સરકારી વિનયન કોલેજ તિલકવાડા ખાતે જિલ્લા રોજગાર કચેરી દ્વારા “કોલેજ પ્લેસમેન્ટ” કેમ્પ યોજાયો

હિન્દ ન્યુઝ, રાજપીપળા સરકારી વિનયન કોલેજ તિલકવાડા ખાતે તાજેતરમાં જિલ્લા રોજગાર કચેરી- રાજપીપળાના સંકલનથી કોલેજ પ્લેસમેન્ટ ફેર યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુરૂકૂળ મેનેજમેન્ટ બોડેલીના કંપની પર્સન તરીકે દીપકભાઈ ઝાલા અને બૅન્કો પ્રોડક્ટ લિમિટેડમાંથી અતુલભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. પ્લેસમેન્ટ ડ્રાઈવ-ડિસેમ્બર-૨૦૨૪ અંતર્ગત કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે રાખવામાં આવી હતી. અન્ય વર્ષમાં અભ્યાસ કરતાં વિધાર્થીઓએ રસ દાખવી કોલેજના કુલ- ૪૧ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સાથે તિલકવાડા તાલુકામાંથી પણ અન્ય વિદ્યાર્થીઓ કે જેમણે રોજગાર કચેરીમાં નામ નોંધાવ્યું હતું તેવા ૯ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. કેમ્પમાં ઉપસ્થિત કંપનીપર્સન દ્વારા સૌપ્રથમ પોતાની…

Read More

વલસાડમાં રાજ્યકક્ષાની દ્વિતીય પારનેરા ડુંગર આરોહણ – અવરોહણ સ્પર્ધા યોજાઈ, ૨૦૦ સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો

હિન્દ ન્યુઝ, વલસાડ વિજેતા ૨૦ યુવક – યુવતી સ્પર્ધકોને કુલ રૂ. ૨.૩૪ લાખનું ઈનામ એનાયત ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હસ્તકના કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા પ્રેરિત અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વલસાડના પારનેરા ડુંગર પર દ્વિતીય રાજ્યકક્ષાની આરોહણ અવરોહણ સ્પર્ધાનું યોજાઈ હતી. વલસાડ ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલ, અધિક નિવાસી કલેક્ટર એ. આર. જ્હા અને વલસાડ પ્રાંત અધિકારી વિમલ પટેલે લીલી ઝંડી આપી સ્પર્ધકોને પ્રસ્થાન કરાવ્યું હતું. જ્યારે ઇનામ વિતરણ સમારોહમાં મહાનુભાવોના હસ્તે વિજેતા સ્પર્ધકોને ટ્રોફી, મેડલ, પ્રમાણપત્ર અને પ્રતિકાત્મક ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. માત્ર…

Read More

અઠવાલાઈન્સ સ્થિત મેરીઓટ હોટેલ ખાતે વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષામા કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રીઝ (CII) ગુજરાતની પ્રથમ રિન્યુએબલ એનર્જી કોન્ફરન્સ યોજાઈ

હિન્દ ન્યુઝ, સુરત અઠવાલાઈન્સ સ્થિત મેરીઓટ હોટેલ ખાતે વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષામા કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રીઝ (CII) ગુજરાતની નેટ ઝીરો અને ગ્રીન એનર્જી ટ્રાન્ઝિશન કોર્પોરેટ એક્શનની પ્રથમ રિન્યુએબલ એનર્જી કોન્ફરન્સ યોજાઈ હતી. કોન્ફરન્સમાં વન મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, અદ્રશ્ય દુશ્મન ક્યારેય દેખાતા નથી પણ એ દુશ્મનથી વધુ ઘાતક હોય છે. ક્લાઈમેટ ચેન્જ એ મંથર ગતિએ ચાલતા અદ્રશ્ય દુશ્મન છે. ક્લાઈમેટ સામે લડવું એ આપણી અંગત નહી પણ સામુહિક જવાબદારી છે. જેમાં ગુજરાતની રિન્યુએબલ એનર્જીનો સૌથી મોટો અમૂલ્ય ફાળો રહ્યો છે. વધુમાં મંત્રીએ ઉમેર્યું હતું કે, સમગ્ર…

Read More

સુરત મહાનગરપાલિકા દ્વારા રૂ.૧૯૩.૧૦ કરોડના ખર્ચે નિર્મિત થયેલા ૨,૯૫૯ ‘પીએમ આવાસ યોજના’ના આવાસોનો કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો કરતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ

હિન્દ ન્યુઝ, સુરત                સુરત મહાનગરપાલિકા દ્વારા રૂ.૧૯૩.૧૦ કરોડના ખર્ચે રાંદેર, અઠવા અને લિંબાયત ઝોન વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્મિત થયેલા ૨,૯૫૯ ‘પીએમ આવાસોનો ડ્રો કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે યોજાયો હતો. અઠવાલાઈન્સ સ્થિત કૃષ્ણકુંજ પાર્ટી પ્લોટ ખાતે આયોજિત સમારોહમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, વન,પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ અને મેયરશ્રી દક્ષેશભાઈ માવાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ડ્રો માં નવું ઘર મેળવવા બદલ લાભાર્થીઓને અભિનંદન પાઠવતા જળશક્તિ મંત્રીએ જણાવ્યું હતું કે, પ્રત્યેક વ્યક્તિને ઘરના ઘરનું સ્વપ્ન હોય છે, ત્યારે સુરત જેવા ઝડપભેર વિકાસની હરણફાળ…

Read More

હિન્દુ સેનાએ નાતાલમાં બાળકોને માનસિક ધર્માંતરણથી બચાવવા કરી હાકલ

હિન્દ ન્યુઝ, જામનગર                આજે ગિફ્ટ અને ભેટ સોગાદોના નામે બિનજરૂરી ચીજ વસ્તુઓના વેચાણ દ્વારા ભારત જેવા દેશોમાં વિદેશના વેપારી એક મોટા બજારની સંભાવના જોઈ રહ્યા છે, જેના દ્વારા ભારતમાં વેપાર કરી શકાય અને ભારતના લોકો આ વેપારી ષડયંત્રમાં આવી રહ્યા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. કારણ કે આવી ચીજ વસ્તુઓ એક હાથથી બીજા હાથ હસ્તાંતરણ સિવાય બીજા કોઈ ઉપયોગમાં આવતી નથી. જન્મદિવસ હોય કે કોઈ તહેવાર હોય આવી બિનજરૂરી ભેટ સોગાદોનું ચલણ હમણાં ખૂબ વધી ગયું છે, આવી સ્થિતિમાં સ્વદેશી જાગરણ મંચે આગળ…

Read More