સફાઈ કામદારો અને તેઓના આશ્રિતો ડૉ. આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજનાનો લાભ લેવા અરજી કરી શકશે

હિન્દ ન્યુઝ, જામનગર

     સરકાર દ્વારા રાજયના સફાઇ કામદારો અને તેઓના આશ્રિતો માટે કે જેઓ ખુલ્લો પ્લોટ અથવા કાચું મકાન ધરાવતા હોય તેવા અરજદારોને પાકા આવાસ બનાવવા માટે ડૉ. આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના અમલમાં છે. આ યોજનાનો લાભ સફાઇ કામદારો અને તેઓના આશ્રિતોને મળવાપાત્ર છે. આ યોજના હેઠળ વ્યકિતગત રૂ.૧,૭૦,૦૦૦/-ની સહાય ચાર હપ્તામાં આપવાની જોગવાઇ છે.

નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમ્યાન આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તેવા અરજદારોએ https://esamajkalvan.gujarat.gov.in પર ઓનલાઇન અરજી ફોર્મ ભરવાના રહેશે. ઓનલાઇન અરજી કરતા સમયે પોર્ટલ પર ઉપલબ્ધ માર્ગદર્શક સુચનાઓ મુજબ જરૂરી સાધનિક કાગળો અરજદારશ્રીઓએ માત્ર ઓનલાઇન સબમિટ કરવાના રહેશે. જ્યારે સંબધિત અધિકારી જણાવે ત્યારે અસલ કોપી રજુ કરવાની રહેશે.

વધુ માહિતી માટે જિલ્લા મેનેજર ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ અને નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી, જિલ્લા સેવા સદન-૪, રૂમ નં.૧૧/૧૨ વિકટોરીયા પુલ પાસે, જામનગરનો સંપર્ક કરવા તેમજ આ યોજનાનો લાભ લેવા ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ અને નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણના જિલ્લા મેનેજર જામનગર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Related posts

Leave a Comment