ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવાનું આયોજન

હિન્દ ન્યુઝ, સુરેન્દ્રનગર 

    ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫માં પ્રાઇસ સપોર્ટ સ્કીમ (PSS) હેઠળ ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

સરકારએ મગનો ટેકાનો ભાવ રૂ.૮૬૮૨ પ્રતિ કવિ. જાહેર કર્યો છે. 

ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી માટે આજથી તા.૨૫/૦૫/૨૦૨૫ સુધી ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી VCE મારફતે ખેડૂતોની નોંધણી નાફેડના ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર કરવામાં આવશે. 

જેની તમામ ખેડૂત મિત્રોને નોંધ લેવા જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Related posts

Leave a Comment