વડોદરામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની શાનદાર સિંદૂર સન્માન યાત્રા !!

હિન્દ ન્યુઝ, વડોદરા    પ્રચંડ નારીશક્તિ…અદમ્ય ઉત્સાહ…દેશભક્તિનો રંગ…વડાપ્રધાનનું ઉર્જાવાન અને ભવ્ય સ્વાગત અભિવાદન.. વડોદરાની નારીશક્તિએ પુષ્પવર્ષા કરીને વડાપ્રધાનને બિરદાવ્યા : મોદીએ શહેરીજનોનું અભિવાદન ઝીલ્યું. ગગનભેદી જયઘોષ સાથે વિવિધ ઝાંખીઓ, સાંસ્કૃતિક કૃતિઓ અને દેશભક્તિના ગીતોએ રોડ શોને મહાઉત્સવ બનાવ્યો

Read More

જસદણ શહેર વોર્ડ નંબર 3મા તિરંગા યાત્રા યોજાય 

હિન્દ ન્યુઝ, જસદણ         ઓપરેશન સિંદુર અને દેશ પ્રેમ વ્યક્ત કરવા જસદણમા તિરંગા યાત્રા યોજવામાં આવેલ હતી. જેમાં જસદણ શહેર વોર્ડ નંબર 3 તમામ કાર્યકર્તા નગરપાલિકાના સભ્યો અને તમામ હોદેદારો બાહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ હતા.  રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ

Read More

વડાપ્રધાન આજે કચ્છમાં : ભુજથી ૫૩ હજાર કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોની ગુજરાતને આપશે ભેટ

હિન્દ ન્યુઝ, , ભુજ      ધરતીકંપ બાદ કચ્છનું નવસર્જન કરીને જિલ્લાને વિવિધ ક્ષેત્રે વિકાસના પંથે જેટ ગતિ આપનાર લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સોમવારે ભુજ ખાતે વિશાળ જનમેદનીને સંબોધવા સાથે રૂા. ૫૩ હજાર કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોની ગુજરાતને ભેટ આપશે.  “ઓપરેશન સિંદૂર” બાદ પ્રથમ વખત કચ્છ આવતા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને અનેરો ઉત્સાહ અને ઉમંગ લોકોમાં જોવા મળી રહ્યો છે. કચ્છના વિકાસના સ્વપ્નદ્ષ્ટાને આવકારવા કચ્છી જનતા થનગની રહી છે. વડાપ્રધાનશ્રી આગમનના આનંદમાં સમગ્ર ભુજને દેશભક્તિના રંગે રંગવામાં આવ્યું છે. તા.૨૬ અને ૨૭ મે દરમિયાન તેઓ ગુજરાતમાં દાહોદ, ભુજ અને ગાંધીનગરમાં વિવિધ…

Read More

પ્રજ્ઞાચક્ષુ બાળકો બાદ હવે શ્રવણ દિવ્યાંગોને નાગરિક સંરક્ષણની તાલીમ

હિન્દ ન્યુઝ, ભુજ     જિલ્લા મેજિસ્ટ્રેટ અને નિયંત્રક  આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ અધિક કલેકટર અને નાયબ નિયંત્રક ધવલ પંડ્યા અને કચ્છ નાગરિક સંરક્ષણ કચેરી દ્વારા વેલસ્પન કંપનીના સહયોગથી મૂક-શ્રવણ દિવ્યાંગ કર્મચારીઓને કુદરતી અને માનવ સર્જિત હોનારત સમયે આત્મસુરક્ષા તેમજ રાષ્ટ્રસેવામાં સજ્જ રહેવા પાયાની તાલીમ આપવામાં આવી. આ અગાઉ કચ્છ નાગરિક સંરક્ષણ કચેરી દ્વારા ૩૦ એપ્રિલ ૨૦૨૫ના રોજ ભુજ સ્થિત નવચેતન અંધજન મંડળ ખાતે ૧૫૦ જેટલા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે નાગરિક સંરક્ષણની તાલીમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જેના માટે તાલીમના મોડ્યુલ બ્રેઈલમાં તૈયાર કરવામાં આવ્યા હતા. આ તાલીમથી પ્રેરણા લઈને…

Read More

વડાપ્રધાન ભુજ ખાતેના કાર્યક્રમને અનુલક્ષીને શહેરમાં પ્રવેશતા માર્ગોને નો પાર્કિગ ઝોન જાહેર કરાયા

હિન્દ ન્યુઝ, ભુજ         વડાપ્રધાનની કચ્છ જિલ્લાની મુલાકાત સંદર્ભે ભુજ ખાતે યોજાનાર કાર્યક્રમને અનુલક્ષીને શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તા.૨૫/૦૫/૨૦૨૫ના રોજ કલાક ૧૨:૦૦ થી તા.૨૬/૦૫/૨૦૨૫ના કલાક ૨૨:૦૦ વાગ્યા સુધી મિરઝાપર ત્રણ રસ્તાથી, પ્રિન્સ રેસિડેન્સી ત્રણ રસ્તાથી, રિલાયન્સ સર્કલથી, જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર સર્કલથી, નળ સર્કલથી શેખરણપીર ત્રણ રસ્તા સુધી તેમજ નળ સર્કલથી છત્રીસ કવાટર્સ ચાર રસ્તાથી ત્રિમંદિરથી પ્રિન્સ રેસિડેન્સી ત્રણ રસ્તા સુધીના રસ્તા/માર્ગોને નો-પાર્કિંગ ઝોન જાહેર કરવા અંગેનું જાહેરનામું પ્રસિધ્ધ કરવા દરખાસ્ત રજુ થયેલ છે. જેની વિગતે ટ્રાફિક વ્યવસ્થા તથા કાયદો અને વ્યવસ્થાની જાળવણીના હેતુસર નીચે જણાવ્યા…

Read More

સરકારી કચેરીઓમાં બિનઅધિકૃત વ્યક્તિઓને પ્રવેશવા પર પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, ભુજ     જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ, કચ્‍છ-ભુજના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્‍તાર જેવા કે જિલ્‍લા કલેકટર કચેરી, જિલ્‍લા ન્‍યાયાલયની કચેરી, જિલ્‍લા પંચાયત કચેરી, બહુમાળી ભવનમાં આવેલી સરકારી કચેરીઓ, નગરપાલિકાઓ, પ્રાદેશિક વાહન વ્‍યવહારની કચેરીઓ વગેરેમાં જાહેર જનતાને લગતી કામગીરી કરવામાં આવે છે. તાજેતરમાં કેટલાક બનાવો પરથી આ તમામ કચેરીની આસપાસ તથા નજીકના સ્‍થળે કેટલાક વ્યક્તિઓ એકલા અથવા ટોળી બનાવીને જાહેર જનતાની છેતરપીંડી કરી પૈસા પડાવે છે. ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી ઉલટી સીધી વાતો કરી જાહેર જનતાને ભોળવીને કે ગેરમાર્ગે દોરી કામ કરાવવા કે તેવી રીતે લલચાવીને કે ગેરમાર્ગે દોરીને વચેટીયા તરીકે કામ કરાવી આપવાનું…

Read More

વિસાવદર વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણી જાહેર, આગામી તા.૧૯મી જૂનના રોજ યોજાશે મતદાન

હિન્દ ન્યુઝ, ભુજ      ભારતના ચૂંટણી પંચ દ્વારા મહેસાણા જિલ્લામાં સમાવિષ્ટ કડી વિધાનસભા બેઠક તથા જુનાગઢ જિલ્લામાં સમાવિષ્ટ વિસાવદર વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત બંને વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી માટે તા.૨૬ મે, ૨૦૨૫ના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે. જ્યારે તા.૧૯ જૂન, ૨૦૨૫ ના રોજ મતદાન તથા તા.૨૩ જૂન, ૨૦૨૫ ના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે.  ભારતના ચૂંટણી પંચ દ્વારા કેરળ પંજાબ અને પશ્ચિમ બંગાળની એક-એક વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી સહિત ગુજરાતની બે બેઠકો માટે પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જે પૈકી ગુજરાતની ૨૪…

Read More

વડાપ્રધાન આગામી ૨૬ મેના ભુજ ખાતેથી “અબડાસા જૂથ સુધારણા યોજના”ના કામોનું કરશે ખાતમુહૂર્ત

હિન્દ ન્યુઝ, ભુજ    કચ્છના સરહદી અબડાસા તાલુકામાં પુરતું અને શુદ્ધ પીવાના પાણીની જરૂરિયાત સંતોષવા માટે રૂ.૬૦ કરોડના ખર્ચે આકાર લેનારી “અબડાસા જૂથ સુધારણા યોજના”નું તા.૨૬મીએ ભુજ ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ખાતમુહુર્ત કરીને તાલુકાના ૪૪ હજારથી વધુ લોકોની પીવાના પાણીની જરૂરીયાતનો માર્ગ મોકળો કરશે.   અબડાસા જૂથ સુધારણા યોજના હેઠળ વિવિધ વ્યાસની પીવીસી/ડી.આઇ.પાઇપ લાઇન બીછાવવાની કામગીરી, કમિશનીંગ તેમજ અંડર ગ્રાઉન્ડ સમ્પ અને ઇએસઆરનું કામ, આર.સી.સી. પમ્પ હાઉસ, મિકેનીકલ કામ, આર.સી.સી કંપાઉન્ડ વોલ, આર.સી.સી. એપ્રોચ રોડ-પેવર બ્લોક અને તમામ સહાયક કામો તેમજ ૧૦ વર્ષના ઓપરેશન અને મેઇન્ટેન્સની કામગીરીનો સમાવેશ થાય છે.…

Read More

જિલ્‍લાની સરકારી કચેરીઓમાં ચાર કરતાં વધુ વ્યક્તિઓને ભેગા થઈને આવેદન પત્ર આપવા પર પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, ભુજ       કચ્છ જિલ્‍લાના જાહેર સ્‍થળોએ વગર પરવાનગીએ રેલી, સરઘસ, દેખાવો જેવા કાર્યક્રમોમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા ન થાય, સુલેહ શાંતિનો ભંગ ન થાય, જિલ્‍લા/તાલુકા સેવા સદને પોતાના કામ અર્થે આવતા નાગરિકોને કોઇ અગવડતા ન પડે તથા કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ જળવાઇ રહે તે હેતુસર જિલ્‍લા સેવા સદન, ભુજ તથા મધ્‍યસ્‍થ સેવા સદન, ભુજ, અંજાર, ભચાઉ, મુન્‍દ્રા, નખત્રાણા, અબડાસા, જિલ્‍લાના નલિયા, દયાપર, મુન્‍દ્રા, માંડવી, ભુજ, નખત્રાણા, અંજાર, ગાંધીધામ, ભચાઉ અને રાપર તાલુકા સેવા સદન તેમજ પોલીસ મહાનિરીક્ષકની કચેરી, ભુજ, પોલીસ અધિક્ષકની કચેરી ભુજ અને ગાંધીધામ,…

Read More

જિલ્‍લા/મધ્‍યસ્‍થ/તાલુકા સેવા સદનના પરિસરની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં ધરણા, પ્રતિક ધરણા, ભૂખ હડતાલ પર બેસવા કે ઉપવાસ ઉપર બેસવા પર મનાઇ

હિન્દ ન્યુઝ, ભુજ        કચ્છ જિલ્‍લાના જાહેર સ્‍થળોએ વગર પરવાનગીએ ધરણા, રેલી, સરઘસ, દેખાવો જેવા કાર્યક્રમોમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા ન થાય, સુલેહ શાંતિનો ભંગ ન થાય, જિલ્‍લા/તાલુકા સેવા સદને પોતાના કામ અર્થે આવતા નાગરિકોને કોઇ અગવડતા ન પડે તથા કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ જળવાઇ રહે તે હેતુસર જિલ્‍લા સેવા સદન, ભુજ તથા મધ્‍યસ્‍થ સેવા સદન, ભુજ, અંજાર, ભચાઉ, મુન્‍દ્રા, નખત્રાણા, અબડાસા, નલિયા, દયાપર, મુન્‍દ્રા, માંડવી, ગાંધીધામ, ભચાઉ તથા રાપર તાલુકા સેવા સદન તેમજ પોલીસ મહાનિરીક્ષકની કચેરી, ભુજ, પોલીસ અધિક્ષકની કચેરી ભુજ અને ગાંધીધામ, નાયબ પોલીસ…

Read More