વિગતો, શરતો, કોરા ભાવપત્રકો નાયબ જિલ્લા મેનેજર(ગેડ-૨)ની કચેરી ગુ.રા.ના.પુ.નિ.લી.,ચકલા ગેઇટ,ધજાગરાની બાજુમાં,તુરખારોડ જી.બોટાદ ખાતેથી બારદાનના કોરા ભાવપત્રકો અને શરતો મેળવવા માટે ભાવ-પત્રક ફોર્મ ફી રૂ ૨૦૦/- અંકે રૂપિયા બસો રોકડા (નોન રીફંડેબલ) ફી જમા કરાવી જાહેરાત પ્રસિદ્ધ થયાથી રજાના…

Read More

ધ્રુફણીયા ગામે સામૂહિક રોજગારી કામના સ્થળ પર નરેગા શ્રમિકો માટે મેડિકલ કેમ્પ યોજાયો

હિન્દ ન્યુઝ, બોટાદ       મહાત્મા ગાંધી નરેગા યોજના અંતર્ગત ધ્રુફણીયા ગામે સામૂહિક રોજગારી કામના સ્થળ ઉપર બોટાદ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ અને તાલુકા પંચાયત નરેગા શાખાના સયુંકત ઉપક્રમે નરેગા શ્રમિકો માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાત્મા ગાંધી નરેગા યોજના હેઠળ હાલમાં ચાલતા કામો ઉપર કામની જગ્યા પર શ્રમિકો માટે તબીબી સહાય, પીવાનું સ્વચ્છ પાણી અને છાંયડા માટે શેડની વ્યવસ્થાની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે ગઢડા તાલુકાના ધ્રુફણીયા ગામે સામૂહિક રોજગારી કામના સ્થળ ઉપર જિલ્લા પંચાયત બોટાદના સભ્યશ્રીના પ્રતિનિધિ પ્રભાતભાઈ યાદવ અને તાલુકા પંચાયત પ્રતિનિધિ દ્વારા ધ્રુફણીયા…

Read More

વેરાવળ એસ.ટી.ડેપો ખાતે વિશ્વ હાઈપર ટેન્શન દિવસની ઉજવણી

હિન્દ ન્યુઝ, વેરાવળ     વેરાવળ એસ.ટી.ડેપો ખાતે વિશ્વ હાઈપર ટેન્શન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેના ઉપલક્ષમાં વેરાવળ એસ.ટી.ડેપો ખાતે સિવિલ હોસ્પિટલના મેડિકલ સ્ટાફ દ્વારા આરોગ્ય વિષયક કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં ડેપોના ડ્રાઇવર, કંડકટર, મિકેનિકલ સ્ટાફ અને મુસાફરોની આરોગ્યલક્ષી તપાસ કરવામાં આવી હતી. હોસ્પિટલના સ્ટાફ દ્વારા હાઈપર ટેન્શનના જોખમો કઈ રીતે ઘટાડી શકાય? તેમજ હાઈપર ટેન્શનના જોખમી પરિબળો વિશે સમજૂતી આપવામાં આવી હતી. વેરાવળ એસ.ટી.ડેપોના મેનેજર દિલીપ શામળાએ જણાવ્યું હતું કે, વિશ્વ હાઇપર ટેન્શન દિવસની ઉજવણીના ભાગરૂપે વેરાવળ સિવિલ હોસ્પિટલના મેડિકલ સ્ટાફ દ્વારા ડેપો ખાતે આવીને ડ્રાઇવર, કંડક્ટર,…

Read More

જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકરની અધ્યક્ષતામાં પ્રિ-મોન્સૂન કામગીરી અંતર્ગત બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્નેહલ ભાપકરની અધ્યક્ષતામાં ઈણાજ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે પ્રિ-મોન્સૂન કામગીરી અતર્ગત બેઠક યોજાઈ હતી. જેમાં ફાયર, ફિશરીઝ, નગરપાલિકા, પી.જી.વી.સી.એલ, શિક્ષણ, આરોગ્ય, સિંચાઈ સહિતના વિભાગો સાથે ચર્ચા કરી અને ચોમાસાં પહેલાં જિલ્લામાં પ્રિ-મોન્સુન કામગીરી પૂર્ણ કરવા અને નાગરિકોને વરસાદમાં કોઇ મુશ્કેલી ન પડે તે દિશામાં કાર્ય કરવા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકરે વિવિધ કામોની પ્રગતિ અંગેની ચર્ચા કરી ચોમાસાની સિઝન પૂર્વે પ્રિ-મોન્સૂનની કામગીરી અંતર્ગત કાંસ-કેનાલની સફાઈ, સુજલામ સુફલામ યોજના અંતર્ગત થયેલા તળાવ સુધારણાના કામોની ચર્ચા કરી ચોમાસાની ઋતુમાં…

Read More

જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકરની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ બેઠક યોજાઈ 

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્નેહલ ભાપકરની અધ્યક્ષતામાં વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓ અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ઈણાજ ખાતે કલેક્ટર કચેરીના સભાખંડમાં સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીના કાર્યાલયના સંદર્ભવાળી અરજીઓ પરત્વે સંલગ્ન કચેરીએ સમયમર્યાદામાં કાર્યવાહી કરવા, સરકારની ગાઈડલાઈન મુજબ વિકાસના કામો સમયસર પૂર્ણ કરવા, ૧૫માં નાણાંપંચના તાલુકાના કામોની જોગવાઇ અંતર્ગત નાણાંની ફાળવણી અને કામગીરીની વિગતો/ આયોજનની જોગવાઈઓ અંગેની ચર્ચા કરી પ્રજાના પ્રશ્નોનો ઝડપી નિકાલ લાવી જન સુખાકારીના કામો કરવા શીર્ષ અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી. જનપ્રતિનિધિઓના સૂત્રાપાડા, માઢવાડ, જેટીના કામો…

Read More

સ્વચ્છતાના પ્રહરીઓ માટે ગીર સોમનાથ જિલ્લાની નવીન પહેલ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમના શાસનકાળ દરમિયાન સ્વચ્છતાને મોટા પ્રમાણમાં પ્રાધાન્ય આપ્યું છે અને ગામની ગલીથી શહેર સુધી સ્વચ્છતાં જળવાય તે માટે સ્વચ્છતા અભિયાનો ચલાવવામાં આવ્યાં છે. દેવાલય પહેલા શૌચાલય અને સ્વચ્છતાં ત્યાં પ્રભુતાના સૂત્રો દ્વારા જીવનમાં સ્વચ્છતા કેળવાય તે માટે વ્યાપક પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો છે. ગાંધીજી પણ સ્વચ્છતાને પ્રાધાન્ય આપતાં હતાં. સ્વચ્છ અને સ્વસ્થ ભારત મિશન અન્વયે ગામડાઓમાં સ્વચ્છતાના સંસ્કારો કેળવાય તે માટે સેગ્રીગેશન, સોકપીટ, સૂકો કચરો-ભીના કચરાનો નિકાલ સહિતની વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લાએ સ્વચ્છતા બાબતે લીડ લીધી છે અને…

Read More

રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત શ્રેષ્ઠ ગ્રામ પંચાયત તરીકે કોડીનાર તાલુકાના વડનગરની પસંદગી

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     પંચાયતી રાજ વ્યવસ્થા એ સત્તાના વિકેન્દ્રીકરણનું ઉત્તમ ઉદાહરણ છે. જિલ્લાની તમામ ગ્રામ પંચાયતમાં વિકાસલક્ષી વિવિધ કાર્યો પ્રગતિ તળે છે. ત્યારે, રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત શ્રેષ્ઠ ગ્રામ પંચાયત તરીકે કોડીનાર તાલુકાના વડનગરની પસંદગી કરવામાં આવી છે. મુખ્યમંત્રી ગ્રામ અસ્મિતા યોજના અન્વયે રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન યોજના અંતર્ગત ગામડાની સ્વચ્છતા અને અદ્યતન સુવિધાઓ તથા વિવિધ જરૂરી સેવાઓની સુલભતાને ધ્યાને લેતા શ્રેષ્ઠ ગ્રામ પંચાયત તરીકે કોડીનાર તાલુકાના વડનગરની પસંદગી કરવામાં આવી છે.  વડનગરના મહિલા સરપંચ પુષ્પાબહેન ભાણજીભાઈ રાઠોડે જણાવ્યું હતું કે, ગ્રામ પંચાયત દ્વારા સ્વચ્છતા જાળવવા…

Read More

અતિતનો ઈતિહાસ સાચવી નવી પેઢીને સાહસ અને શૌર્યની ગાથા કહેતું સોમનાથનું જૂનું મ્યૂઝિયમ

૧૮ મે આંતરરાષ્ટ્રીય મ્યૂઝિયમ દિવસ હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      ઘૂઘવતો દરિયો પણ જેના ચરણ પખાળતા થાકતો નથી, એવા બાર જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન શ્રી સોમનાથના આંગણે મ્યૂઝિયમમાં અતિતનો ઈતિહાસ હજુ પણ સચવાયેલો છે. લાઈટ એન્ડ સાઉન્ડ શોના માધ્યમથી સોમનાથના પટાંગણમાં હજુ પણ દેવને નૃત્યગીતથી આરાધવા તત્પર રહેલી ચૌલાના ઝાંઝરનો રણકાર ગૂંજે છે, તો બીજી બાજું પૌરાણિક અવશેષો સાચવીને બેઠેલા મ્યૂઝિયમના માધ્યમથી સોમનાથની ભૂમિમાં ખેડાયેલું સાહસ અને શૌર્યનું ખમીરવંતુ નવચેતન પણ ધબકે છે. પ્રભાસપાટણ ખાતે આવેલા સોમનાથના જૂના મ્યુઝિયમમાં કોઈ ભગ્ન અવશેષ તરીકે તો કોઈ પૂર્ણ રીતે પ્રભાસક્ષેત્રની ભૂમિમાં…

Read More

ભાવનગર ખાતે જિલ્લા કલેક્ટર ડૉ.મનિષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, ભાવનગર      ભાવનગર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર ડૉ.મનિષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટરએ સુચનો કરતાં જણાવ્યું કે, હાઈવે પર આવેલી હોટલો અને પેટ્રોલ પંપ, સ્કૂલ-કોલેજ વાળા રસ્તા,લોકોની સતત અવરજવર રહેતી હોય તેવી તમામ જગ્યાઓએ સ્પીડ બ્રેકર લગાવવાની સુચના આપી હતી તેમજ રોડ સેફ્ટી અંગે‌ લોકોમાં જાગૃતિ આવે તે માટે જનજાગૃતિના કાર્યક્રમો યોજવા પર સવિશેષ ભાર મુક્યો હતો. જિલ્લામાં માર્ગ અકસ્માતનાં બનાવો ન બને તે પ્રકારનું આયોજન કરવાની સાથે માર્ગ અકસ્માતોમાં ગંભીર રીતે ઘવાયેલા વ્યક્તિઓને ગોલ્ડન અવરમાં હોસ્પિટલ/ટ્રોમા-કેર સેન્ટરમાં…

Read More