હિન્દ ન્યુઝ, રાજકોટ પંચશીલમાં પરિસંવાદ: સૂકામાં સુવાડી ભીને પોઢી પોતે…ઈશ્વર કણ કણમાં નથી એટલે જ તેમણે માઁ ને ધરતી પર મોકલી માતૃશક્તિને સલામ: રાજકોટની બ્રહ્માકુમારી બહેનોએ માતૃ દિવસ મનાવ્યો : ભારતીદીદીજી સાથે સ્નેહમિલન યોજાયો રાજકોટ ખાતે બ્રહ્માકુમારીઝ દ્વારા સુખી સ્વસ્થ પરિવાર માટે માતાઓની ભૂમિકા વિષય પર પંચશીલ જ્યોતિ દર્શન સેવા કેન્દ્ર ખાતે પરિસંવાદ યોજાયો હતો. જો કે, એ પહેલા માતૃવાત્સલ્યના ધની, માતાઓમાં શક્તિ ભરનારા, જ્ઞાનરત્નોથી પાલના કરનારા રાજયોગીની બ્રહ્માકુમારી ભારતીદીદીજી ના પરમ સાનિધ્યમાં રાજકોટની 60 થી વધારે બ્રહ્માકુમારી બહેનોએ માતૃ દિવસની ઉજવણી કરી હતી. …
Read MoreDay: May 12, 2025
વેરાવળ ખાતે આપાતકાલીન પરિસ્થિતિમાં સ્વબચાવ માટે નાગરિક સંરક્ષણ મોકડ્રિલ યોજાઈ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ પ્રવર્તમાન સ્થિતિને અનુલક્ષી વહીવટી તંત્ર દ્વારા વેરાવળ ખાતે સરદારસિંહ રાણા (કે.સી.સી ગ્રાઉન્ડ) ખાતે એન.સી.સી. કેડેટ્સ અને સામાન્ય નાગરિકો માટે આપાતકાલીન પરિસ્થિતિમાં કઈ રીતે વિપરીત પરિસ્થિતિનો સામનો કરી શકાય તે માટેની સિવિક ડિફેન્સની સમજ આપતી નાગરિક સંરક્ષણ મોકડ્રિલ જિલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાય સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. સ્કૂલ, કોલેજના વિદ્યાર્થીઓમાં ‘એકતા અને અનુશાસન’ના પાઠ ભણાવતી દેશની સૌથી મોટી સૈન્ય તાલીમ આપતી સંસ્થા એટલે નેશનલ કેડેટ્સ કોર્પ્સ. કેડેટ્સ જવાબદાર નાગરિક, નિયમ પાલન અને રાષ્ટ્ર ધર્મ સાથે સેના અને સમાજને જોડતી કડી છે. કેડેટ્સમાં એકતા, અનુશાસન અને લીડરશીપના…
Read Moreમેગા બ્લડ ડોનેશન કેમ્પમાં ૧૦૦૦થી વધુ યૂનિટ એકત્ર, નાગરિકોનો આભાર વ્યક્ત કરતાં કલેક્ટર
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ કોઈપણ પ્રકારની કપરી સ્થિતિમાં ઇમરજન્સીને ધ્યાને લઈ ગીર સોમનાથ ઈન્ડિયન રેડક્રોસ તેમજ અન્ય સંસ્થાઓના સહયોગ થકી વેરાવળ મણિબહેન કોટક સ્કૂલમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં નાગરિકોએ અભૂતપૂર્વ દેશપ્રેમ વ્યક્ત કર્યો હતો. જેના થકી આશરે ૧૦૦૮ યુનિટ એકત્ર થયાં હતાં. જિલ્લા કલેક્ટરએ રક્તદાનમાં સહયોગ આપનાર તમામ સંસ્થાઓ, પદાધિકારીઓ અને સંગઠનોનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, વિવિધ સંસ્થાઓ અને નાગરિક સમાજના સહયોગથી મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન માટે તમામ સંગઠનો, વિવિધ…
Read Moreરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ડો. હેડગેવાર સ્મૃતિ સેવા સમિતિ, સુરત દ્વારા આપાતકાલીન રકતદાન શિબિર યોજાઈ
હિન્દ ન્યુઝ, સુરત ભારત-પાકિસ્તાન વચ્ચેની તણાવભરી પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સરકારી હોસ્પિટલોની બલ્ડ બેન્કમાં જરૂરીયાત મુજબ રક્ત એકત્ર રહે તે માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ડો. હેડગેવાર સ્મૃતિ સેવા સમિતિ, સુરત દ્વારા સરકારી બ્લડ બેન્કની સૂચના અનુસાર આપાતકાલીન રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતના રાંદેર વિસ્તારમાં આંબેડકર ટ્રસ્ટ ખાતે સુરત સિવિલ બ્લડ બેન્કમાં ૧૦૮ યુનિટ અને સ્મીમેર બ્લડ બેંકને ૫૨ યુનિટ રક્ત મળીને કુલ ૧૬૦ યુનિટ રક્ત અર્પણ કરાર્યું હતું. મેડિકલ વિભાગની સૂચના અનુસાર જરૂર પડે તેમ રકતદાન શિબિરનું આયોજન કરવા ટ્રસ્ટ તત્પર છે.
Read Moreઆંતરરાષ્ટ્રીય નર્સ દિવસ
હિન્દ ન્યુઝ, વડોદરા દર વર્ષે 12 મી મેના રોજ આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ ઉજવાય છે, જે વૈશ્વિક સ્તરે નર્સની સેવા, સમર્પણ અને માનવતાવાદી અભિગમ માટે તેમને સન્માન આપવાનો દિવસ છે. રોગીઓની સંભાળ અને આરોગ્ય ક્ષેત્રના વિકાસમાં નર્સોનું યોગદાન અમૂલ્ય છે. ગુજરાતમાં 61 સરકારી સંસ્થાઓમાં 1920 સીટ અને 997 ખાનગી સંસ્થાઓમાં 47,170 સીટ સાથે નર્સિંગના કોર્સ કાર્યરત. વડોદરા જિલ્લામાં પણ નર્સિંગ અભ્યાસક્રમો ચાલી રહ્યા છે, જેમાં અનેક સરકારી તથા ખાનગી સંસ્થાઓ યુવાનોને નર્સિંગ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા મ
Read Moreઅમદાવાદ જિલ્લાના વિવિધ તાલુકામાં લોકજાગૃતિ માટે નાગરિક સંરક્ષણ તાલીમ યોજાઈ
હિન્દ ન્યુઝ, અમદાવાદ જિલ્લામાં ૮૩ ટીમ દ્વારા વિવિધ તાલુકાઓમાં નાગરિકોને સ્વરક્ષણ અને સંરક્ષણની તાલીમ અપાઈ ફાયર, આરોગ્ય સહિતના વિભાગોના લાઈવ ડેમોન્સ્ટ્રેશન દ્વારા સ્વબચાવની પદ્ધતિઓ વિશે નાગરિકોને જાગૃત કરાયાં દરેક ટીમમાં મહેસૂલ, પંચાયત, આરોગ્ય, નાગરિક સંરક્ષણ, પોલીસ અને શિક્ષણ સહિત તમામ વિભાગના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા
Read More