મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન – સમર યોગ કેમ્પ

હિન્દ ન્યુઝ, પંચમહાલ

પંચમહાલ જિલ્લાના ૭ થી ૧૫ વર્ષની વયના બાળકો માટે સમર યોગ કેમ્પનું આયોજન

 તા.૧૬ મે થી આગામી તા.૩૦ મે સુધી જિલ્લાના પાંચ સ્થળોએ બાળકો માટે યોગ અને સંસ્કાર શિબિર યોજાશે.



        આ સમર યોગ કેમ્પનો હેતુ બાળકોને સ્વસ્થ અને મેદસ્વિતા મુક્ત બનાવી, બાળકોના તન અને મન તંદુરસ્ત બનાવવાનો છે. યોગ બાળકને મેધાવી, તેજસ્વી,એકાગ્ર અને યાદશક્તિમાં વધારો કરી, બાળકોની ક્ષમતા અને શરીરના લચીલાપણામાં વૃદ્ધિ કરે છે.



        Nપંચમહાલ જિલ્લામાં ગોધરા તાલુકામાં શારદા મંદિર સ્કૂલ અને રેલવેડાઉન યાર્ડ ખાતે, હાલોલ તાલુકામાં વી.એમ.સ્કૂલ ખાતે, કાલોલ તાલુકામાં કાછિયાની વાડી ખાતે તથા ગુસર મંદિર ગ્રાઉન્ડ(ગુસર પ્રાથમિક શાળા) ખાતે સમર યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.



પંચમહાલ જિલ્લાના ૭ થી ૧૫ વર્ષની વયના બાળકો માટે સમર યોગ કેમ્પનું આયોજન

 તા.૧૬ મે થી આગામી તા.૩૦ મે સુધી જિલ્લાના પાંચ સ્થળોએ બાળકો માટે યોગ અને સંસ્કાર શિબિર યોજાશે

Related posts

Leave a Comment