હિન્દ ન્યુઝ, તાપી અધિક કલેક્ટરની અધ્યક્ષતામાં તાપી જિલ્લાના અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજાઈ શિક્ષણ, પુરવઠા, પોલીસ જેવા વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં તાપી જિલ્લાના તાલુકા મથકોના અમલીકરણ અધિકારીઓ ઓનલાઈન જોડાયા
Read MoreDay: May 15, 2025
માત્ર 3 વર્ષની વયે તનિષા તાપસ યાદવનો વૈશ્વિક વિક્રમ
હિન્દ ન્યુઝ, વડોદરા “પ્રિસ્કૂલર દ્વારા સૌથી ઝડપથી 10 મંત્રોના પાઠ” માટે ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ્સમાં નામ નોંધાવ્યું તનિષાએ માત્ર 2 મિનિટ 39 સેકન્ડમાં 10 હિંદૂ ધર્મમંત્રોનો પાઠ કરીને ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ્સમાં પોતાનું નામ નોંધાવ્યું છે. આ અનોખી સિદ્ધિ બદલ રેકોર્ડ કમિટીએ તનિષાને પ્રમાણપત્ર અને મેડલ આપી સન્માનિત કરી છે.
Read Moreબાયો નેચરલ પ્રોસેસ અને જૈવ રસાયણો આ બેક્ટેરિયાના નિર્માણ અને તેના વધારા માટે ખૂબ સહાયક
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક કૃષિને વધુ વેગ આપવા માટે પ્રેરણા શિબિરથી લઇ વ્યવહારુ પ્રશ્નોના નિવારણોની કામગીરી કરવામાં આવી રહી છે. પ્રાકૃતિક કૃષિ માટે આ વર્ષના રાજ્યના બજેટમાં વિશિષ્ટ સહાયની જોગવાઈ પણ કરવામાં આવી છે ત્યારે રાજકોટ જિલ્લાના મેંગણી તાલુકાના પ્રાકૃતિક ખેતી કરતા ધવલભાઇ પાનસુરીયાએ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરણાથી પ્રાકૃતિક કૃષિમાં ફળદ્રુપતા અને જમીનનો કાર્બન વધારવા વિશે વિશિષ્ટ પ્રયોગો કર્યા છે. ધવલભાઇ પાનસુરીયા છેલ્લા ચાર વર્ષથી પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા છે. મસાલા, કઠોળ, ઘઉંની વિશિષ્ટ જાતોના ઉત્પાદન કરતા આ ખેડૂતે જમીનનો કાર્બન તેમજ તેમાં આવશ્યક…
Read Moreરાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના દુધીવદર ગામની એક ની અમદાવાદની સરકારી હોસ્પિટલ અને યુ.એન. મહેતા હોસ્પિટલમાં નિઃશુલ્ક સર્જરી કરાઈ
હિન્દ ન્યુઝ, રાજકોટ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (આર.બી.એસ.કે.) આજે અનેક બાળકો માટે સંજીવન સમાન બની ગયો છે. રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના દુધીવદર ગામની એક બાળકીને જન્મથી જ હૃદય તેમજ મળદ્વાર (CONGENITAL ANTERIOR ECTOPIC ANUS + CHD)ને લગતી તકલીફ હતી. આર.બી.એસ.કે. હેઠળ આ બાળકીની અમદાવાદની સરકારી હોસ્પિટલ અને યુ.એન. મહેતા હોસ્પિટલમાં નિઃશુલ્ક સર્જરી કરાઈ છે. જેના લીધે પરિવારનો રૂપિયા ત્રણથી ચાર લાખનો ખર્ચ બચ્યો છે. હાલ બાળકી એકદમ સ્વસ્થ છે. બાળકીના પિતા અને પરિવારે આર.બી.એસ.કે. ની ટીમ, સિવિલ તથા યુ.એન. મહેતા હોસ્પિટલના ડોક્ટરો તથા સરકાર પ્રત્યે આભારનો ભાવ પ્રગટ…
Read Moreયુવાઓને ટાર્ગેટ કરતા ડ્રગ્સનાં દુષણ સામે રાજકોટ શહેર પોલીસની સતર્કતાથી કામગીરી શરૂ
હિન્દ ન્યુઝ, રાજકોટ ખાસ કરીને યુવાઓને ટાર્ગેટ કરતા ડ્રગ્સનાં દુષણ સામે રાજકોટ શહેર પોલીસ ડ્રગ્સ વેચાણકર્તા, ઉત્પાદક કે વાવેતર કરતા લોકો સામે સતર્કતાથી કામગીરી કરી રહી છે, જેની સમીક્ષાર્થે પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝાના અધ્યક્ષસ્થાને નાર્કો કો-ઓર્ડીનેશન સેન્ટરની બેઠક યોજાઈ હતી. આ તકે પોલીસ કમિશ્નરએ શાળા, કોલેજના છાત્રો ચરસ, ગાંજો કે સિન્થેટિક ડ્રગ્સના દુષણનો શિકાર ન બને તે માટે પોલીસ વિભાગના એસ.ઓ.જી. સહીત વિવિધ વિભાગના અધિકારીઓને ખાસ તકેદારી રાખવા તેમજ ડ્રગ્સ વેચાણકર્તા પર વોચ રાખી તેમના નેટવર્કને તોડી પાડવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વધુમાં ડ્રગ્સ વેચાણકર્તાની લોકો દ્વારા જાણકારી…
Read Moreભારતીય ડાક વિભાગ દ્વારા આયોજિત ‘ઢાઈ આખર’ રાષ્ટ્રીય પત્રલેખન સ્પર્ધા યોજાઈ
હિન્દ ન્યુઝ, રાજકોટ ભારતીય ડાક વિભાગ દ્વારા આયોજિત ‘ઢાઈ આખર’ રાષ્ટ્રીય પત્રલેખન સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં વિજેતાઓને ડાક વિભાગના અધિકારીઓ દ્વારા સન્માનિત કરાયા હતા. પત્રો આપણા હૃદયમાં એક ખાસ સ્થાન ધરાવે છે. કારણ કે, તે પોતાની સાથે યાદો, આત્મીયતા અને સંવેદના લઈને આવે છે. જે ટેક્સ્ટ સંદેશાઓ કે ઇ મેઇલ્સમાં જોવા મળતા નથી. આમ, ‘ઢાઈ આખર’ ઝુંબેશ ફક્ત પત્ર લખવાની કળાનો ઉત્સવ નથી, પરંતુ દેશભરના વ્યક્તિઓને અર્થપૂર્ણ અને હૃદયસ્પર્શી રીતે તેમના વિચારો, લાગણીઓ અને મંતવ્યો વ્યક્ત કરવાની તક પણ પૂરી પાડે છે તેમ ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર…
Read Moreઅમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, અમદાવાદ આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત 100 બાળકોને કોકલિયર ઈમ્પ્લાન્ટ અને એક્સટર્નલ સ્પીચ પ્રોસેસર મશીનનું નિ:શુલ્ક વિતરણ કરાયું… ₹5.5 કરોડના ખર્ચે 220 જેટલા બાળકોને મશીનનું બીજીવાર ફિટિંગ-મેપિંગ કરી આપવાનું આયોજન હાથ ધરાયું.. બધીરતાની તકલીફ કે મશીન બગડી જવાના કારણે બાળકોનું ભણતર અટકી ન જાય અને તેનું ભવિષ્ય ધૂંધળું ન બને તેના માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે : આરોગ્યમંત્રી
Read Moreમાંડવી ખાતે આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે આદિવાસી ખેડૂતોને કૃષિ વૈવિધ્યકરણ યોજના હેઠળ ખાતર-બિયારણનું વિતરણ
હિન્દ ન્યુઝ, સુરત સરકારની કૃષિ અને બાગાયતની અનેકવિધ યોજનાઓનો લાભ મેળવી ખેતીને ઉન્નત બનાવવાનો અનુરોધ કરતા આદિજાતિ મંત્રી કુંવરજીભાઈ હળપતિ કૃષિ કિટ્સમાં ૧ બેગ એ.પી.એસ. NPK, ૧ બેગ પ્રોમ, ૧ નેનો યુરિયાની બોટલ તેમજ તુવેર, અડદ, ડાંગર, રીંગણ અને જુવારનું બિયારણ સામેલ માંડવી ખાતે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે આદિવાસી ખેડૂતોને કૃષિ વૈવિધ્યકરણ યોજના-૨૦૨૫- ૨૬ હેઠળ ખાતર-બિયારણ કિટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું.
Read More‘કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૫’ માત્ર ૨૦ રૂ.ના નજીવા દરે મળી શકશે
હિન્દ ન્યુઝ, સુરત વિદ્યાર્થીઓ કારકિર્દીની યોગ્ય દિશા તરફ વળે તે માટે રાજ્ય સરકારના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા આ વર્ષે ‘કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૫’ પ્રકાશિત કરાયો છે. જેમાં વિદ્યાર્થીઓને ધો.૧૦ અને ધો.૧૨ (સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ-સાયન્સ, કોમર્સ, આર્ટ્સ) બાદ કારકિર્દીની તકો સહિત યોગ્ય દિશા નિર્દેશન મળી શકશે. આ અંકમાં ભવેન કચ્છી, રમેશ તન્ના, ખ્યાતિ જોષી સહિતના લેખકોના ૫૧ પ્રેરણાદાયી લેખો, ધો.૧૦ પછી આઈ.ટી.આઈ., સી-ડેકના અદ્યતન અભ્યાસક્રમો તેમજ ધો.૧૨ પછી વિનયન વિદ્યાશાખા, મેડિકલ-પેરામેડિકલ, રાજ્યની વિવિધ યુનિવર્સિટીઓમાં ચાલતા ઉચ્ચ અભ્યાસક્રમો, એન્જિનિયરિંગ ક્ષેત્રની વિવિધ શાખાઓ, ફોરેન્સિક સાયન્સ ક્ષેત્રે ઉભરતી કારકિર્દી, વિદેશમાં અભ્યાસ…
Read Moreઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવાનું આયોજન
હિન્દ ન્યુઝ, સુરેન્દ્રનગર ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫માં પ્રાઇસ સપોર્ટ સ્કીમ (PSS) હેઠળ ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. સરકારએ મગનો ટેકાનો ભાવ રૂ.૮૬૮૨ પ્રતિ કવિ. જાહેર કર્યો છે. ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી માટે આજથી તા.૨૫/૦૫/૨૦૨૫ સુધી ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી VCE મારફતે ખેડૂતોની નોંધણી નાફેડના ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર કરવામાં આવશે. જેની તમામ ખેડૂત મિત્રોને નોંધ લેવા જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
Read More