હિન્દ ન્યુઝ, રાજકોટ પ્રાંત અધિકારી મહેક જૈનના દિશાનિર્દેશ તથા જિલ્લા મહિલા અને બાળ અધિકારી જનકસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ “સંકલ્પ” ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન – DHEW ટીમ દ્વારા SBI – RSETI રાજકોટ ખાતે તાલીમ લઈ રહેલ કુલ ૪૦ બહેનોને સર્વાઈકલ કેન્સર અંગે સમજ આપવામાં આવી હતી. ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન – DHEW ટીમના હેડ જેવીના માણાવદરીયાએ પોસ્ટર,પેમ્ફલેટ અને વિડીયો દ્વારા સર્વાઈકલ કેન્સર અંગે સમજ આપી હતીઅ જેમાં સર્વાઈકલ કેન્સર શું છે ? તેના લક્ષણ, કેન્સર સામે રક્ષણ મેળવવા ધ્યાનમાં રાખવા જેવી બાબતો અને HPV ની…
Read MoreDay: May 6, 2025
મનરેગા યોજના અંતર્ગત જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં મનરેગા યોજના અંતર્ગત જન સામુહિક કામગીરી હાથ ધરવામાં આવી
હિન્દ ન્યુઝ, રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદએ કોટડાસાંગાણીના ખરેડા ગામની મુલાકાત લીધી હતી. જિલ્લા વિકાસ અધિકારીએ ગામનાં તળાવની કામગીરીમાં જોડાયેલા મનરેગા યોજના અંતર્ગત કામ કરતા શ્રમિકો સાથે મુલાકાત કરી કામના સ્થળે શેડ, પાણી, આરોગ્ય વિગેરે વ્યવસ્થાઓની સમીક્ષા કરી અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હતા. મનરેગા યોજના અંતર્ગત તળાવો, નદી ઊંડા કરવા સહિતની કામગીરી જિલ્લામાં હાથ ધરાઈ રહી છે. આ કામગીરી સાથે જોડાયેલા શ્રમિકોને સ્થળ પર પૂરતી સુવિધા મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે છે. ગ્રામજનોને ગામમાં જ રોજગારી મળી રહે તેવા ઉમદા પ્રયાસોથી મનરેગા યોજના અંતર્ગત જિલ્લાના…
Read Moreરાજકોટ ખાતે કલેક્ટર પ્રભવ જોષીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ જિલ્લામાં સરકારના ઓગ્મેન્ટેશન ઇન જનરલ રૂરલ એરીયા કાર્યક્રમના અમલીકરણ માટે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ કાર્યરત છે. જેની બેઠક કલેક્ટર પ્રભવ જોષીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. જેમાં ગ્રામ્ય પાણી પુરવઠા યોજના અન્વયે કુલ રૂ. ૫૧,૨૪,૨૪૩ના વિકાસ કામોને સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ છે. જે પૈકી જેતપુર તાલુકાના રૂ. ૧,૨૪,૬૧૦ના વિકાસ કાર્યોને સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ છે. આથી, આગામી દિવસોમાં આરબટીંબડી ગામમાં રૂ. ૩૭,૧૩૦ના ખર્ચે હયાત કુવા પર થ્રી ફેઇઝ કનેક્શન અને પાંચપીપળા ગામમાં રૂ. ૮૭,૪૮૦ના ખર્ચે હયાત સંપ પર પમ્પિંગ મશીનરીની કામગીરી થશે, તેમ જિલ્લા જળ…
Read Moreએસએસજીમાં રેર એવા ન્યુરોબ્લાસ્ટોમા કેંસરથી પીડિત નવ માસની બાળકીને નવજીવન મળ્યું
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ તલાલા ગામ (જી. ગીર સોમનાથ)ના રહેવાસી અને માછીમાર દંપતી તેમના ૯ માસના દિકરીને બાળકમાં અસામાન્ય હલચાલ અને આંખોની આકસ્મિક કમ્પન જેવી તકલીફના કારણે રાજકોટ સિવિલ હોસ્પિટલના બાળરોગ વિભાગમાં નિદાન પ્રક્રિયા દરમિયાન બાળકીને opsoclonus-myoclonus નામની દુર્લભ ન્યુરોલોજિકલ તકલીફ હોવાનું જણાયું હતું. વધુ તપાસરૂપે ગાંઠની બાયોપસી કરવામાં આવી, જેના આધારે બાળકીને ન્યુરોબ્લાસ્ટોમા નામનું કેંસર હોવાનું સ્પષ્ટ થયું. ન્યુરોબ્લાસ્ટોમા બાળકોમાં જોવા મળતું એક જીવલેણ કેંસર છે, જેને યોગ્ય સારવાર વિના જીવના જોખમ તરફ દોરી શકે છે. આ ગંભીર અવસ્થા વચ્ચે, હોસ્પિટલના શસ્ત્રક્રિયા વિભાગે બાળકીની અત્યંત જટિલ સર્જરી…
Read Moreતાપી જિલ્લામાં “ઓપરેશન અભ્યાસ”અંતર્ગત મોક ડ્રીલ નું આયોજન કરાયું
હિન્દ ન્યુઝ, તાપી કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સૂચના અનુસાર ગુજરાત રાજ્યના ૧૮ જિલ્લાઓમાં જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા બાબતની “ઓપરેશન અભ્યાસ”ના ભાગરૂપે મોકડ્રિલનું આયોજન કરાયું છે. જે અન્વયે તાપી જિલ્લામાં પણ સિવિલ ડિફેન્સ મોકડ્રિલનું આયોજન “ઓપરેશન અભ્યાસ”અંતર્ગત તા.૦૭-૦૫-૨૦૨૫ના રોજ સાંજે ૦૪ કલાકે જિલ્લાના મહત્વના ચાર સ્થળો જેમાં જે. કે પેપરમીલ, ઉકાઈ હાઈડ્રો પાવર સ્ટેશન, ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન, તેમજ કાકરાપારા ટાઉનશીપ ખાતે મોકડ્રિલ યોજાશે. આ ઉપરાંત આકસ્મિક પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે બ્લેકઆઉટ (અંધારપટ)ની મોકડ્રીલ તારીખ ૭ મે ૨૦૨૫ના રોજ રાત્રે ૭.૪૫ થી ૮.૧૫ એટલે કે ૩૦ મિનિટ સુધી યોજાશે. જેમાં…
Read More૮મી મે – વિશ્વ થેલેસેમિયા દિવસ
હિન્દ ન્યુઝ, અમદાવાદ થેલેસેમિયા નિવારણના ધ્યેયમંત્ર સાથે કામગીરી કરતી સંસ્થા એટલે ‘ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી’ ગુજરાતમાં થેલેસેમિયા અને સિકલ સેલ જેવી હીમોગ્લોબિનોપથીઝને નાબૂદ કરવા ૨૦૦૪થી ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીનો ‘થેલેસેમિયા અને સિકલ સેલ પ્રિવેન્શન પ્રોગ્રામ’ કાર્યરત વ્યાપની દૃષ્ટિએ સમગ્ર દક્ષિણ-પૂર્વ એશિયામાં પહેલો મોટો પ્રોગ્રામ
Read Moreઅમદાવાદ જિલ્લામાં ‘ઓપરેશન અભ્યાસ’ અંતર્ગત યોજાશે સિવિલ ડિફેન્સ મોકડ્રીલ
હિન્દ ન્યુઝ, અમદાવાદ દેશભરમાં ૭મી મેના રોજ સિવિલ ડિફેન્સ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પણ સિવિલ ડિફેન્સ મોકડ્રીલ માટેની તૈયારીઓ કરી લેવામાં આવી છે. અમદાવાદ જિલ્લામાં સિવિલ ડિફેન્સ મોકડ્રીલના આયોજન અંગે મીડિયાના માધ્યમથી વિગતો પૂરી પાડતા જિલ્લા કલેક્ટર સુજીત કુમારે જણાવ્યું હતું કે ૭મી મેના રોજ જિલ્લામાં ‘ઓપરેશન અભ્યાસ’ અંતર્ગત બપોરે ૪.૦૦ થી ૦૮:૧૫ દરમિયાન શહેર અને ગ્રામ્ય વિસ્તારોના આશરે ૧૫ થી ૧૮ સ્થળોએ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. શહેર અને ગ્રામ્યના વિવિધ જાહેર સ્થળોએ મોકડ્રીલ અંતર્ગત સિવિલ ડિફેન્સની ગાઇડલાઈન અનુસારના વિવિધ ઇન્સ્ટોલેશન્સમાંથી કેટલાંક ઇન્સ્ટોલેશન્સ…
Read Moreઆવતીકાલે રાત્રે ૦૭:૪૫ થી ૦૮:૧૫ દરમિયાન બ્લેક આઉટમાં સ્વયંભૂ જોડાવવા મોરબી જિલ્લાવાસીઓને વહીવટી તંત્રની અપીલ
હિન્દ ન્યુઝ, મોરબી આપણા ઘર, દુકાન, કારખાના, ઓફિસ સહિતના સ્થળે બ્લેક આઉટ- સંપૂર્ણ અંધારપટ કરી સુરક્ષા અને સલામતીના પગલામાં સહભાગી બનીએ મોરબી જિલ્લામાં યુદ્ધ કે આકસ્મિક પરિસ્થિતિમાં કોઈ અનિચ્છિય બનવા પામે તે માટે સુરક્ષા અને સલામતી માટે સિવિલ ડિફેન્સમાં સહભાગી બની આવતીકાલે રાત્રે ૦૭:૪૫ થી ૦૮:૧૫ દરમિયાન ૩૦ મિનીટ બ્લેકઆઉટ- અંધારપટમાં સમગ્ર મોરબી જિલ્લાના નાગરિકોને સ્વયંભૂ જોડાવવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. બ્લેકઆઉટ એ યુદ્ધ સમયની રણનીતિ છે. બ્લેકઆઉટ ઘરો, ફેક્ટરીઓ, દુકાનો અને વાહનોની લાઇટિંગને નિયંત્રિત કરે છે, જેમાં બારીઓ ઢાંકવી અને સ્ટ્રીટ લાઇટ બંધ કરવી વગેરેનો…
Read Moreગુજરાત રાજ્ય ના કુલ-18 જિલ્લાઓમાં મોકડ્રીલ થશે
હિન્દ ન્યુઝ, ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં તા. 7 મેના રોજ યોજાનાર સિવિલ ડિફેન્સ મોકડ્રીલના આયોજન બાબતે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં વિવિધ જિલ્લાઓના વહીવટી તંત્રના અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી સમીક્ષા કરી. રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ભરુચ (અંકલેશ્વર), તાપી (કાકરાપાર), સુરત, ભાવનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા (ઓખા, વાડીનાર), કચ્છ-પૂર્વ (ગાંધીધામ), કચ્છ-પશ્ચિમ (ભુજ, નલિયા) ઉપરાંત પાટણ, બનાસકાંઠા, ગીર-સોમનાથ અને મોરબી સહિત કુલ-18 જિલ્લાઓમાં મોકડ્રીલ થશે. ગૃહ રાજ્યમંત્રીશ્રીએ સૌ નાગરિકોને અનુરોધ કર્યો કે, આ મોકડ્રીલ એ માત્ર સતર્કતા અને પૂર્વ તૈયારી રૂપે થવાની છે તેથી કોઈએ ભય કે ગભરાટ રાખવાની જરૂર…
Read Moreસાધનિક કાગળો અપલોડ કરી અરજી કન્ફર્મ કરી અરજીની પ્રિન્ટ ખેડુતોએ પોતાની પાસે જ રાખવાની
હિન્દ ન્યુઝ, રાજકોટ બાગાયત ખાતાની વિવિધ ૪૭ જેટલા ઘટકોમાં સહાય યોજનાઓનો લાભ મેળવવા માટે ખેડુતો તા. ૩૧/૦૫/૨૦૨૫ સુધી http//ikhedut.gujarat.gov.in પોર્ટલ પર અરજી કરી શકશે. જે બાગાયતદાર ખેડુતો બાગાયતી યોજનાઓનો લાભ લેવા માંગતા હોય તેઓએ આઇ- ખેડુત પોર્ટલ પર નોંધણી કરવી ફરજિયાત રહેશે. ઓનલાઇન અરજી બાદ તેમાં જણાવ્યા મુજબના સાધનિક કાગળો અપલોડ કરી અરજી કન્ફર્મ કરી અરજીની પ્રિન્ટ ખેડુતોએ પોતાની પાસે જ રાખવાની રહેશે. અરજીની નકલ મંજુરી મળ્યા બાદ ક્લેઇમ સબમીટ કરતી વખતે સહી કરી જરૂરી સાધનીક કાગળો સહિત જિલ્લા બાગાયત કચેરી ખાતે જમા કરાવવાના થશે. વધુ માહિતી…
Read More