અમદાવાદ જિલ્લામાં ‘ઓપરેશન અભ્યાસ’ અંતર્ગત યોજાશે સિવિલ ડિફેન્સ મોકડ્રીલ

હિન્દ ન્યુઝ, અમદાવાદ

     દેશભરમાં ૭મી મેના રોજ સિવિલ ડિફેન્સ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પણ સિવિલ ડિફેન્સ મોકડ્રીલ માટેની તૈયારીઓ કરી લેવામાં આવી છે.

અમદાવાદ જિલ્લામાં સિવિલ ડિફેન્સ મોકડ્રીલના આયોજન અંગે મીડિયાના માધ્યમથી વિગતો પૂરી પાડતા જિલ્લા કલેક્ટર સુજીત કુમારે જણાવ્યું હતું કે ૭મી મેના રોજ જિલ્લામાં ‘ઓપરેશન અભ્યાસ’ અંતર્ગત બપોરે ૪.૦૦ થી ૦૮:૧૫ દરમિયાન શહેર અને ગ્રામ્ય વિસ્તારોના આશરે ૧૫ થી ૧૮ સ્થળોએ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. શહેર અને ગ્રામ્યના વિવિધ જાહેર સ્થળોએ મોકડ્રીલ અંતર્ગત સિવિલ ડિફેન્સની ગાઇડલાઈન અનુસારના વિવિધ ઇન્સ્ટોલેશન્સમાંથી કેટલાંક ઇન્સ્ટોલેશન્સ પર્ફોર્મ કરવામાં આવશે. 

Related posts

Leave a Comment