UPSC (IAS/IPS) તેમજ GPSCની પરીક્ષામાં સફળ થઈ ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસીસ તેમજ ગુજરાત જાહેર વહીવટી સેવામાં પસંદગી પામેલા પાટીદાર યુવાનોને સન્માનિત કર્યા

હિન્દ ન્યુઝ, અમદાવાદ

     મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદ સ્થિત સરદારધામ ખાતે તાલીમ પ્રાપ્ત કરીને UPSC (IAS/IPS) તેમજ GPSCની પરીક્ષામાં સફળ થઈ ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસીસ તેમજ ગુજરાત જાહેર વહીવટી સેવામાં પસંદગી પામેલા પાટીદાર યુવાનોને સન્માનિત કર્યા હતા.

મુખ્યમંત્રીએ આ અવસરે સરદારધામ સંસ્થાના દાતાશ્રીઓ તેમજ સંસ્થા દ્વારા આપવામાં આવતી સ્કોલરશીપના માધ્યમથી સફળતા પ્રાપ્ત કરેલ વિધાર્થીઓને પણ સન્માનિત કર્યા હતા.

મુખ્યમંત્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં નવી ટેકનોલોજીની સાથે દરેક ક્ષેત્રમાં આત્મનિર્ભર બનીને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના મંત્રને સાર્થક કરવાનો છે. તેમણે યુવાઓના યોગદાન દ્વારા વિકસિત ગુજરાત દ્વારા વિકસિત ભારતના નિર્માણ માટેનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

Related posts

Leave a Comment