હિન્દ ન્યુઝ, રાજકોટ
પ્રાંત અધિકારી મહેક જૈનના દિશાનિર્દેશ તથા જિલ્લા મહિલા અને બાળ અધિકારી જનકસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ “સંકલ્પ” ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન – DHEW ટીમ દ્વારા SBI – RSETI રાજકોટ ખાતે તાલીમ લઈ રહેલ કુલ ૪૦ બહેનોને સર્વાઈકલ કેન્સર અંગે સમજ આપવામાં આવી હતી.
ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન – DHEW ટીમના હેડ જેવીના માણાવદરીયાએ પોસ્ટર,પેમ્ફલેટ અને વિડીયો દ્વારા સર્વાઈકલ કેન્સર અંગે સમજ આપી હતીઅ જેમાં સર્વાઈકલ કેન્સર શું છે ? તેના લક્ષણ, કેન્સર સામે રક્ષણ મેળવવા ધ્યાનમાં રાખવા જેવી બાબતો અને HPV ની રસી કોણ મુકાવી શકે તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી તેમજ વધુ માહિતી માટે IEC પોસ્ટર,પેમ્ફલેટ અને સ્ટીકર વિતરણ કરવામાં આવ્યા હતા.
સર્વાઇકલ કેન્સર એટલે ગર્ભાશયનાં મુખનું કેન્સર. યોનિથી શરૂ થયેલું આ કેન્સર મૂત્રાશય, મળાશય અને ફેફસાં સુધી સ્પ્રેડ થઈ શકે છે. સર્વાઈકલ એ સ્ત્રીનાં પ્રાઈવેટ અંગનો હિસ્સો ગણાય છે. જે યોનિને ગર્ભાશયનાં ઉપરનાં ભાગ સાથે જોડે છે. પેપિલોમા વાયરસનાં કારણે લાંબા સમય સુધી ચાલતું ઈન્ફેક્શન સર્વાઈકલ કેન્સરમાં પરિણમે છે. હ્યુમન પેપિલોમા વાયરસ(એચ.પી.વી.) એ એક એવો વાયરસ છે, જે શારીરિક સંબંધ દરમિયાન એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાઇ શકે છે. તે ગર્ભાશયના મુખનું કેન્સર, તેમજ અન્ય કેન્સર અને રોગોનું કારણ બની શકે છે.
