આણંદ જિલ્લામાં તાલુકા મથકે, ગ્રામ્ય વિસ્તારમાં પર્યાવરણ પખવાડિયા નિમિત્તે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું

પર્યાવરણ પખવાડિયું

હિન્દ ન્યુઝ, આણંદ

       આણંદ જિલ્લામા ઉમરેઠ, બોરસદ તથા પેટલાદ તાલુકાના વિવિધ ગામોમાં પર્યાવરણ પખવાડિયાની ઉજવણી નિમિત્તે ગ્રામ્ય વિસ્તારોમાં પ્લાસ્ટિકના કચરાની સાફ સફાઈ કરવામાં આવી હતી. 

તદુપરાંત, પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા માટે પોસ્ટરો તથા ભિંત ચિત્રો થકી ગામવાસીઓને સમજ આપવામાં આવી હતી. આ તમામ ગામોમાં સાફસફાઈ કરીને પ્લાસ્ટિકમુકત કરવામાં આવ્યા હતા. 

સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા માટે પણ ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામજનોને જાગૃત કરાયા હતા.

Related posts

Leave a Comment