હિન્દ ન્યુઝ, જામનગર
ભારત-પાકિસ્તાન વચ્ચે સર્જાયેલ તંગદિલીના વાતાવરણને લઈને જામનગર જિલ્લામાં કલેક્ટરશ્રી કેતન ઠક્કર દ્વારા આજે તા.૧૦-૫-૨૦૨૫ ના રોજ રાત્રીના ૮:૦૦ કલાક થી આવતીકાલ તા.૧૧-૦૫-૨૦૨૫ સવારે ૬:૦૦ કલાક સુધી સમગ્ર જિલ્લામાં બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું છે.
આ સમય દરમિયાન સમગ્ર જિલ્લામાં તમામ લોકોએ વીજ ઉપકરણો સંપૂર્ણપણે બંધ રાખવા તથા જે રહેણાંક વિસ્તારો, ઓદ્યોગિક એકમો સહિત એવી તમામ બિલ્ડીંગો જેમાં જનરેટર/ ઇન્વર્ટર જેવા ઉપકરણો અને પ્રકાશ ફેલાવતા હોય તેવા ઉપકરણોનો ઉપયોગ ન કરવા અંગે કલેક્ટર કેતન ઠક્કર દ્વારા અપીલ કરવામાં આવી છે.
જામનગરવાસીઓએ બ્લેકઆઉટનો અમલ કરવા તથા જિલ્લા વહીવટી તંત્ર તરફથી મળતી સૂચનાઓનું પાલન કરી સહકાર આપવા કલેક્ટર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
https://www.facebook.com/share/v/16EEVMp9KV/?mibextid=oFDknk
https://youtu.be/emx0IEB4prQ?feature=shared
📍 એરફોર્સ સ્ટેશન જામનગર દ્વારા તમામ જામનગર વાસીઓને ખાસ સુચના….
