હિન્દ ન્યુઝ, , ભુજ
ધરતીકંપ બાદ કચ્છનું નવસર્જન કરીને જિલ્લાને વિવિધ ક્ષેત્રે વિકાસના પંથે જેટ ગતિ આપનાર લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સોમવારે ભુજ ખાતે વિશાળ જનમેદનીને સંબોધવા સાથે રૂા. ૫૩ હજાર કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોની ગુજરાતને ભેટ આપશે.
“ઓપરેશન સિંદૂર” બાદ પ્રથમ વખત કચ્છ આવતા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને અનેરો ઉત્સાહ અને ઉમંગ લોકોમાં જોવા મળી રહ્યો છે. કચ્છના વિકાસના સ્વપ્નદ્ષ્ટાને આવકારવા કચ્છી જનતા થનગની રહી છે. વડાપ્રધાનશ્રી આગમનના આનંદમાં સમગ્ર ભુજને દેશભક્તિના રંગે રંગવામાં આવ્યું છે. તા.૨૬ અને ૨૭ મે દરમિયાન તેઓ ગુજરાતમાં દાહોદ, ભુજ અને ગાંધીનગરમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ પ્રવાસ દરમિયાન ૨૬ તારીખે ભુજમાં વડાપ્રધાનના હસ્તે કુલ રૂા. ૫૩,૪૧૪ કરોડના ખર્ચે 33 વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે.
વડાપ્રધાન એરપોર્ટથી સીધા બપોરે ૩.૩૦ વાગ્યે ભુજ હીલગાર્ડન રોડ પહોંચશે. જ્યાં વડાપ્રધાનને આવકારવા એક કિલોમીટર લાંબો રોડ-શો યોજાશે. જેમાં દેશભક્તિના સંદેશ સાથે કચ્છની સાંસ્કૃતિક વૈવિધ્યતાને વિશ્વ સમક્ષ રજૂ કરાશે. રોડ-શોમાં એક કિલોમીટર લાંબો ત્રિરંગો લહેરાશે, અને વિવિધ સમાજ પોતાના પરંપરાગત પોશાકમાં દેશપ્રેમની ઝાંખી સાથે સાંસ્કૃતિક ઝલક પ્રદર્શિત કરશે. કચ્છ આ કાર્યક્રમના માધ્યમથી એકતાનો સંદેશ વિશ્વભરમાં પહોંચાડશે. રોડ-શોમાં કાર્યક્રમ દરમિયાન વિવિધ સમાજ, સંગઠન અને સંસ્થા કચ્છની ભાતીગળ સંસ્કૃતિ રજૂ કરીને વડાપ્રધાનશ્રીને આવકારશે. રોડ-શોમાં લોકોનું અભિવાદન ઝીલી વડાપ્રધાન સીધા ભુજ-મિરઝાપર હાઇવે પર ટાઇમ સ્કેવરની સામે આયોજિત સભા સ્થળે પહોંચી કચ્છની પ્રજા સાથે રૂબરૂ થશે.
ભુજમાં ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, પાણી પુરવઠા વિભાગ, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ,પાવરગ્રીડ તેમજ દીનદયાલ પોર્ટ ઓથોરિટીના કુલ 33 વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે.
લોકાર્પણ થનારા રૂ.૨૩૨૬ કરોડના ૧૮ વિકાસ પ્રકલ્પો ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ
• ₹ ૧૨૫ કરોડના ખર્ચે જામનગરમાં ૨૨૦/૬૬ કે.વી. બબરઝર સબસ્ટેશન
• ₹ ૭૫ કરોડના ખર્ચે જામનગરમાં GETCOનું ૧૩૨/૬૬ કાનસુમરા સબસ્ટેશન
• ₹ ૬૯ કરોડના ખર્ચે મોરબીમાં ૧૧ મેગાવોટ સોલાર પીવી પ્રોજેક્ટ – જાંબુડિયા વિડી
• ₹ ૫૯ કરોડના ખર્ચે કચ્છ જિલ્લાના મંજલમાં ૧૦ મેગાવોટ સોલાર પીવી પ્રોજેક્ટ
• ₹ ૨૦૯ કરોડના ખર્ચે કચ્છ જિલ્લાના લાકડિયા ખાતે ૩૫ મેગાવોટ સોલાર પીવી પ્રોજેક્ટ
• ₹ ૮૮૭ કરોડના જામનગર જિલ્લાના બબરઝરમાં ૨૧૦ મેગાવોટ સોલાર પીવી પ્રોજેક્ટ
• ₹ ૪૬ કરોડના ખર્ચે અમરેલી, જુનાગઢ, ગીર-સોમનાથમાં ૬૬ કે.વી. HTLS ટ્રાન્સમિશન લાઇનો
માર્ગ અને મકાન વિભાગ
• ₹ ૫૫ કરોડના ખર્ચે કચ્છમાં લાયજા-બાડા-માપર-મોડકુબા-લઠેડી-સાંધાણ-સુથરી રોડનું વિસ્તરણ અને મજબૂતીકરણ.
• ₹ ૫૦ કરોડના ખર્ચે ભીરંડિયારી-હોડકો-ધોરડો ટેન્ટ સિટી માર્ગનું વિસ્તરણ અને મજબૂતીકરણ
પાવરગ્રિડ
• ₹ ૧૮૬ કરોડના ખર્ચે બનાસકાંઠા-સાંખારી પ્રોજેક્ટ – ATC વધારવા માટે ટ્રાન્સમિશન નેટવર્ક વિસ્તાર
દીનદયાલ પોર્ટ ઓથોરિટી
• ₹ ૨૨૬ કરોડના ખર્ચે કંડલા ખાતે ઓઇલ જેટી નં. ૮
• ₹ ૭૭ કરોડના ખર્ચે કંડલામાં કાર્ગો જેટી વિસ્તારમાં ડોમ અને ટ્રાન્ઝિટ સ્ટોરેજ ગોડાઉન્સ
• ₹ ૭૫ કરોડના ખર્ચે આદિપુરથી કાર્ગો બર્થ ૧૬ અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૧૪૧ સુધી માટે વધારાની રોડ કનેક્ટિવિટી
• ₹ ૧૦૦ કરોડના ખર્ચે કંડલામાં EXIM કાર્ગોના સ્ટોરેજ માટે પોર્ટ વિસ્તારનું વિસ્તરણ
• ₹ ૪૧ કરોડના ખર્ચે ટુના-ટેકરા ખાતે કન્ટેનર ટર્મિનલ માટે કોમન કનેક્ટિવિટી
• ₹ ૬.૫ કરોડના ખર્ચે ગોપાલપુરીની પોર્ટ કોલોનીમાં ડી ટાઇપ ક્વાર્ટર્સ
• ₹ ૬.૫ કરોડના ખર્ચે ગાંધીધામની ડી.પી.એ. પ્રશાસનિક કચેરીમાં સેંટર ઓફ એક્સલન્સ
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ
• ₹ ૩૩ કરોડના ખર્ચે માતાના મઢ ખાતે મંદિર પરિસર, ખાટલા ભવાની, ચાચર કુંડ સહિતના વિસ્તારનો વિકાસ અને સુવિધાઓ
ખાતમુહૂર્ત થનારા રૂા. ૫૧૦૮૮ કરોડના ૧૫ વિકાસકાર્યો
પાવરગ્રિડ
• ₹ ૩૫૦૦૦ કરોડના ખર્ચે ખાવડા નવનિર્મિત રિન્યુએબલ એનર્જી ઝોનમાંથી વીજ પુરવઠા માટે ± ૮૦૦ કે.વી. HVDC પ્રોજેક્ટ
• ₹ ૪૨૦૦ કરોડના ખર્ચે ખાવડા રીન્યુએબલ પાર્કમાંથી વધારાની ૭ GW વીજ પુરવઠા માટે ટ્રાન્સમિશન સિસ્ટમ
ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ
• ₹ ૩૫૦ કરોડના ખર્ચે કચ્છ: ૪૦૦/૨૦૦ કે.વી. મેવાસા સબસ્ટેશન
• ₹ ૩૯૦ કરોડના ખર્ચે અમદાવાદ: ૪૦૦/૨૦૦ કે.વી. ધોલેરા-૨ સબસ્ટેશન
• ₹ ૮,૮૫૦ કરોડના ખર્ચે તાપી : ૮૦૦ મેગાવોટ અલ્ટ્રા સુપર ક્રિટિકલ થર્મલ પાવર પ્લાન્ટ યુનિટ, ઉકાઈ
• ₹ ૩૯૩ કરોડના ખર્ચે તાપી: ઉકાઈ ખાતે કોલ હેન્ડલિંગ પ્લાન્ટ માટે નવા માર્શલિંગ યાર્ડનું રીમોડેલિંગ
• ₹ ૮૫ કરોડના ખર્ચે મહિસાગર: કડાણા હાઈડ્રો ઇલેક્ટ્રિક પ્લાન્ટના ૬૦ મેગાવોટ યુનિટ માટે પમ્પ મોડ ઓપરેશનલાઈઝેશન
• ₹ ૨૪૭ કરોડના ખર્ચે કચ્છના ગાંધીધામ શહેરમાં વાવાઝોડા પ્રતિરોધક અંડરગ્રાઉન્ડ વીજ વિતરણ નેટવર્ક
માર્ગ અને મકાન વિભાગ
• ₹ ૪૩ કરોડના ખર્ચે કચ્છમાં પલાસવા-ભીમસર-હમીરપુર-ફતેગઢ સીસી રોડ નિર્માણ
• ₹ ૪૦ કરોડના ખર્ચે કચ્છમાં કોટડા-બિટ્ટા રોડનું મજબૂતીકરણ
• ₹ ૭૧૮ કરોડના ખર્ચે ભુજથી નખત્રાણા સુધી ચાર લેન હાઇ સ્પીડ કોરિડોર
દીનદયાલ પોર્ટ ઓથોરિટી
• ₹ ૧૫૦ કરોડના ખર્ચે કંડલા ખાતે 10 મેગાવોટ ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદન સુવિધાનું નિર્માણ
• ₹ ૪૫૩ કરોડના ખર્ચે કંડલામાં ૩ રોડ ઓવર બ્રિજ (ROB) નું નિર્માણ અને ૬ લેન માર્ગોમાં સુધારો
ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ
• ₹ ૧૦૯ કરોડના ખર્ચે ધોળાવીરા ખાતે પ્રવાસન ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ
પાણી પુરવઠા વિભાગ
• ₹ ૬૦ કરોડના ખર્ચે કચ્છના અબડાસામાં ગ્રુપ ઇમ્પ્રુવમેન્ટ વોટર સપ્લાય યોજના
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વીજ, આવાસ અને શહેરી બાબતોના કેન્દ્રીય મંત્રી મનોહર લાલ, નાણા મંત્રી કનુભાઇ દેસાઇ, પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરા, પ્રભારી સચિવ પ્રફૂલભાઇ પાનશેરિયા, સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા , સર્વ ધારાસભ્યો કેશુભાઇ પટેલ, પ્રદ્યુમનસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, અનિરુધ્ધભાઇ દવે, ત્રિકમભાઇ છાંગા, સહિતના ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓ તથા ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે.
