તુરખામાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

હિન્દ ન્યુઝ, બોટાદ

             બોટાદ જિલ્લાનાં તુરખા ગામે તા. ૧૬ મે ૨૦૨૫ ને શુક્રવારના રોજ બ્લડ બેંક, ભાવનગર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તુરખાના સંયોજનથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તુરખા ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તુરખા અને તેમાં સમાવિષ્ટ ગામમાંથી કુલ ૭૭ યુનિટ બ્લડ ડોનેશન કરવામાં આવ્યું છે આ કામગીરીને સફળ બનાવવામાં મેડિકલ ઓફિસર ડો. આશિષ વેદાણી અને ડો. કિરીટ અણીયાળીયાના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તુરખાની સમગ્ર ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

Related posts

Leave a Comment