હિન્દ ન્યુઝ, અમદાવાદ
આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત 100 બાળકોને કોકલિયર ઈમ્પ્લાન્ટ અને એક્સટર્નલ સ્પીચ પ્રોસેસર મશીનનું નિ:શુલ્ક વિતરણ કરાયું…
₹5.5 કરોડના ખર્ચે 220 જેટલા બાળકોને મશીનનું બીજીવાર ફિટિંગ-મેપિંગ કરી આપવાનું આયોજન હાથ ધરાયું..
બધીરતાની તકલીફ કે મશીન બગડી જવાના કારણે બાળકોનું ભણતર અટકી ન જાય અને તેનું ભવિષ્ય ધૂંધળું ન બને તેના માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે : આરોગ્યમંત્રી
