મનરેગા યોજના અંતર્ગત જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં મનરેગા યોજના અંતર્ગત જન સામુહિક કામગીરી હાથ ધરવામાં આવી

હિન્દ ન્યુઝ, રાજકોટ

     જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદએ કોટડાસાંગાણીના ખરેડા ગામની મુલાકાત લીધી હતી. જિલ્લા વિકાસ અધિકારીએ ગામનાં તળાવની કામગીરીમાં જોડાયેલા મનરેગા યોજના અંતર્ગત કામ કરતા શ્રમિકો સાથે મુલાકાત કરી કામના સ્થળે શેડ, પાણી, આરોગ્ય વિગેરે વ્યવસ્થાઓની સમીક્ષા કરી અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હતા.

મનરેગા યોજના અંતર્ગત તળાવો, નદી ઊંડા કરવા સહિતની કામગીરી જિલ્લામાં હાથ ધરાઈ રહી છે. આ કામગીરી સાથે જોડાયેલા શ્રમિકોને સ્થળ પર પૂરતી સુવિધા મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે છે. ગ્રામજનોને ગામમાં જ રોજગારી મળી રહે તેવા ઉમદા પ્રયાસોથી મનરેગા યોજના અંતર્ગત જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં મનરેગા યોજના અંતર્ગત જન સામુહિક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

Related posts

Leave a Comment