સુરત સર્કિટ હાઉસ ખાતે જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને નાગરિકોની સુરક્ષા જાગૃત્તિ અંગે મોકડ્રીલના આયોજન અંગે પદાધિકારીઓ સાથે બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, સુરત  આજે સાંજે ૪.૦૦ થી ૮.૦૦ વાગ્યા દરમિયાન મોકડ્રીલ યોજાશે: સાંજે ૪.૦૦ વાગ્યે સાયરન વાગશે: રાત્રે ૭.૩૦ થી ૮.૦૦ દરમિયાન બ્લેક આઉટ કરવામાં આવશે સંભવિત યુદ્ધની સ્થિતિમાં નાગરિકોને સુરક્ષિત અને જાગૃત્ત રાખવા માટે મોકડ્રિલ ‘ઓપરેશન અભ્યાસ’ યોજાશે: જિલ્લા કલેક્ટર બ્લેક આઉટમાં નાગરિકોને ઘરના બલ્બ, ટ્યૂબલાઈટ્સ સ્વયંભૂ બંધ રાખવા: ફ્રિઝ, એસી સહિતના અન્ય ઉપકરણો બંધ કરવાની જરૂર નથી: પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌત રેલ્વે અને બસ સેવા તેમજ ઈમજન્સી સેવાઓ કાર્યરત રહેશે : મ્યુ. કમિશનર શાલીની અગ્રવાલ નાગરિકોને ભયભીત ન થવા અને અફવાઓથી દુર રહેવા પ્રશાસનની અપીલ લોકોને સતર્ક અને…

Read More

ઓપરેશન સિંદૂરની શાનદાર સફળતા પાછળ એક શક્તિશાળી દિકરી: કર્નલ સોફિયા કુરેશી

હિન્દ ન્યુઝ, વડોદરા     ગુજરાતની ધરતીમાંથી ઉગેલી અને વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં બાયો કેમિસ્ટ્રીનો અભ્યાસ કરનાર કર્નલ સોફિયા કુરેશી આજે દેશની રક્ષા માટે એક પ્રેરણાદાયી નામ છે. 🚩 ભારતીય સેના સાથે જોડાઈને Corps of Signalsમાં અનેક સિદ્ધિઓ હાંસલ કરનાર સોફિયા એ ન માત્ર એક યોધ્ધા છે, પણ આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિ માટે પણ કાર્યરત રહ્યા છે. 🌍 યુ.એન. પીસકીપિંગ મિશન હેઠળ કોંગોમાં તૈનાત રહીને માનવીય સેવા આપી, તો બીજી તરફ ASEAN દેશોની એક્સરસાઈઝ ‘FORCE 18’માં ભારતનું નેતૃત્વ કરનારી તેઓ પહેલી મહિલા કમાન્ડર બન્યા — 18 દેશોમાંથી એકમાત્ર મહિલા! 💪 “ઓપરેશન સિંદૂર”…

Read More

ડાંગ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ દ્વારા અવરોધાયેલ માર્ગો ઉપર તાત્કાલિક વૃક્ષ હટાવી માર્ગો પુન: યાતાયાત માટે શરૂ કરાયા

હિન્દ ન્યુઝ, ડાંગ      હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના અમુક જિલ્લાઓમા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. જે મુજબ ડાંગ જિલ્લામાં પણ કમોસમી વરસાદ નોંધાવા પામ્યો હતો.  ગત રોજ વાવાઝોડા સાથે વરસેલાં કમોસમી વરસાદના કારણે મુખ્ય માર્ગો ઉપર કેટલાક વૃક્ષો ધરાશાઈ થવાની ઘટના બનવા પામી હતી. જે બાબતને ધ્યાને લઇ માર્ગ અને મકાન વિભાગ દ્વારા ત્વરિત કાર્યવાહી હાથ ધરી વૃક્ષોનો નિકાલ કરી માર્ગો ખુલ્લાં કરાયા હતાં.  ભારે વાવાઝોડાના કારણે વઘઇ-આહવા રોડ, વઘઇ-સાપુતારા રોડ, પીંપરી-કાલીબેલ રોડ પર વૃક્ષો ધરાશાઈ થવાની ધટનાં બની હતી. જેમાં ડાંગ જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ…

Read More

રાજકોટ એરપોર્ટની તમામ નાગરિક સેવાઓ ત્રણ દિવસ માટે બંધ

હિન્દ ન્યુઝ, રાજકોટ      રાજકોટ એરપોર્ટની તમામ નાગરિક સેવાઓ ત્રણ દિવસ માટે બંધ રાખવામાં આવી છે. ૭, ૮ અને ૯ મે દરમિયાન રાજકોટ ખાતેથી ઉપડનારી તમામ સિવિલ ફ્લાઇટસ બંધ રહેશે. રાજકોટ ખાતેથી ઉપડનારી સાતમી મેની તમામ ફલાઈટસ રદ કરવામાં આવી છે. જ્યારે રાજકોટ એરપોર્ટ તમામ પ્રકારની મિલિટરી સેવાઓ માટે ૨૪ કલાક ખુલ્લું રહેશે, તેમ જિલ્લા વહીવટી તંત્ર, રાજકોટની યાદીમાં જણાવાયું છે.

Read More