હિન્દ ન્યુઝ, ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રવર્તમાન પરિસ્થિતિમાં લોકોને આવશ્યક ચીજવસ્તુઓનો પુરતો પુરવઠો સરળતાએ મળી રહે તે માટેનું સુદ્રઢ વ્યવસ્થાતંત્ર ગોઠવવાના દિશાનિર્દેશો આપ્યા છે, જેના પગલે રાજ્ય સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા નાગરિકોને આવશ્યક ચીજવસ્તુઓ સરળતાથી ઉપલબ્ધ રહે અને ભાવ નિયંત્રણમાં રહે તે માટે દરેક જિલ્લા કલેક્ટરઓને વિશેષ સૂચનાઓ આપવામાં આવી છે. રાજ્ય સરકાર તથા દરેક જિલ્લા કલેક્ટરઓ દ્વારા 38 આવશ્યક ચીજવસ્તુઓની સંગ્રહખોરી (સ્ટોકિંગ) અથવા જમાખોરી (હોલ્ડિંગ) ન થાય તે માટે તમામ વિક્રેતા, રિટેલર, પ્રોસેસર, મિલર અને ઇમ્પોર્ટર્સને જરૂરી કાયદાકીય નિયમોનું પાલન કરવા ખાસ તાકીદ કરવામાં…
Read MoreDay: May 10, 2025
પ્રવર્તમાન પરિસ્થિતિમાં રાજ્ય સરકારના તમામ અધિકારીઓ-કર્મચારીઓની રજા રદ
હિન્દ ન્યુઝ, ગાંધીનગર પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારના તમામ વિભાગો અને ખાતાઓ તેમજ બોર્ડ, નિગમો, પંચાયત, કોર્પોરેશન તથા સ્વાયત અને અનુદાનિત સંસ્થાઓના અધિકારીઓ-કર્મચારીઓની અનિવાર્ય સંજોગો સિવાયની બધા જ પ્રકારની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે. એટલું જ નહીં, રજા પર ગયેલા આવા અધિકારી-કર્મચારીઓને તાત્કાલિક અસરથી ફરજ પર હાજર કરવાની સૂચનાઓ પણ સંબંધિત વિભાગ કે ખાતાના વડાને અપાઈ છે. અધિકારી- કર્મચારીઓએ પ્રવર્તમાન પરિસ્થિતિમાં વિભાગના વડા, ખાતાના વડા કે કચેરીના વડાની પૂર્વ મંજૂરી મેળવ્યા વગર મુખ્ય મથક (હેડ ક્વાર્ટર) નહીં છોડવાની પણ સૂચનાઓ આપવામાં આવી છે.
Read Moreદેશની હાલની પરિસ્થિતિને પગલે મોરબીમાં સુરક્ષા દળો અને આપદા મિત્રો માટે ડિઝાસ્ટર તાલીમ યોજાઈ
હિન્દ ન્યુઝ, મોરબી દેશની હાલની પરિસ્થિતિ અનુસાર સરહદી વિસ્તારોમની સુરક્ષા અને સલામતીને ધ્યાને લઈ હાલની પરિસ્થિતિમાં અગમચેતીના પગલારૂપે આજે તા.૧૦/૦૫/૨૦૨૫ ના રોજ મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્રારા સુરક્ષા દળો અને આપદા મિત્રો માટે ડીઝાસ્ટર તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં મોરબી જિલ્લા પોલીસના કર્મચારી, જી.આર.ડી., હોમગાર્ડ તથા NCC ના જવાનો તેમજ આપદા મિત્ર એમ મળી કુલ ૨૦૦ જેટલા સભ્યોએ આ તાલીમમાં ભાગ લીધો હતો. તાલીમમાં સંભવિત તાકીદની કોઈપણ પરિસ્થિતિ સમયે પ્રાથમિક સારવાર તથા ફાયરની બેઝીક તાલીમ આપવામાં આવી હતી. આ તકે નાયબ પોલીસી અધીક્ષક વી.બી. દલવાડી, જી.આર.ડી…
Read Moreકચ્છ જિલ્લાના હદ વિસ્તારમાં કોઈપણ જાતના ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ રહેશે
હિન્દ ન્યુઝ, કચ્છ કચ્છ ભુજના મેજિસ્ટ્રેટ આનંદ પટેલે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ મુજબ કચ્છ જિલ્લાના હદ વિસ્તારમાં કોઈપણ જાતના ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે. કચ્છ જિલ્લા મેજિસ્ટ્રેટ આનંદ પટેલે પોલીસ અધિક્ષક, પશ્ચિમ કચ્છ-ભુજ તથા પૂર્વ કચ્છ-ગાંધીધામની દરખાસ્ત મુજબ વર્તમાન સંજોગોને ધ્યાને લઈ કોઈપણ કૃત્યથી સામાન્ય નાગરિકોના મનમાં કોઈ ભય કે શંકા ઉત્પન્ન થાય તે હિતાવહ ના હોય તમામ પ્રકારના ફટાકડા ફોડવા અંગે જાહેરનામું બહાર પાડીને પ્રતિબંધ મુક્યો છે. આ જાહેરનામાંનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો…
Read Moreજામનગર જિલ્લામાં આજે રાત્રે ૮:૦૦ કલાકથી આવતીકાલ સવારે ૬:૦૦ વાગ્યા સુધીના સમય દરમિયાન બ્લેકઆઉટ જાહેર કરતા કલેક્ટર કેતન ઠક્કર
હિન્દ ન્યુઝ, જામનગર ભારત-પાકિસ્તાન વચ્ચે સર્જાયેલ તંગદિલીના વાતાવરણને લઈને જામનગર જિલ્લામાં કલેક્ટરશ્રી કેતન ઠક્કર દ્વારા આજે તા.૧૦-૫-૨૦૨૫ ના રોજ રાત્રીના ૮:૦૦ કલાક થી આવતીકાલ તા.૧૧-૦૫-૨૦૨૫ સવારે ૬:૦૦ કલાક સુધી સમગ્ર જિલ્લામાં બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું છે. આ સમય દરમિયાન સમગ્ર જિલ્લામાં તમામ લોકોએ વીજ ઉપકરણો સંપૂર્ણપણે બંધ રાખવા તથા જે રહેણાંક વિસ્તારો, ઓદ્યોગિક એકમો સહિત એવી તમામ બિલ્ડીંગો જેમાં જનરેટર/ ઇન્વર્ટર જેવા ઉપકરણો અને પ્રકાશ ફેલાવતા હોય તેવા ઉપકરણોનો ઉપયોગ ન કરવા અંગે કલેક્ટર કેતન ઠક્કર દ્વારા અપીલ કરવામાં આવી છે. જામનગરવાસીઓએ બ્લેકઆઉટનો અમલ…
Read Moreપ્રવર્તમાન પરિસ્થિતિમાં રાજ્ય સરકાર પાસે જીવન આવશ્યક ચીજવસ્તુઓ, દવાઓ, ઇંધણ સહિતનો જથ્થો પૂરતી માત્રામાં ઉપલબ્ધ છે.
હિન્દ ન્યુઝ, ભુજ રાજ્યના સરહદી જિલ્લાઓના કલેક્ટરશ્રીઓ, તેમના જિલ્લાઓમાં આવી કોઇ પણ ચીજ વસ્તુઓની જરૂરિયાત જણાય કે તુરત જ તેઓ રાજ્ય સરકારનો સંપર્ક કરીને તાત્કાલિક તે મેળવી શકશે તેમ હાલની સ્થિતિમાં રાજ્યના જિલ્લાઓના વહિવટી તંત્ર સાથે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે યોજેલી વિડીયો કોન્ફરન્સ સમીક્ષા બેઠકમાં જણાવવામાં આવ્યું હતું. સંબંધિત સરહદી જિલ્લાઓના પ્રભારી સચિવશ્રીઓને જિલ્લા તંત્રનું પ્રવર્તમાન સ્થિતિમાં માર્ગદર્શન કરવા માટે મોકલવામાં આવ્યાં છે તેમ પણ આ બેઠકમાં જણાવાયું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશમાં સર્જાયેલી પ્રવર્તમાન સ્થિતિમાં સરહદી રાજ્ય તરીકે ગુજરાત અને ખાસ કરીને સરહદી જિલ્લાઓના નાગરિકોની જાનમાલ સુરક્ષા તથા…
Read More