સુરેન્દ્રનગર જિલ્લામાં ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા તા.૧૬/૦૫/૨૦૨૫ થી તા. ૩૦/૦૫/૨૦૨૫ સુધી જુદા જુદા પાંચ સ્થળોએ બાળકો માટે નિઃશુલ્ક સમર યોગ કેમ્પનું આયોજન

હિન્દ ન્યુઝ, સુરેન્દ્રનગર 

૦૭ થી ૧૫ વર્ષના બાળકોને સવારના ૭ થી ૯ વાગ્યા સુધી પ્રશિક્ષિત કરવામાં આવશે. 

રાજ્ય સરકાર દ્વારા ‘મેદસ્વિતા મુકત ગુજરાત’ અભિયાનને વેગવંતુ કરવા રાજ્યના વિવિધ વિસ્તારોમાં જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત બાળકો શાળાના વેકેશનનો સદુપયોગ કરી શકે તે આશયથી સમર યોગ કેમ્પનું આયોજન કરવામાં આવનાર છે. 

આ સમર યોગ કેમ્પમાં જોડાવવા માટે WWW.GSYB.I લીંક પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. 

કેમ્પમાં પ્રશિક્ષિત ટ્રેનર અને કોચ દ્વારા બાળકોને યોગ, પ્રાણાયામ અને કસરતથી જીવનમાં નિયમિતતા, શિસ્ત, શારીરિક તંદુરસ્તી અને એકાગ્રતા કઈ રીતે કેળવી શકાય તેનું માર્ગદર્શન આપવામાં આવશે. 

 ટ્રેનર્સ દ્વારા બાળકોને પૌષ્ટિક આહાર આરોગવાથી શરીર અને મનને થતાં ફાયદાઓ અંગેની વિસ્તૃત માહિતી પણ આપવામાં આપશે.

Related posts

Leave a Comment